ગુજરાત
ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે પહેલાજ સવારે જ્યાં અકસ્માત થયો હતો તેની સાવ નજીક નેશનલ હાઇવે ચડવા માટે મુકવામાં આવેલ નાળા નીચેથી પસાર થતા છકડા ને અજાણી કાર ચાલકે ઠોકર મારતા છકડો પલ્ટી મારી ગયો હતો.
છકડા ચાલક દકાના ગામના મગનભાઈ મીઠાભાઈ જાંબુચા એ પોતાના છકડામા સરતાનપર(બંદર) ગામના 17 મહિલા અને એક પુરુષ સહિત 18 ખેત મજૂરો બેસાડ્યા હતા.એકજ છકડામા ડ્રાઇવર સહિત 19 મુસાફરો સવાર હતા.તમામ મુસાફરો ને લાકડીયા ગામે ખેત મજૂરી કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
તમામ ઇજાગ્રસ્ત ને તળાજા ની સરકારી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ફેક્ચર સહિતની ઇજાઓ હોય ભાવનગર તથા અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં મગનભાઈ મીઠાભાઈ જાંબુચા-દકાના ટેમ્પો દ્રઇવર, આશાબેન સંતોષભાઈ વેગડ-સરતાનપર, લાભુબેન દલજીભાઈ વેગડ, મણીબેન નાથાભાઇ મકવાણા, કાજલબેન મુકેશભાઈ બારૈયા, અસ્મિતાબેન વાલજીભાઈ બારૈયા, ગોરધનભાઈ માધાભાઈ વેગડ, જયશ્રીબેન ભાણજીભાઈ બારૈયા, દવુંબેન પ્રેમભાઈ વેગડ, સવુંબેન ભરતભાઇ , જિજ્ઞાબેન મેહુલભાઈ મકવાણા, રાધિકાબેન વેલજીભાઈ મકવાણા, લક્ષ્મીબેન તુલસીભાઈ ચુડાસમા, કિંજલ ઓધાભાઈ મકવાણા, કાળીબેન ઓધાભાઈ ચુડાસમા, હિરલબેન પરષોત્તમભાઈ ચુડાસમા, દક્ષાબેન મેઘજીભાઈ મકવાણા, ચકુબેન તૃલસીભાઈ ચુડાસમા, દિકુબેન ગોરધનભાઈ વેગડ નો સમાવેશ થાય છે.
ગુજરાત
અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલાં એસિડ ગટગટાવનાર વિદ્યાર્થિનીનું મોત
નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અમીન માર્ગ પર આવેલી સ્કૂલે જ એસિડ પીધુંં’તું
શહેરમાં નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા પોતાની સ્કુલે એસીડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જો કે એક વર્ષ બાદ આજે તેણીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલા નવલનગર શેરી નં.9માં રહેતી જાહલ વિપુલભાઇ ચાવડા (ઉ.18) નામની યુવતી ગત વર્ષે અમીન માર્ગ પર આવેલી બારદાનવાલા સ્કુલમાં ધો.11માં કોમર્સમાં અભ્યાસ કરતી હતી.
ધો.11માં ઓછા માર્કસ આવતા ધો.12માં ઓછા માર્કસ આવશે જેથી અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા તેણીએ સ્કુલના કમ્પાઉન્ડમાં એસીડ ગટગટાવી લીધું હતું.
જેથી વિદ્યાર્થીનીને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પીટલ બાદ અમદાવાદ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ રજા અપાતા તેણી ઘરે હતી. દરમિયાન આજે બેભાન થઇ જતા તેનું મોત નીપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક જાહલ એક ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા બોરવેલ મજુરી કામ કરે છે. આ બનાવથી આહીર પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
ગુજરાત
કલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફ
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજવાની હતી. પરંતુ આગામી શુક્રવારને 20 મીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેકટર પ્રભવ જોશી હાજરી આપવા જવાના હોવાના કારણે ચિંતન શિબિર હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે. અને ટૂંક સમયમાં ફરી નવી ચિંતન શિબિર અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર શુક્રવારને 20 તારીખના રોજ રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર ઘેલા સોમનાથ ખાતે યોજવાના છે જેમાં વિવિધ વિભાગના 60 થી પણ અધિકારીઓ હાજર રહેવાના હતા. પરંતુ હાલ પૂરતી આ ચિંતન શિબિર કલેક્ટર દ્વારા મોકુફ રાખવામાં આવી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને રેવન્યુ વિભાગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવે છે ખાસ કરી સરકારે જમીન ઉપર દબાણ ધાર્મિક દબાણો અંગેની કામગીરી અંગેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે સાથે જ અન્ય કામગીરી અંગેનો રિપોર્ટ પણ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારી આ બેઠકમાં રિપોર્ટ રજૂ કરશે
ગુજરાત
LCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલી
60 લાખનો તોડકાંડ, શ્રોફના નાણાંની હેરાફેરી સહિતના વહીવટ નડી ગયા, અંતે ઈઙએ ત્રીજું નેત્ર ખોલ્યું
શહેરમાં પીઆઈ અને પીએસઆઈની આંતરીક બદલીમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હુકમ કર્યા છે. સાથે સાથે તોડકાંડ સહિતના અમુક બાબતોમાં વિવાદમાં આવેલા એલસીબી, એસઓજી અને પ્રનગર ડીસ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની પણ બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનરને મળેલી ફરિયાદના આધારે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાકને હેડક્વાર્ટરમાં પણ મોકલી દેવામમાં આવ્યા છે. હજુ પણ વિવાદમાં આવેલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો આગામી દિવસોમાં થનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ ંછે.
