Connect with us

રાષ્ટ્રીય

પંખીઓની કલાકૃતિ દ્વારા નિજાનંદના આકાશમાં ઉડાન

Published

on

શીલાબા રાણાએ અત્યાર સુધીમાં ચકલી,નવરંગો, ફ્લોરિકન,ફ્લેમિંગો,પેલિકન જેવા અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચરમાં આબેહૂબ ઉતાર્યા છે

શીલાબા રાણા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવાનો પ્રયત્ન કર્યો નથી

વાઇલ્ડ લાઇફની દુનિયા અલગ છે, જેમાં જંગલ, ઝાડ, જનાવર અને જમીનનું જતન કરવા અનેક લોકો કટિબદ્ધ છે. આ માટે ઓફિસરથી લઈને નાનામાં નાના કર્મચારી ખૂબ મહેનત કરતા હોય છે. વાઇલ્ડ લાઇફમાં અનેક પ્રકારના રિસર્ચ અને અભ્યાસ કરવામાં આવતા હોય છે આવા સમયે પંખી અને પ્રાણીની આકૃતિના ડમીનો સહારો લેવામાં આવે છે. વાત છે વેળાવદર નેશનલ પાર્કની, જ્યાં ફ્લોરિકન બર્ડ માટે અભ્યાસ કરવાનો હતો. તેના નિષ્ણાત વ્યક્તિઓ આ બર્ડનું ડમી કપડાંમાંથી બનાવવાની કોશિશ કરતા હતા પરંતુ સફળતા મળતી નહોતી. એ સમયે એક ઓફિસરના કલાકાર પત્નીએ પોતાની કલા અને સૂઝ, બૂઝ કામે લગાવીને કાગળના માવામાંથી આબેહૂબ ફલોરિકન બનાવ્યું જે જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.આ ડમી (એટલે કે જીવંત પંખી કે પશુ જેવી જ આકૃતિ) બનાવનાર ઓફિસરના પત્ની એટલે શીલાબા રાણા.

જેઓને કલા ઈશ્વરના આશીર્વાદરૂપે મળી છે. ક્યાંય પણ શીખ્યા વગર પ્રોફેશનલ આટિસ્ટને પણ ટક્કર મારે તેવી એકથી એક ચડિયાતી કૃતિઓ બનાવે છે.


શીલાબાના પતિ વિશ્વદીપ સિંહ રાણા 1985માં સ્ટેટ ફોરેસ્ટ સર્વિસમાં દાખલ થયા અને ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે 2023માં રિટાયર થયાં તે દરમિયાન વેળાવદર, ગીર, ધાંગધ્રા, ધારી, ગાંધીનગર, સક્કરબાગ ઝૂ જૂનાગઢ વગેરે જુદા જુદા સ્થળોએ ફરજ બજાવવાનું થયું. ફોરેસ્ટ વિભાગમાં ફરજ દરમિયાન ઘણાં સ્થળો એવા હોય છે કે જ્યાં સુવિધાનો અભાવ હોય, એકાંત સ્થળ હોય,નવી જગ્યા હોય પરંતુ આ બધા વચ્ચે પણ શીલાબાએ પોતાનો શોખ જાળવી રાખ્યો.લાકડું,કાગળનો માવો, માટી, કેનવાસ, કલર વગેરે જ્યાં જે વસ્તુ પ્રાપ્ય હોય તેના દ્વારા તેઓ કલાકૃતિ બનાવતા.કેનવાસ પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ ઉપરાંત ક્રોશિયો, ભરત ગૂંથણ વગેરેમાં પણ તેઓ માહિર છે આમ છતાં પંખીઓ પ્રત્યે તેઓને અલગ લગાવ છે.અત્યાર સુધીમાં તેઓએ ચકલી, નવરંગો, ફ્લોરિકન, ફ્લેમિંગો, પેલિકન વગેરે અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચર દ્વારા આબેહૂબ બનાવ્યા છે.


પોતાની કલા બાબત જણાવે છે કે, ‘પિતાજી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવાથી લગ્ન પહેલાં પણ અનેક જગ્યાએ ફરવાનું બનતું. નાનપણમાં રંગોળી ખૂબ સરસ બનાવતી પરંતુ ત્યારે આ કલાની આવડત પોતાનામાં છે એ ખ્યાલ નહોતો.


પરંતુ લગ્ન પછી આ યાત્રા શરૂૂ થઈ. જે કંઈ નવું જોવા મળે તે શીખવાનો પ્રયત્ન કરતી. કોઈ મિત્રો ,સગા,સંબંધીને કોઈપણ કલાકૃતિ ગમે તો તરત જ તે ભેટમાં આપી દેતી તેઓ જે પ્રશંસાના શબ્દો કહેતા તે જ મારે મન અમૂલ્ય હતા.’ મોટાભાગે જંગલ વિસ્તારમાં વસવાટ કરવાનો હોવાથી પંખી, પ્રાણીઓ અને કુદરત સાથે એક લગાવ પણ હતો આ ઉપરાંત દરેકને નજીકથી જોવાનો અવલોકન કરવાનો અનુભવ પણ હતો અને એટલે જ ડમી તૈયાર કરતી વખતે પંખીની આંખોમાં ઝીણું લાલ ટપકું હોય કે પછી પીંછાઓમાં જોવા મળતી લાલ, જાંબલી કે પીળાશ પડતી ઝાંય હોય કે પછી સિંહની કેશવાળી હોય દરેકને તેઓ બખૂબી પોતાની કૃતિમાં ઉતારતા. આવી જ એક ઘટના યાદ કરતા તેમના પતિ વિશ્વદીપ સિંહ રાણા જણાવે છે કે, ‘2004માં ગીરમાં દેવળિયા ખાતેના ઓરિએન્ટેશન સેન્ટર માટે એશિયાટીક લાયનના ડમી બનાવવાના હતા.

