Connect with us

અમરેલી

અમરેલીના વડેરા ગામે ઘોડિયું તૂટતાં નીચે પટકાયેલા બે માસના માસૂમનું મોત

Published

on

અમરેલીના વડેરા ગામ ખાતે મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ ઘોડીયામાં સુતો હતો ત્યારે અકસ્માતે ઘોટીયુ તુટી પડતાં માસુમ બાળક નીચે પટકાયો હતો.


ગંભીર રીતે ઘવાયેલા માસુમનું સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલી તાલુકાના વડેરા ગામે રહેતા શ્રમિક પરિવારનો પ્રદીપ શૈલેષભાઈ નેહડા નામનો બે વર્ષનો માસુમ ઘોડીયામાં સુતો હતો ત્યારે અકસ્માતે ઘોડીયુ તુટી પડતાં માસુમ બાળક નીચે પટકાયો હતો.


નીચે પટકાયેલા માસુમનું માથુ સીમેન્ટના રોડ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી.માસુમ બાળકનું તાત્કાલીક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રદીપ નેહડાનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને વડેરા ગામે મજુરી કામ અર્થે આવ્યો છે. મૃતક પ્રદીપ નેહડા તેના માતા પિતાને એકનો એક પુત્ર હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી

લાઠીના શેખ પીપરિયામાં ચાર વર્ષની દીકરીને લઇ નશામાં ધૂત પિતાએ કૂવા ઝંપલાવ્યું, બાળકીનું મોત

Published

on

By


લાઠી તાલુકાના શેખપીપરીયા ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરતા મધ્યપ્રદેશના એક યુવાને ખુદ પોતાની જ ચાર વર્ષની પુત્રીને કુવામાં ફેંકી દેતા તેનું મોત થયું હતું. આ યુવાને પણ કુવામાં ઝંપલાવ્યું હતું. પરંતુ તે બચી ગયો હતો. બાળકીની માતાએ તેમના પતિ સામે લાઠી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.


મુળ મધ્યપ્રદેશના નાથવેલમાં રહેતા અને હાલ શેખપીપરીયામાં મંજુરી કામ કરતા ટીમાબેન બબલુ ભુરીયાએ લાઠી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પતિ બબલુ ભુરસીંગ ભુરીયા તેમના બાળકોને વારંવાર મારતો હતો. ત્યારે ગુરૂૂવારે ટીમાબેન શેખપીપરીયામાં મનુભાઈ ખોડાભાઈ જોગાણીની વાડીએ કપાસ વિણવાનું કામ કરતા હતા. બાળકો વાડીએ બળદ ગાડામાં રમતા હતા. ત્યારે સાંજના 6:30 કલાકે બબલુ ભુરસીંગ ભુરીયા ત્યા આવ્યો હતો અને પોતાની દિકરી નંદુ (ઉ.વ.4)ને પાણી ભરેલી ડોલ મોંના ભાગે મારી દીધી હતી. જેના કારણે બાળકીને મુંઢ ઈજા પહોંચી હતી.


ચા વર્ષની બાળકીએ રાડા-રાડ કરતા ટીમાબેન તેમની દિકરીને જોવા માટે દોડી ગયા હતા. ત્યારે બબલુ ભુરસીંગ ભુરીયાએ તેમની ચાર વર્ષિય બાળકી નંદુને પાણી ભરેલા કુવામાં ફેંકી દીધી હતી. આ ઘટના બાદ બબલુ ભુરીયાએ પણ કૂવામાં ઝમ્પલાવ્યું હતું. જો કે તેને તરતા આવડતું હતું અને તે તરીને બહાર આવી ગયો હતો. જ્યારે બાળકી ડૂબી જતા મોત નિપજ્યું હતું. સ્થાનકિ પોલીસ અહીં દોડી આવી હતી. અહીં કુવામાંથી બાળકીની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના દરમિયાન હત્યારો પિતા નશામાં ધુત હોવાનું કહેવાય છે.

Continue Reading

અમરેલી

લાઠીના માલવિયા પીપરિયા ગામે પરિણીતા સાથેના આડાસબંધમાં યુવાનની ક્રુર હત્યા

Published

on

By


લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે પરણિતા સાથે આડો સંબંધ રાખવા મુદ્દે બે પક્ષ વચ્ચે તલવાર અને કડા વડે મારામારી થતા એક યુવકનું મોત થયું હતું. જયારે બે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.


હત્યાની આ ઘટના માલવીયા પીપરીયામાં ગઇ સાંજે પીપરીયા-વરસડા રોડ પર બની હતી. જ્યાં ગૌતમ ઘનશ્યામ મકવાણા અને તેના પિતા ઘનશ્યામ અરજણ મકવાણાએ તલવાર વડે કરેલા હુમલામા સાંગાભાઇ ધનાભાઇ ગમારા (ઉ.વ.33) નામના યુવકનુ મોત થયુ હતુ. બનાવ અંગે સાંગાભાઇના મોટાભાઇ વિરમભાઇ ધનાભાઇ ગમારાએ આ અંગે લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પત્ની સાથે ગૌતમને પ્રેમ સંબંધ હતો. જેના કારણે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. ગઇકાલે વિરમભાઇની પત્ની વરસડા ગામે ગઇ હતી. ત્યારે સાંગાભાઇ તેને તેડવા ગયા હતા. આ સમયે રસ્તામા ગૌતમ અને તેના પિતા ઘનશ્યામ તલવાર લઇને ઉભા હતા. મારામારી થતા વિરમભાઇ પણ અહી દોડી ગયા હતા.


