Connect with us

ગુજરાત

ખંભાળિયા નજીક જીવંત વીજવાયરને અડી જતાં રેતી ભરેલા ટ્રકમાં આગ

Published

on

ખંભાળિયા નજીકના સલાયા વિસ્તારમાં ગુરુવારે સવારે રેતી ભરેલા એક ટ્રકમાં જીવંત વીજ વાયરના કારણે આગજની સર્જાઈ હતી. આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આજરોજ એક ટ્રકના ચાલકે પોતાના ટ્રક (ટોરસ)માં રહેલી રેતીને ખાલી કરવા માટે ટ્રક (ટોરસ)નું ઠાઠું ઊંચું કર્યું હતું. ત્યારે આ ટ્રકની ઉપરથી પસાર થઈ રહેલા જીવંત વીજ વાયરને આ ટ્રકનો ઉપરનો ભાગ અટકી ગયો હતો. જેના કારણે આ ટ્રકમાં જોરદાર આગ ભભૂકી ઊઠી હતી.આ બનાવ અંગેની જાણ સાબીરભાઈ સોઢા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના નરેશભાઈ ધ્રાંગુ, યોગેશભાઈ પાથર તેમજ ત્રણ ટ્રેઈની કર્મચારીઓ ફાયર ફાઈટર સાથે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગમાં ટ્રકને વ્યાપક નુકસાની થવા પામી હતી. પરંતુ મોટી જાનહાની થતા અટકી હતી.

ગુજરાત

મોડપર ગામના પાટિયા પાસે ક્રેન-કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત: 3 વ્યક્તિને ઈજા

Published

on

By

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે એક ઓટો રીક્ષા- કાર તેમજ ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા અને કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે, જ્યારે કાર અને રિક્ષામાં ભારે નુકસાન થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી જી.જે.10 -ટી.ઝેડ. 2611 નંબરની ઓટો રીક્ષા અને એક કારની સાથે ત્યાંથી જ પસાર થઈ રહેલી એક ક્રેઇન ટકરાઈ ગઈ હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારના આગળના ભાગનો તેમજ રિક્ષાનો ભૂકકો બોલી ગયો હતો, અને કાચ તૂટી ગયા હતા. ઉપરાંત કારમાં બેઠેલી એક વ્યક્તિ તથા રિક્ષામાં બેઠેલી બે વ્યક્તિ સહિત ત્રણને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે. અકસ્માત સર્જનાર ક્રેઇન નો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

Continue Reading

ગુજરાત

ચાઈનીઝ ગેંગ સાથે મળી હવાલા રેકેટ ચલાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના 13 શખ્સો ઝડપાયા

Published

on

By

છેતરપિંડીથી પડાવેલા રૂપિયા એક એકાઉન્ટ ભાડે રાખી વિદેશમાં હવાલાથી મોકલવાના રેકેટનો પર્દાફાશ


ચાઈનીઝ સાયબર માફિયા સાથે મળી છેતરપીંડીથી મેળવેલા રૂપિયા સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી આ રૂપિયા હવાલા મારફતે ક્રીપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી વિદેશ મોકલવાના રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કરી સૌરાષ્ટ્ર અન ેગુજરાતના 13 શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર રેકેટમાં આંગડિયા મારફતે હવાલાનું રેકેટ ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.


