Connect with us

પોરબંદર

પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત

Published

on

પોરબંદરના ખાપરખાડા વિસ્તારમાં રહેતા આધેડ રોકડિયા હનુમાન હાઇવે ઉપર આવેલી શિવ સોસાયટીની બાજુમાં ગેરેજમાં હતા ત્યારે અકસ્માતે ભભૂકી ઊઠેલી આગમાં વૃદ્ધ ગંભીર રીતે દાજી ગયા હતા ગંભીર રીતે દાજી ગયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે આગમાં એક બાઈક પણ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના ખાપરખાડા વિસ્તારમાં રહેતા કાલિદાસ સીતારામભાઈ પેંડાગડી નામના 70 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સાંજના સાડા પાંચેક વાગ્યાના આસામમાં રોકડિયા હનુમાન હાઇવે ઉપર આવેલી શિવ સોસાયટીની બાજુમાં પોતાના ગેરેજે હતા ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી હતી આગમાં વૃદ્ધ ગંભીર રીતે દાજી ગયા હતા વૃદ્ધ તાત્કાલિક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતા હતા ત્યારે વૃદ્ધનું રસ્તામાં જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે.પ્રાથમિક પૂછપરછમાં ગેરેજમાં અચાનક ભભૂકી ઉઠેલી આગમાં પથારીવસ કાલિદાસ પેડાગડીનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું અને એક બાઈક પણ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

પોરબંદરમાં નામચીન બૂટલેગરની ઘાતકી હત્યા

Published

on

By

દારૂના ધંધાનો ખાર રાખી 13 શખ્સો હથિયાર લઇ તૂટી પડ્યાં : ભારતીય ન્યાય સંહિતાની નવી ક્લમ 111 (સંગઠિત ગેંગ) હેઠળ નોંધાતો ગુનો


પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેમ જિલ્લા પોલીસવડાની કચેરીની નજીક જ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસની સામે ઉભા ઉભા જોઈ શકાય તેટલા અંતરે એક નામચીન બુટલેગરની શનિવારે રાત્રે કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી અને આ બનાવમાં દારૃના ધંધાની અદાવત અને હરીફાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં 13 ઇસમો સામે એફઆઇઆર નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સામે પક્ષે પણ એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોરબંદરના ખારવાવાડમાં આવેલા હોળી ચકલામાં રહેતા દિપક નાથાલાલ ખોરાવા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી મૂળજીભાઈ મોતીવરસ 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા, જેથી ભાણેજ સાગર મામા દીપકભાઈની સાથે જ રહેતો હતો. જે તાજેતરમાં કેદારનાથ દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી શનિવારે જ પરત આવ્યો હતો. શનિવારે સાગરે તેના મામા દીપકભાઈને એવું જણાવ્યું હતું કે તેના મિત્ર પીન્ટુના લગ્નની સાંજી બિરલા હોલ પાસે આવેલી ધોબી સમાજની વાડીમાં છે એટલે ત્યાં જાય છે તેમ કહીને ગયો હતો અને ત્યારબાદ મામા ગામમાં ગયા હતા.


બાદમાં સાગર તેના કોઈ મિત્રોની કાર લઈને એકલો મોડી રાત્રે 12.30 વાગ્યે જિલ્લા પોલીસવડાની ઓફિસ પાસે આવેલા નવા ફુવારા પાસે હતો ત્યારે ઝૂરીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર બોલાચાલી કરીને ત્યાંથી દોડીને કોઈને ફોન કરતો કરતો જતો રહ્યો હતો. ત્યારબાદ ત્રણ મોપેડ તથા એક મોટરસાયકલમાં 13 જેટલા માથાભારે સખ્શો આવી પહોંચ્યા હતા. જેમાં રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા, કેવલ મસાણી, કેનિક શેરાજી, અનિલ ધનજી વાંદરિયા, ખુશાલ વિનોદ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકાઢિક, કુશ કિરીટ જુંગી,ચેતન ધનજી વાંદરિયા, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર, યશ અશોક પાંજરી, આકાશ મનસુખ ગોહેલ અને આશિષ ઉર્ફે ટકો વગેરે આવી પહોંચ્યા હતા અને માથાકૂટ ચાલુ કરી હતી.