ગૌતમે સાંગાભાઇ અને વિરમભાઇ એમ બંને ભાઇઓને છાતીમા તલવારનો ઘા મારી દીધો હતો. સામા પક્ષે ગૌતમ ઘનશ્યામ મકવાણા પર વિરમ અને સાંગાએ હાથમા પહેરેલા કડા વડે હુમલો કરી માથામા ગંભીર ઇજા પહોંચાડી હતી.


બંને પક્ષે ઘવાયેલા ત્રણેયને સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયાં સાંગાભાઇની હાલત વધુ ગંભીર હોય તેમને ભાવનગર હોસ્પિટલમા રીફર કરવામા આવ્યા હતા. પરંતુ તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે પોલીસે હત્યામા સંડોવાયેલા ઘનશ્યામ અરજણ મકવાણાની હાલમા અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે જુની બારપટોળીમા પણ યુવક અને પરિણિતાના આડા સંબંધની ઘટનામા એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો.


પખવાડીયા પહેલા પણ માથાકુટ થઈ હતી વિરમ ગમારાએ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પત્નીને ગૌતમ સાથે પ્રેમસંબંધ હોય દોઢેક વર્ષ પહેલા પણ બંને પક્ષે માથાકુટ થઇ હતી અને પંદર દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો. પરંતુ તે વખતે કોઇ ફરિયાદ કરાઇ ન હતી.

Continue Reading

અમરેલી

વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામમાં બે વિદ્યાર્થીને શિક્ષકોએ મારતા હોબાળો

Published

on

By

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના ઢૂંઢિયાપીપળીયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો ના આંતર કલાહ અને સરપંચ ની જાતિવાદી માનસિકતા ના કારણે પ્રાથમિક શિક્ષણ નુ કદ કથળતા બે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ આ શાળામાં અનુ. જાતિ અને બક્ષીપંચ જાતિના બાળકો જ અભ્યાસ કરે છે તે સિવાય ના અન્ય જાતિના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા સરપંચ લાલજી વાવલિયા ને શાળામાં પોતાની જ્ઞાતિના બાળકો અભ્યાસ કરતા ના હોવાથી તેને કોઈ રસ ના હોવાથી અહીંનું શિક્ષણ નુ સ્તર સતત કથડ્યું છે. તો બીજી બાજુ સરપંચ અને રાજકીય સપોર્ટ ધરાવતા શિક્ષકોને પણ શાળામાં ટાઈમપાસ અને પગાર માં જ રસ હોય તેમ ધોરણ છ સુધીના બાળકો ને વાંચતા લખતા પણ આવડતું ના હોવાની ઘટનાઓ સામે આવી છે.

હાલ આ શાળામાં છમાસિક પરીક્ષા ચાલતી હોય ત્યારે શાળામાં બાળકો પરીક્ષા આપતા હતા અને નોકરી કરતા શિક્ષકો ચાલુ પરીક્ષાએ ભોજન કરવા અલગ રૂૂમ માં જતા બાળકો ભગવાન ભરોશે પરીક્ષા આપતા હોવાથી અવાજ થતા આચાર્ય દ્વારા તપાસ કરવામાં આવતા આ શિક્ષકો સાથે મળીને આચાર્ય ને ધમકાવતા આચાર્ય શાળા બહાર જઈ વાલીઓને જાણ કરતા આ શાળામાં અભ્યાસ કરતા બાળકો ના વાલીઓ એ બાળકોને પૂછતા શાળાના શિક્ષકોએ આ બાબતે બે બાળકોને ઢીંકા નો માર માર્યો હતો તેવુ જણાવ્યું હતુ ત્યારે વાલીઓ પણ એકત્રિત થતા તમામ વાલિઓએ શાળામાં કોઈ શિક્ષકો ભણાવતા ના હોય શાળામાં શિક્ષણનું સ્તર કથડ્યું હોય તેથી ગરીબ બાળકોના ઉજવ્વળ ભવિષ્યની ચિંતા કરી અહીં નોકરી કરતા આચાર્ય સિવાય ના તમામ શિક્ષકો ની અન્ય જગ્યાએ બદલી કરવા અને શાળામાં શિક્ષણનુ સ્તર સુધારવા જિલ્લા શિક્ષણ અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે માંગણી કરાઈ હતી.