અમદાવાદ સાયબર ક્રાઈમે બાતમીના આધારે વિદેશી સાયબર ગેંગ સાથે મળી રેકેટ ચલાવનાર 13 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 1) ફૈઝાન અનવરહુસૈન શેખ(ઉ.વ. 22 રહે ગવલી મહોલ્લા, સદર બજાર કેમ્પ, એરપોર્ટ રોડ, અમદાવાદ), 2) રાજુ જગદીશભાઇ પરમાર (ઉ.વ. 24, આમ્રપાલી ફ્લેટ, બાપુનગર, મૂળ કોટડા-બનાસકાંઠા), 3) અમિત ધનજી પટેલ(ઉ. 35, મારૂૂતિ પ્લાઝા, કૃષ્ણનગર, મૂળ લખતર-સુરેન્દ્રનગર), 4) રાજુ પરષોત્તમ સાંખટ( 28, ગુ.હા.બોર્ડ, બાપુનગર, મૂળ ભાદરોડ, મહુવા-ભાવનગર), 5) દર્શન જગદીશ સેંજલિયા (ઉ.વ. 21, શ્રીનાથપાર્ક સોસાયટી, નિકોલ ગામ-અમદાવાદ), 6) રાજેશ સવજીભાઇ જાસોલિયા (ઉ.વ 41, જયશ્રીનગર, વટવા, મૂળ આંબલા-ભાવનગર), 7) વિકી શૈલેષભાઇ પટેલ (ઉમિયારો હાઉસ. સરદાર ચોક, કૃષ્ણનગર, મૂળ કોટડી-વિજાપુર), 8) દિલીપ સવજીભાઇ જાગાણી (ઉ.વ. 31 હરિકૃપા સોસાયટી, નિકોલ, મૂળ ગારિયાધાર), 9) કિશોર નાગજીભાઇ પટેલ (ઉ.વ 42, ઠક્કરનગર, મૂળ ખોડવદરી ગામ-ભાવનગર), 10) અલ્કેશ વિનુભાઇ પટેલ(ઉ.વ. 46, ઘનશ્યામ વિલા, સુકન ચોકડી-નરોડા), 11) દીપક ભાઇલાલભાઇ રાદડિયા (ઉવ. 47, રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર બોઘા), 12) દર્શિલ પરેશભાઇ શાહ (ઉ.વ 40, રહે. મંગલદીપ ફ્લેટ – સેટેલાઇટ), 13) કેતન એશોકભાઇ પટેલ (ઉ.વ 38, શ્યામસુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર મૂળ વિજાપુર)નો સમાવેશ થાય છે.


દેશના નાગરિકોના કરોડો રૂૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ થઇને ચાઇના પહોંચી રહ્યા છે. પોલીસે તેમને ઝડપી લઇને વધુ તપાસ શરૂૂ કરી છે. આ તો એક ટૂકડીની વાત થઇ, આવી તો સંખ્યાંબંધ ગેંગ અમદાવાદ અને ગુજરાતમાં સક્રિય છે. જે જરૂૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઇને તેમાં આવા કાંડ કરી રહ્યા છે. જોકે, તેમને બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે ચોક્કસ કમિશન મળી જતું હોય છે.


આ ગેંગ ચાઇનીઝ ગેંગ જે રૂૂપિયા ખંડણી પેટે ઉઘરાવે તેના ટ્રાન્જેક્શન માટે ખાતા ભાડે આપવાની જ કામગીરી કરી રહી છે. આ ગઠિયાઓએ સોફ્ટવેર કંપનીના નામે શહેરના કૃષ્ણનગર, વિજય ચાર રસ્તા નજીક મારૂૂતિ પ્લાઝામાં બે ઓફિસ ભાડે રાખીને કાંડ શરૂૂ કર્યો હતો. ઓફિસમાં રિસેપ્સનીસ્ટ તરીકે બે યુવતી પણ કામ કરતી હતી. જોકે, તેમને આ દેશ વિરોધી પ્રવૃતિ અંગે જાણ હતી કે કેમ તે તપાસનો વિષય છે.


પોલીસે કેતન, દિલીપ, દીપક તથા દર્શિલને ઝડપી લીધા છે. જ્યારે તેમનો એક મહત્વનો સાગરીત ચિંતન ભગત ભાગી ગયો છે. આ લોકોની તપાસમાં આવી વિગતો સામે આવી છે કે, દીપક છેલ્લા એક વર્ષથી આવા એકાઉન્ટ માટે કામ કરી રહ્યો છે. તેણે 200 એકાઉન્ટ જુદા જુદા ગઠિયાઓને પ્રોવાઇડ કર્યા છે. જ્યારે દિલીપ જાગાણીએ 3 મહિનામાં 40 એકાઉન્ટ પ્રોવાઇડ કર્યા હતા. પોલીસને મેળેલા 106 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. જે એકાઉન્ટમાં ફ્રોડના રૂૂપિયા ટ્રાન્સફર થઇ હોવાની 135 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે દિલીપે પ્રોવાઇડ કરેલા એકાઉન્ટમાં આઠ કરોડ રૂૂપિયાની અને દીપકે પ્રોવાઇડ કરેલા એકાઉન્ટમાં 10 કરોડની એન્ટ્રીઓ પડી છે.