આ દરમિયાન મામા દીપકભાઈ ખોરાવા પણ ત્યાં પહોંચી ગયા હતા. જે દરમિયાન 3 ઇસમોએ છરીઓ કાઢીને હુમલો કર્યો હતો. જેથી સાગરે પણ સ્વબચાવ માટે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. પરંતુ સામે 13 શખ્સો હતા, જેમણે સાગરને છરીનાં ઘા ઝીંકી દેવા ઉપરાંત પથ્થર અને ઢીંકાપાટુંનાં ઘા માર્યા હતા. તેથી ડરી જઈને મામા દીપકભાઈ ત્યાં ગયા ન હતા અને દૂર ઊભીને જોતા હતા. થોડા સમય પછી સાગરની રાડારાડીનો અવાજ બંધ થતા બધા જ યુવાનો ગાળો બોલતા બોલતા તેમના વાહનમાં નીકળી ગયા હતા. આ મારામારીમાં હુમલાખોર આકાશ મનસુખ ગોહેલને પણ ઈજા થઈ હોવાથી હાથમાં લોહી નીકળતું હતું. આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાદમાં સાગરને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તપાસ કરતા સાત જેટલા છરીના ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી થઈ હતી.


બનાવમાં હત્યાનું કારણ એવું જણાવ્યું છે કે સાગર મોતીવરસ ને અગાઉ ખુશાલ વિનોદ જુંગી તથા આકાશ મનસુખ ગોહેલ સાથે મારામારી અને ઝઘડા થયા હતા. એ જ રીતે પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર સાથે ગતરાત્રે ઝઘડો થયો હતો. તેનું મન દુ:ખ રાખીને આ હત્યા થઈ છે. આ બનાવમાં આરોપીઓ પૈકી એક આરોપી ખુશાલ વિનોદ જુંગી એ શહેરની નામચીન મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીનો પુત્ર છે અને અન્ય યુવાનો પૈકી ઘણા યુવાનો ખુશાલની સાથે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ક્લમ 111 (સંગઠીત ગેંગ) હેઠળ ગુનો નોંધ્યો હતો.

Continue Reading

ગુજરાત

જામનગર, ઓખા અને પોરબંદરથી ભાવનગર માટે આવતિકાલે સ્પેશિયલ ટ્રેન એક-એક ટ્રીપ મારશે

Published

on

By

ત્રણ જોડીના સંચાલનથી ટ્રાફિક હળવો થશે


મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 14 જુલાઈથી 19 જુલાઈ, 2024 દરમિયાન જામનગર-ભાવનગર, ઓખા-ભાવનગર અને પોરબંદર-ભાવનગર વચ્ચે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો (અનરિજર્વ્ડ) ની એક-એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે.


1) ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર સ્પેશિયલ જામનગર થી 14.07.2024 ના રોજ 2.00 કલાકે ઉપડશે, રાજકોટ 04.00 કલાકે અને ભાવનગર ટર્મિનસ 10.30 કલાકે પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 14.07.2024 ના રોજ 18.00 કલાકે ઉપડશે, બીજા દિવસે 02.05 કલાકે રાજકોટ અને 06.15 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ધસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
2) ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર સ્પેશિયલ ઓખા થી 15.07.2024 ના રોજ 23.20 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ અને 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 16.07.2024 ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.30 કલાકે રાજકોટ પહોંચશે અને 07.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે..


3) ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર સ્પેશિયલ પોરબંદર થી 18.07.2024 ના રોજ 23.00 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ પહોંચશે અને 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 19.07.2024 ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.30 કલાકે રાજકોટ અને 06.50 કલાકે પોરબંદર પહોંચશે. રૂૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

Continue Reading

ગુજરાત

પાણીપૂરી અને ઈડલી ખાધા બાદ 17 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ

Published

on

By

પોરબંદરના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલી સરકારી શાળામાં ગત રાત્રિના પાણીપુરી અને ઇડલી ખાધા બાદ 21 જેટલી છાત્રાઓને ફુડ પોઈઝનિંગ થતાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને તમામને સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.


રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવલી કસ્તુરબા ક્ધયા છાત્રાલયામાં ગઇકાલે મંગળવારની રાત્રિના વિદ્યાર્થિનીઓને જમવામાં પાણીપુરી અને ઇડલી આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે સવારે 21 જેટલી છાત્રાઓને પેટામાં દુ:ખાવો અને ગાળામાં બળતરા શરૂૂ થતાં શાળાના સંચાલકોએ તુરત જ આ વિદ્યાર્થિનીઓને સારવાર માટે રાણવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયાં ફરજ પરના તબીબોએ તુરંત જ સારવાર આપી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વધારે અસર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ તમામ વિદ્યાર્થિનીઓ ભયમુક્ત હોવાનુ તબીબે જણાવ્યું હતું. શાળાના સંચલાકોના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સારી છે અને તે પરત છાત્રાલય ખાતે આવી છે આથી વાલીઓ ચિંતા ન કરે આ બનાવને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

Continue Reading

Trending