આ બાબતે ગામના સરપંચનો સંપર્ક કરતા તેને આ બાબતે કોઈ રસ ના હોય તેને કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતુ ત્યારે પોતાના ગામની સરકારી પ્રાથમિક શાળાની કાથડતી સ્થિતિ બાબતે સરપંચ જાતિવાદી માનસિકતા ધરાવતા હોય તેને ફક્ત સરકારી કામમા પૈસા બનાવવા માં જ રસ હોય તેથી આ સરપંચ ના કાર્યકાળ માં થયેલા વિકાસ કાર્યો માં પણ ભ્રસ્ટાચાર ની બદબુ લોકમુખે સંભળાતી હોવાથી જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તટસ્થ તપાસ કરે તેવી માંગણી પણ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગામની સરકારી શાળાની કથડતી સ્થિતિ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ નક્કર પગલા લે છે કે પછી ભિનું સંકેલી સબ સલામત ના ગાણા ગાય છે તેતો આવનારો સમય જ બતાવશે.

Continue Reading
ક્રાઇમ1 day ago

રાજકોટના સિક્યુરિટી ગાર્ડ અને ભાવનગરના રિક્ષા ચાલકને નામે 246 બોગસ કંપનીઓ ખોલી રૂ. 8000 કરોડ ના GST ચોરી કૌભાંડનો પર્દાફાશ.

ક્રાઇમ1 day ago

નકલી EDની રેડ દરમિયાન અસલી ED પહોંચી, જાણો 5 કરોડ રૂપિયાનું શું થયું?

રાષ્ટ્રીય1 day ago

ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ અંગે IT મંત્રાલયની એડવાઈઝરી, સોશિયલ પ્લેટફોર્મ પાસેથી માંગી મદદ

રાષ્ટ્રીય1 day ago

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક યુવકે ઓનલાઇન ગેમમાં 4 વર્ષમાં 18 લાખ રૂપિયા ગુમાવ્યા,જાણો સમગ્ર ઘટના

લાઇફસ્ટાઇલ1 day ago

ક્વૉલિટી ટેસ્ટમાં ફેલ થઇ વિટામિન D3-કેલ્શિયમ સહિત આ 49 દવાઓ, શું તમે તો યૂઝ નથી કરતાં ને!

Sports1 day ago

ટીમ ઈન્ડિયાનું શાસન ખતમ!! 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યું ભારત, ન્યુઝીલેન્ડે પુણે ટેસ્ટ 3 દિવસમાં જીતી

મનોરંજન1 day ago

વિદ્યા બાલનનાં પગલાં પડ્યાં પછી પણ અટક્યા નહીં, ઈજા છતાં ઉઘાડપગે સમગ્ર ઈવેન્ટમાં આપી હાજરી

ગુજરાત1 day ago

ગોંડલમાં ચેકિંગમાં ઊભેલા કોન્સ્ટેબલને કાર નીચે કચડવાનો બૂટલેગરનો પ્રયાસ

ગુજરાત1 day ago

રેલનગરમાં માસીના ઘરે દિવાળી કરવા આવેલા 14 વર્ષીય તરૂણનું ડેન્ગ્યુથી મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓ રસ્તા પર, 8 માગણીઓ

ક્રાઇમ1 day ago

રાજકોટના સિક્યુરિટી ગાર્ડ અને ભાવનગરના રિક્ષા ચાલકને નામે 246 બોગસ કંપનીઓ ખોલી રૂ. 8000 કરોડ ના GST ચોરી કૌભાંડનો પર્દાફાશ.

આંતરરાષ્ટ્રીય2 days ago

મુકેશ અંબાણીએ Jio યુઝર્સને આપી દિવાળીની ભેટ, મળી રહ્યો છે 3350 રૂપિયાનો મફત લાભ

ક્રાઇમ1 day ago

નકલી EDની રેડ દરમિયાન અસલી ED પહોંચી, જાણો 5 કરોડ રૂપિયાનું શું થયું?

ગુજરાત1 day ago

દિવાળીના તહેવારોમાં PGVCL સ્ટેન્ડ બાય, ફોલ્ટ સેન્ટરોના નંબર જાહેર

ગુજરાત1 day ago

રેલનગરમાં માસીના ઘરે દિવાળી કરવા આવેલા 14 વર્ષીય તરૂણનું ડેન્ગ્યુથી મોત

ગુજરાત1 day ago

રાજકોટના ગારીડા ગામની વાડીમાં અજગરનું રેસ્કયુ

ગુજરાત1 day ago

ડોક્ટર, ઇજનેર સહિત 37 નવયુવાન પાર્ષદોએ લીધી ભાગવતી દીક્ષા

Sports1 day ago

ટીમ ઈન્ડિયાનું શાસન ખતમ!! 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યું ભારત, ન્યુઝીલેન્ડે પુણે ટેસ્ટ 3 દિવસમાં જીતી

મનોરંજન1 day ago

વિદ્યા બાલનનાં પગલાં પડ્યાં પછી પણ અટક્યા નહીં, ઈજા છતાં ઉઘાડપગે સમગ્ર ઈવેન્ટમાં આપી હાજરી

ગુજરાત1 day ago

સરકારી આવાસ ખાલી કરો… ગેનીબેન ઠાકોર અને ભૂપત ભાયાણીને નોટિસ

Trending