ગુજરાત
અમદાવાદમાં બનશે અદ્યતન ‘સિટી સ્કવેર’, ટેરેસ ઉપરથી સમગ્ર શહેરનો નજારો દેખાશે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની યશગાથામાં વધુ એક સિદ્ધિ મેળવવામાં આવશે. અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય સિંધુભવન રોડ ઉપર ખાસ સિટી સ્કેવર તૈયાર કરવામાં આવશે. જોકે આ સિટિ સ્કેવરને સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્કની નજીક ઊભું કરવામાં આવશે. ત્યારે આ સિટિ સ્કેવરના નિર્માણની કમાન અમદાવાદ મહાનગર પાલિકને સોંપવામાં આવી છે. આ સિટિ સ્કેવરને કારણે અમદાવાદને એક આગવી ઓળખ મળવાની આશા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલા સિંધુભવન રોડ ઉપર 175 મીટર ઊંચાઈ ધરાવતું અનોખું સિટિ સ્કેવરતૈયાર કરવામાં આવશે. તો આ સિટિ સ્કેવરના બેઝમેન્ટમાં પાર્કિંગ માટે અંદાજે 400 જેટલી કાર તેમજ 1500 જેટલા ટુવિલર પાર્કની સુવિધા તૈયાર કરાશે. સિટિ સ્કેવરમાં 40 મીટરની ઊંચાઈ પર બે ફ્લોર રેસ્ટોરન્ટ માટે ફાળવવામાં આવશે. જેમાં એક સાથે 900 લોકો બેસીને જમી શકે છે. તે ઉપરાંત નાગરિકો માટે સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા અને એમ્ફીથિયેટર હશે.
આ સિટિ સ્કેવર આશરે 110 કરોડ રૂૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. સિટિ સ્કેવરની છત ઉપરથી એકસાથે 75 લોકો સંપૂર્ણ અમદાવાદનો નજારો નર્યા નયને જોઈ શકશે. કારણ કે. આ સિટિ સ્કેવરને એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે વિકસિત દેશ જેમ કે ન્યૂ યોર્કમાં આવેલા સિટિ સ્કેવરની સમાન બનાવવામાં આવશે. તે ઉપરાંત લોઅર ગ્રાઉન્ડમાં શોપ્સ અને આર્ટ ગેલેરી બનશે. આ ઈમારતમાં ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા, વોટર ફાઉન્ટેન વગેરે ડેવલપ કરી એક અર્બન પ્લાઝા તરીકે ડેવલપમેન્ટ કરાશે. 175 મીટરના ટાવરની વચ્ચે 40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરન્ટ બનશે. જેમાં 900 વ્યક્તિઓ બેસીને મનપસંદ ભોજનનો આસ્વાદ માણી શકશે.
ગુજરાત
PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકાર પગલાં ભરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની એસએએફયુ (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 196 કેસમાં યુએસજી (અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને એચપીઇ (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રીપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી.
જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂૂ.2,94,90,000/- પેનલ્ટી કરવામાં આવેલ છે. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડો.રાજેશ કંડોરીયા (જી-23640)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવેલ છે. રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. એકસપાયર્ડ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. તદઉપરાંત હોસ્પિટલ પાસે એઇઆરબી સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પીટલમાં જરૂૂરી મેનપાવર હાજર ન હતા. હોસ્પીટલમાં આઇસીયુમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળેલ હતો.
ઓટી નોટ અને એનેસ્થેસીયા નોટમાં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળેલ હતી.જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ – ઉપલેટા ને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ભરૂૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (ટીબીસી)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ટીએમએસ સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું. જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂૂ.33,44,031/- રકમ રીકવરી કરવામાં આવશે. અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી એસજીઆરસી (સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિ) માં લેવામાં આવશે. વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂૂ.57,51,689/- રકમ રીકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી એસજીઆરસીમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરિતીની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, રેડિયોથેરાપી અને નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા (એસઓપી) બનાવી છે જે આવતીકાલે સંભવિતપણે જાહેર કરવામાં આવશે.
ગુજરાત
ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે પહેલાજ સવારે જ્યાં અકસ્માત થયો હતો તેની સાવ નજીક નેશનલ હાઇવે ચડવા માટે મુકવામાં આવેલ નાળા નીચેથી પસાર થતા છકડા ને અજાણી કાર ચાલકે ઠોકર મારતા છકડો પલ્ટી મારી ગયો હતો.