ભુતકાળમાં વિવાદના કારણે ગુજરાતભરમાં ચર્ચામાં આવેલ રાજકોટ પોલીસના પૂર્વ પોલીસ કમિશનરની બદલી બાદ રાજકોટમાં તોડકાંડ જાણે શાંત થવાનું નામ લેતું નથી. પોલીસ અધિકારીઓ અને પૂર્વ પીઆઈ સહિતના અધિકારીઓ સામે જે રીતે કડક પગલા ભરવામાં આવ્યા હોવા છતાં રાજકોટ પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ જાણે અધિકારીઓનો કોઈ ડર જ ન હોય તે રીતે કામ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સાત પીઆઈ અને બે પીએસઆઈની આંતરીક બદલીના હુકમ કર્યા સાથે સાથે સાત જેટલા કોન્સ્ટેબલોની બદલી પણ કરવામાં આવી છે. એલસીબી, એસઓજી અને પ્રનગર પોલીસ મથકના ડી સ્ટાફના વિવાદીત પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ થયા છે. આ બદલી પાછળ કેટલીક વિવાદાસ્પદ પ્રવૃતિ કારણભૂત છે જેમાં 60 લાખના તોડકાંડ તેમજ શ્ર્રોફના નાણાની હેરાફેરી સહિતના વહીવટ અંગેની ફરિયાદો પોલીસ કમિશનરને મળતા અંતે સીપી બ્રજેશ કુમાર ઝા એ ત્રિજુ નેત્ર ખોલી અને આકરી કાર્યવાહી કરી છે.
તાજેતરમાં શહેરના મધ્ય આવેલા એક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા જીએસટી મામલે મોટો વહીવટ કરી 60 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જે બાબતે અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા એક પીઆઈની મધ્યસ્થિથી મામલો થાળે પડ્યો હતો. આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનર સુધી મળી હતી. તેમજ મહત્વની બ્રાંચમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલ કે જેઓ શ્રોપના નાણાની હેરાફેરીના વિવાદમાં આવી ચુક્યા છે. મહત્વની બ્રાંચ દ્વારા શ્રોપ પેઢીના નાણાની હેરાફેરી મામલે તપાસમાં ગોઠવેલા છટકામાં રૂપિયા લેવા માટે એક બ્રાંચના કોનસ્ટેબલ પ્રગટ થયા હતાં જેને જોઈને મહત્વની બ્રાંચનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. આ મામલે પોલીસ કમિશનર સમક્ષ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો.
જે સાત પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે તેમાં પ્રમનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કનુભાઈ ભમ્મરને ટ્રાફિક, વિમલભાઈ ધાણજાને ટ્રાફિક, જયેન્દ્રસિંહ પરમારને હેડ ક્વાર્ટર જ્યારે ઈમરાન ચુડાસમાને થોરાળા મુકવામાં આવ્યા છે. તેમજ એલસીબી ઝોન-1ના જીતુભા ઝાલાને હેડક્વાર્ટર, વિજુભાને યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમજ એસઓજીના જિજ્ઞેશ અમરેલિયાને યુનિવર્સિટી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. કોઈ કારણસર વિવાદમાં આવેલા તમામની અચાનક બદલી કરવામાં આવી છે.
શહેરના 7 PI અને 2PSIની આંતરિક બદલી
શહેરના પોલીસબેડામાં બદલીનો ધમધમાટ શરૂૂ થયો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકના 7 પીઆઈ અને બે પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. જેમાં ક્રાઈમ બ્રાંચમાં ત્રીજા પી.આઈની નિમણૂંક કરવામાં જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના સી.એસ. જાદવને ક્રાઈમ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ચાર પી.આઈનું મહેકમ કરવામાં આવ્યું છે. પી.આઈ તરીકે એમ.ઓ.બી. પીઆઈ એસ.ડી.ગીલવાની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને એમઓબીમાં પીઆઇ તરીકે લીવ રિઝર્વમાં રહેલા જી.આર. ચૌહાણને મુકવામાં આવ્યા છે. આર્થિક ગુના નિવારણ સેલમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.જે. કરપડાને મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ તરીકે લીવ રિઝર્વનાં એસ.આર. મેઘાણીની બદલી કરવામાં આવી છે. જ્યારે પ્રદ્યુમનનગરનાં પી.આઈ બી.એમ.ઝનકાંતને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં મુકવામાં આવ્યા છે તેમના સ્થાને પ્રદ્યુમનનગરનાં પી.આઈ તરીકે લીવ રિઝર્વનાં વી.આર. વસાવાને મુકવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ કમિશ્નર દ્વારા બે પીએસઆઈની પણ અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગરની પ્રદ્યુમનનગર પોલીસ બદલી મથકમાં કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને પ્રદ્યુમનનગર પીએસઆઈ બી.બી.ચુડાસમાને એલસીબી ઝોન-1માં મુકવામાં આવ્યા છે.
-
આંતરરાષ્ટ્રીય1 day ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર
-
ગુજરાત2 days ago
એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
-
ક્રાઇમ23 hours ago
ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
-
ગુજરાત23 hours ago
જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા
-
ગુજરાત23 hours ago
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા