Connect with us

ગુજરાત

મોરબી તનિષ્કના ઉચાપત કેસમાં ચાર આરોપી પકડાયા, મહિલા ફરાર

Published

on

ગ્રાહકે આપેલા 1.56 કરોડ કંપનીમાં જમા ન કરી કૌભાંડ આચરેલ


મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂૂમમાં ફરજ બજાવતા મેનેજર, કર્મચારીઓ સહિતનાઓએ મળીને દાગીના ચાઉં કરી જઈને તેમજ ખોટી રીસીપ બનાવી કુલ રૂૂ 1.56 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે.


મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે શો રૂૂમના મેનેજર અને કર્મચારીઓએ ઘણા બધા ઘરેણાના રૂૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા.


આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ 08, સોનાના સેટ નંગ 11, બેન્ગ્લ્સ નંગ 18, ચેઈન નંગ 14, વીંટી નંગ 15, મંગલસૂત્ર 2 નંગ, પેન્ડલના સેટ નંગ 03 અને અધર નંગ 01 સહીત કુલ 73 નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂૂ 1,56,14,000 ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી હરિભાઈ ભટી, આશિષભાઈ, ઈરફાન વડગામા અને ધવલ પટની એમ ચારને ઝડપી લીધા છે તો મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાત

રાજકોટ અગ્નિકાંડના ચારેય આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Published

on

By

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર એકશનમાં આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના બાદ પોલીસે ગઈ કાલે (30મી મે) ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને આજે (31મી મે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા આજે કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના 12મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે,’આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. તેથી 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા મારી વિનંતી છે.’રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27ના મૃતદેહના DNA મેચ થતા, તે તમામ મૃતદેહને પરિવારજનોને​ સોંપવામાં આવ્યા હતાં

Continue Reading

ગુજરાત

TRP ગેમ ઝોનની તપાસમાં હવે ઇન્કમટેક્સની એન્ટ્રી, એક ધારાસભ્ય તરફ અંગુલીનિર્દેશ

Published

on

By

ગેરકાયદે ગેમ ઝોનનું ડિમોલિશન એક ધારાસભ્યએ અટકાવ્યાનો ઘટસ્ફોટ


રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે. ત્યારે આ તપાસમાં આગામી દિવસોમાં ઇન્કમટેક્સની પણ એન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ગેમ ઝોનમાં ફી પેટે ઓનલાઇન જે રકમ ઉઘરાવવામાં આવી હતી અને જે બેન્ક એકાઉન્ટમાં આ રકમ જમા થતી હતી તે બેન્ક એકાઉન્ટ બંધ કરીને કર્મચારીઓના નામે ડમી એકાઉન્ટ ઉભા કરી મોટી આવક ઉભી કરી લેવાતી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળ્યા બાદ આ અંગે ઇન્કમટેકસને પણ જાણ કરવામાં આવશે અને આ તપાસમાં હવે કરચોરી અંગે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરશે. બીજી તરફ આ મામલે એક ધારાસભ્ય સામે પણ અંગુલી નિર્દેશ થયો છે. આ ઘટના બાદ સતત પડદા પાછળ રહેતા અને જાહેરમાં નિવેદન કરવામાં ડરતા આ ધારાસભ્યોએ ગેમ ઝોનમાં અનેક વખત તંત્રને ભલામણ કરી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ તંત્ર અને મહાનગરપાલિકામાં ભલામણને આધારે એનઓસી વગર આ ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતું રહ્યું હોવાની ચોક્વનારી વિગતો સામે આવી રહી છે.


રાજકોટમાં ‘ડેથ ઝોન’ બનેલા ગેમ ઝોનના સંચાલકો યુવારજસિંહ હરિસિંહ સોંલકી તથા મેનેજર નીતીન જૈન તથા વેલ્ડીંગનું કામ સંભાળતા ટેક્નિક્લ મેનેજર રાહુલ લલીત રાઠોડ તેમજ યુવરાજસિંહના ભાગીદાર ધવલ ભરત ઠક્કર અને ગેમ ઝોન માટે જગ્યા આપનાર માલીક કિર્તીસિંહ ઉર્ફે કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ ઉપર તમામની પૂછપરછ ચાલુ છે. બીજી તરફ આ મામલે હજુ એક આરોપી અશોકસિંહ જાડેજા ફરાર છે. રિમાન્ડ ઉપર રહેલા તમામની પૂછપરછમાં મોટા ખુલ્લાશા થઇ રહ્યા છે.


ગેમ ઝોનની આવક અને અન્ય બાબતો ઉપર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ડમી એકાઉન્ટની વિગતો મળી છે. ગેમ ઝોનના સંચાલકોએ પોતાના કર્મચારીઓના નામે ડમી એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ગેમ ઝોનમાં આવતા લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ અલગ અલગ ખાતાઓમાં લેવામાં આવતુ હતુ. અમુક ખાતાઓની માર્યાદા જેટલી રકમ જમા થયા બાદ આ ખાતુ બંધ કરી બીજુ એકાઉન્ટ ખોલવામાં આવતુ હતું. જેથી આવકનો સાચુ આંક સામે ન આવે અને ઇન્કમટેક્સથી બચાવ માટે આ કિમીયો અપનાવવામાં આવ્યો હોવાનું સામે આવતા હવે આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગની પણ એન્ટ્રી થાય તેવી શક્યતા છે.

ઇન્કમટેક્સ વિભાગ આ કરચોરી બાબતે તપાસ કરશે.
ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં જવાબદારો સામે કાર્યવાહી થઇ રહી છે. ત્યારે આ ઘટના બાદ એક ધારાસભ્ય સામે પણ આ ગેમ ઝોનની મંજુરી બાબતની ભલામણ થઇ હોવાનું અંગુલી નિર્દેશ થઇ રહ્યો છે. આ ધારાસભ્ય દ્વારા ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ બાબતે મહાનગરપાલિકાને ડિમોલેશન નહીં કરવા ભલામણ કરી હતી. જો આ ગેમ ઝોનનું ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં ધારાસભ્યએ ભલામણ ન કરી હોત તો આ ઘટના બનતી અટકી શકી હોત. આ ઘટના બાદ ભલામણ ધારાસભ્ય પણ જાહેરમાં ઓછા દેખાયા છે. અને મિડીયા સમક્ષ નિવેદન આપવામાં પણ ચેહેરો છૂપાવી રહ્યા છે. જો આ અંગેની તપાસ થાય તો ધારાસભ્યનો અસલી ચેહેરો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

શેરબજારમાં નાણાં હારી જતા યુવાન વેપારીએ કરેલો આપઘાત

Published

on

By

શહેરના નાનામવા મેઈન રોડ પર પારીજાત રેસ્ટોરેન્ટ પાસે ફ્રેન્ડસ ટેક્નોલોજી નામની ઓફિસમાં પટેલ વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.આ બનાવની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો હતો.


આ વેપારીએ શેરબજારમાં નાણાં હારી જતા આ પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.બનાવની વધુ વિગતો મુજબ,મવડી ગામમાં કિશાનપાર્ક પાસે રહેતા અને નાનામવા સર્કલ પાસે દ્વારકેશ કોમ્પ્લેક્સમાં ફ્રેન્ડસ ટેક્નોલોજી નામની દુકાનમાં કોમ્પુટર એસેસરીઝનો વેપાર કરતા સંદીપભાઈ ઠાકરસિંહભાઈ રોકડ (ઉ.વ.32) એ પોતાની દુકાનમાં કેબલ વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.


આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ઠાકર અને રાઇટર અમિતભાઈએ ઘટના સ્થળે દોડી જઈને 108ને જાણ કરી હતી અને ઇએમટી પ્રિંકલબેન અને સ્ટાફે સંદીપને મૃતજાહેર કર્યો હતો.
ત્યારબાદ સંદીપભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે ગઈકાલે તેમના પરિવારજનો સંદીપભાઈને કોલ કરતા હતા ત્યારે તેઓ કોલ ઉપાડતા ન હોય જેથી ત્યાં પહોંચી તપાસ કરતા સંદીપભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. સંદીપભાઈના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

Continue Reading

Trending