છકડા ચાલક દકાના ગામના મગનભાઈ મીઠાભાઈ જાંબુચા એ પોતાના છકડામા સરતાનપર(બંદર) ગામના 17 મહિલા અને એક પુરુષ સહિત 18 ખેત મજૂરો બેસાડ્યા હતા.એકજ છકડામા ડ્રાઇવર સહિત 19 મુસાફરો સવાર હતા.તમામ મુસાફરો ને લાકડીયા ગામે ખેત મજૂરી કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
તમામ ઇજાગ્રસ્ત ને તળાજા ની સરકારી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ફેક્ચર સહિતની ઇજાઓ હોય ભાવનગર તથા અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં મગનભાઈ મીઠાભાઈ જાંબુચા-દકાના ટેમ્પો દ્રઇવર, આશાબેન સંતોષભાઈ વેગડ-સરતાનપર, લાભુબેન દલજીભાઈ વેગડ, મણીબેન નાથાભાઇ મકવાણા, કાજલબેન મુકેશભાઈ બારૈયા, અસ્મિતાબેન વાલજીભાઈ બારૈયા, ગોરધનભાઈ માધાભાઈ વેગડ, જયશ્રીબેન ભાણજીભાઈ બારૈયા, દવુંબેન પ્રેમભાઈ વેગડ, સવુંબેન ભરતભાઇ , જિજ્ઞાબેન મેહુલભાઈ મકવાણા, રાધિકાબેન વેલજીભાઈ મકવાણા, લક્ષ્મીબેન તુલસીભાઈ ચુડાસમા, કિંજલ ઓધાભાઈ મકવાણા, કાળીબેન ઓધાભાઈ ચુડાસમા, હિરલબેન પરષોત્તમભાઈ ચુડાસમા, દક્ષાબેન મેઘજીભાઈ મકવાણા, ચકુબેન તૃલસીભાઈ ચુડાસમા, દિકુબેન ગોરધનભાઈ વેગડ નો સમાવેશ થાય છે.
ગુજરાત
સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો
સુરેન્દ્રનગરમાં રહેતા અને રખડતા ભુંડ પકડવાનું કામ કરતા એક જ કુંટુંબીના બે પરિવારો વચ્ચે ફરી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામ-સામે 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ભુંડ પકડવાનું કામ કરતા પરિવારો અનેકવાર હદ બાબતે બાખડે છે. અગાઉ શહેરના 80 ફુટ રોડ, વઢવાણના ખારવા રોડ, સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ બાદ તા. 15મીના રોજ સાંજે શહેરના દાળમીલ રોડ પર ફરી આ પરિવારો બાખડયા હતા. જેમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરની કલેકટર કચેરી પાછળ આવેલ હાઉસીંગ સોસાયટીમાં રહેતા રર વર્ષીય હરદીપસીંગ અવતારસીંગ પટવા અભ્યાસ કરે છે. તા. 15-12ના રોજ સાંજે તેમનો નાનો ભાઈ મલીંદરસીંગ તેના મીત્ર જુમ્માને લઈને કારમાં ડેમ તરફ આંટો મારવા ગયો હતો. ત્યારે કુંટુંબીજનો રાજુસીંગ દારાસીંગ પટવા, ક્રીપાલસીંગ દારાસીંગ પટવા, કલ્લુસીંગ દારાસીંગ પટવા, બલરામસીંગ રાજુસીંગ પટવા અને કરનસીંગ હરનામસીંગ પટવાએ કાર ઉભી રખાવી તમારે આ બાજુ આવવાનુ નહીં, નહીંતર મારીને નાંખી દઈશુ કોઈને ખબર નહીં પડે તેમ કહેતા મલીંદરસીંગે તેના ભાઈને ફોન કર્યો હતો. આથી હરદીપસીંગ અને પિતા અવતારસીંગ દોડી ગયા હતા. આ સમયે પાંચેય આરોપીઓએ પિતા અને બે પુત્રોને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને અમારા વિસ્તારમાં ભુંડ પકડવા કે અમથા દેખાણા તો જાનથી મારી નાંખીશુ. તેવી ધમકી આપી હતી. જેમાં ત્રણેય ઈજાગ્રસ્ત પિતા અને બે પુત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
જયારે સામાપક્ષે રાજુસીંગ દારાસીંગ પટવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના કાકા અવતારસીંગ અને પિતરાઈ ભાઈઓ હરદીપસીંગ અને મલીંદરસીંગે ભુંડ પકડવા અમારા વિસ્તારમાં આવવુ નહીં તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્રણેય શખ્સોએ તલવાર, લોખંડની ટામી અને લાકડાના ધોકા વડે ક્રીપાલસીંગ અને કરનસીંગને માર મારી ઈજા પહોંચાડી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી પીએસઆઈ બી.કે. મારૂૂડા, ધર્મેન્દ્રસીંહ મોરી સહિતનાઓએ આ કેસના છ આરોપીઓને ઝડપી લીધા હતા અને બનાવના સ્થળે પીએસઆઈ એચ. એસ. જાડેજા દ્વારા તમામને લઈ જઈ સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન પણ કરાવાયુ હતુ.
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
રાષ્ટ્રીય22 hours ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
ગુજરાત2 days ago
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
ગુજરાત2 days ago
શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી