ક્રાઇમ
મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યા
અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ
મોરબીમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની ચુક્યા છે તેમ છતા વેપારીઓ આવી લોભામણી લાલચમાં ફસાઇ લાખો રૂૂપિયા ગુમાવતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા વેપારી યુવકને આરોપીઓએ પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી લોભામણી લાલચ આપી યુવકને જુદા – જુદા બેન્ક એકાઉન્ટમાં રોકાણ કરી યુવક પાસેથી રૂૂ. 1,08,78,458 પડાવી છેતરપિંડી કરી હોવાની અલગ અલગ મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ 20 ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબી અવની ચોકડી જય અંબે અંબેનગર સોસાયટી મારૂૂતિ એપાર્ટમેન્ટ બ્લોક નં -401મા રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી (ઉ.વ.25) એ આરોપી મોબાઇલ ધારક તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદિને પ્લાસ્ટીકના દાણાનો કોન્ટ્રાકટ આપવાનું જણાવી ફરીયાદિને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદિને જુદા જુદા ફોર્મ ઇ-મેલથી મોકલી જેની અવેજીમાં રૂૂપીયા ભરવાનું જણાવી ફરીયાદિએ અલગ અલગ તારીખે આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂૂ,1,08,78,458/- નું રોકાણ કરેલ હોય જે આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી કોન્ટ્રાકટ નહી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીએ રોકાણ કરેલ રૂૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ
ગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં માસૂમ દર્દને કારણે કણસી રહી હતી તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.
બાળકીની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજ્યા આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂૂર પડતાં તેને વધુ સારવાર માટે વડોદરાની જજૠ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ઉઢજઙ ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ
ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
શહેરમા આવેલા ભગવતીપરા વિસ્તારમા બે શખ્સોએ દારૂના નશામા યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
ભગવતીપરા વિસ્તારમા રહેતા ઇમરાન સલીમભાઇ સંગાધ (ઉ.વ. 3પ) પોતાના મિત્રને મોબાઇલ દેવા જતો હતો ત્યારે ઘર પાસે જ સાજન અને સાવન નામના બંને શખ્સોએ દારૂના નશામા ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. બીજા બનાવમા રૈયા ટેલીકોમ એક્ષચેંજ પાસે ગોપાલ ચોકમા નવનિર્મિત બિલ્ડીંગની સાઇટ પર બે શ્રમીક દારૂના નશામા બાખડયા હતા જેમા સાગર સુરજભાઇ બડીયા (ઉ.વ. ર8) ને ઇજા પહોંચતા બેશુધ્ધ હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
ડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’
રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ આવતા જ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરી રહી છે. તેમજ ગઇકાલે પોલીસ દ્વારા નોનવેજ અને ઇંડાની લારીઓ પર પણ પોલીસ દ્વારા ચેકીંગ કરવામા આવી રહયુ છે. ત્યારે ગઇકાલે ધોળે દિવસે બે દારૂડીયાઓ ડિલકસ ચોકમા આવેલી ઇઝી બેકરીની સામે જાહેરમા જ ધબધબાટી બોલાવી હતી. બંને એકબીજાને ઢીકાપાટુનો માર મારતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થતા બી ડીવીઝન પોલીસે બંનેને શોધવા તજવીજ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બિટકોઈનમાં તોફાની તેજી, પ્રથમ વખત કિંમત 1.05 લાખ ડોલરને પાર
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
ગુજરાત2 days ago
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
રાષ્ટ્રીય20 hours ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