કેતન પટેલે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પહેલાં એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. તે ક્રિપ્ટો કરન્સીના રવાડે ચઢી ગયો હતો. કેતન તેના એક કેન્યાના મિત્ર મારફતે ચાઇનીઝ ગઠિયાઓના સંપર્કમાં આવ્યો હતો. કેન્યાનો જોહનસ પણ આવા જ કાંડ કરે છે. ચાઇનીઝ લોકોના સંપર્કમાં આવ્યા બાદ કેતન તેમની જરૂૂરિયાત મુજબ બેંક એકાઉન્ટ તેમને પ્રોવાઇડ કરતો હતો. સાયબર ક્રાઈમની ટીમે 30 પાસબુક, 39 ચેકબુક, 59 એટીએમ કાર્ડ, 9 સીમકાર્ડ, 5 એકાઉન્ટ માટેના ફોર્મ, 5 બેંક ડિપોઝિટ માટેની સ્લીપ, 1 નોટો ગણવાનું મશીન, 1 ફિંગર પ્રિન્ટ સ્ક્રેનર મશીન, 2 રબર સ્ટેમ્પ, 4 હિસાબ માટેના ચોપડા, 30 મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.

Continue Reading

ગુજરાત

સિટી ઈજનેરને ધમકી આપી એક લાખની ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાયો

Published

on

By

પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી: મહાનગરપાલિકાની કચેરીમાં પણ આરોપીને લઈને પોલીસે પંચનામુ કર્યું


જામનગર મહાનગર પાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાની ને તેની કચેરીમાં જ ફાઈલ મંજૂર કરાવવાના પ્રશ્ને દબાણ કરી ધાકધમકી આપવા અંગે તેમ જ રૂૂપિયા એક લાખની ખંડણી માંગવા અંગે પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસમાં ગત 28મી માર્ચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રકરણમાં ગઈકાલે પોલીસે આરોપી દીપુ પારિયાની અટકાયત કરી લીધી છે.


પોતે પૂર્વ કોર્પોરેટ હોવાથી તેમજ હાલ તેના પત્ની વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સમજુ બેન પારિયાના પતિ હોવાથી કચેરીમાં અવારનવાર આવતો હતો અને કેટલીક ફાઈલો મંજૂર કરાવવા માટે દબાણ કરી અને દર મહિને એક લાખ ની ખંડણી આપવી પડશે તેવી માંગણી કરી હતી.


જે સમગ્ર પ્રકરણ કમિશનરના ધ્યાનમાં આવ્યું હતું, અને આ બનાવ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, અને તેણે જામનગર ની અદાલત અને ગુજરાતની વડી અદાલત સુધી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. આખરે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે.


દરમિયાન આજે તેને રિમાન્ડ ની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો, અને પોલીસે બનાવના સ્થળે સીટી ઈજનેરની કચેરી સહિતના વિભાગની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. આ ધરપકડને લઈને જામનગર મહાનગર પાલિકાના વર્તુળમાં ચકચાર જાગી છે.

પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા ખંડણી કેસમાં જામીન પર મુક્ત

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા, જેમના પર સીટી ઈજનેર અને પૂર્વ ડીએમસી ભાવેશ નટવરલાલ જાની દ્વારા ખંડણી અને ફરજમાં રૂૂકાવટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેમને ગુરુવારે નામ.ચીફ કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. આરોપી દીપુ પારીયાએ 3 મહિના સુધી પોલીસથી નાસી છુપાઈ રહ્યા હતા, પરંતુ 11 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમને રીમાન્ડ પર લેવાની માંગ કરી હતી, પરંતુ નામ.અદાલતે તેમની માંગણી રદ કરી દીધી હતી. આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા અને નિતેશ જી.મુછડીયાએ રજૂઆત કરી હતી કે આરોપીએ કોઈ ખંડણી માંગી નથી કે ન તો ફરજમાં રૂૂકાવટ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે આરોપી રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અને તેમની પત્ની હાલમાં કોર્પોરેટર છે. નામ.ચીફ કોર્ટે આરોપી પક્ષની દલીલોને ધ્યાનમાં લીધી અને દીપુ પારીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ કેસ ઘણી ચર્ચાસ્પદ બન્યો હતો, કારણ કે તેમાં એક રાજકીય નેતાનો સમાવેશ થાય છે. આ કેસનો આગળ શું થશે તે જોવાનું બાકી છે.

Continue Reading

Trending