બંગાળી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ફોટોગ્રાફ ઉપરથી એશિયાટિક લાયનની ઈફેક્ટ આપી શકતા નહોતા આવા સમયે પ્રથમ વખત ક્લેનો ઉપયોગ કરી શીલાબાએ મિનિએચર સ્કલ્પચર લમાં આબેહૂબ એશિયાટીક લાયન બનાવ્યો હતો અને તેના પરથી કારીગરોએ લાઇફ સાઈઝ એશિયાટિક લાયન બનાવ્યો હતો.’ શીલાબા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવવાનો પ્રયત્ન કર્યો નથી. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક એક્ઝિબિશન કર્યું હતું પરંતુ તેમાં પણ પેઇન્ટિંગ વેચવાની તેમની ઈચ્છા નહોતી. નિજાનંદ માટે કલાના ઓવારણા લઈ જીવન સફળ બનાવતા શીલાબા રાણાને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કલા એક પ્રકારની ભક્તિ જ છે
શીલાબા રાણા મહિલાઓને સંદેશ આપતા પોતાનો અનુભવ વર્ણવે છે કે, ‘ફોરેસ્ટ વિભાગમાં પતિની અચોક્કસ સમયની ફરજ દરમિયાન મારા શોખના કારણે ક્યારેય એકલતાનો અનુભવ થયો નથી. જ્યારે હું કોઈ પેઇન્ટિંગ કે સ્ક્લ્પચર બનાવતી હોઉ ત્યારે અંદરથી ખૂબ આનંદ આવે છે. વાત કલાની હોય ત્યારે બીજું કંઈ જ કરવાનું મન થતું નથી. આ એક પ્રકારની ભક્તિ જ છે. મને લાગે છે કે માળા કર્યા વગર પણ ભગવાન મારી ભક્તિ સ્વીકારી લે છે. કોઈ કૃતિ અધુરી હોય તો અડધી રાત સુધી પણ બનાવતી હોઉં છું. થાક પણ લાગતો નથી. માટે તમને જે પ્રવૃત્તિ ગમતી હોય તે કરો અને તેનો આનંદ લો…

WRITEEN BY: BHAVNA DOSHI

ધાર્મિક

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ

Published

on

By

દિવાળીના તહેવારની દરેક લોકો આતુરતાથી રાહ જુએ છે. આ શુભ દિવસે દેશભરમાં વિશેષ જાહોજલાલી જોવા મળે છે. દર વર્ષે આ તહેવાર ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સાથે રામની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને આર્થિક લાભની શક્યતાઓ રહે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે ચાલો જાણીએ દિવાળી પૂજાના શુભ સમય વિશે.

પંચાંગ અનુસાર કારતક મહિનાની અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબરે બપોરે 03.52 કલાકે શરૂ થશે. તે જ સમયે, આ તારીખ 01 નવેમ્બરે સાંજે 06:16 વાગ્યે સમાપ્ત થશે. જ કારણ છે કે કેટલાક લોકો 31મી ઓક્ટોબરે દિવાળી ઉજવશે તો કેટલાક લોકો 1લી નવેમ્બરના રોજ ઉજવી રહ્યા છે.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી (દિવાળી 2024 શુભ મુહૂર્ત)ની પૂજા કરવાનો શુભ સમય સાંજે 05:36 થી 06:16 સુધીનો છે. આ સમય દરમિયાન તમે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરી શકો છો.

આ રીતે પૂજા કરો

દિવાળીની પૂજા શુભ મુહૂર્તમાં કરવી જોઈએ.
ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
સાંજના સમયે માતા લક્ષ્મી-ગણેશની મૂર્તિને બીરાજમાન કરો.
હવે તેમને ફૂલની માળા, રોલી અને ચંદન અર્પણ કરો.
દીવો પ્રગટાવો અને આરતી કરો અને મંત્રોનો જાપ કરો.
ફળો અને મીઠાઈઓ અર્પણ કરો.
જીવનમાં સુખ અને શાંતિની કામના.

આ કામ કરો

આ દિવસે એક થાળીમાં પાંચ દીવા પ્રગટાવો. આ પછી આ દીવાઓને મંદિરમાં રાખો અને પૂજા કરો. આ પછી, દીવાને ઘરના અલગ-અલગ ભાગોમાં મૂકો. આ કામ કરવું શુભ માનવામાં આવે છે.

Continue Reading

રાષ્ટ્રીય

આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ

Published

on

By

મોસ્કિટો વેપોરાઇઝરનો ઉપયોગ મચ્છરોને મારવા અને તેને દૂર રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ જો આખી રાત તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.

વેપોરાઇઝરમાં ઘણા પ્રકારના રસાયણો હોય છે, જેમ કે પ્રલેથ્રિન અને એલેથ્રિન, જે જંતુઓને મારવામાં અસરકારક છે. જો કે, આ રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

વેપોરાઇઝર રસાયણોમાંથી ધુમાડો શ્વાસમાં લેવાથી ફેફસાંને અસર થઈ શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમા અથવા અન્ય શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો માટે.

ત્વચા અને આંખની બળતરા

જો મચ્છર વેપોરાઈઝરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેના સંપર્કમાં આવવાથી આંખો અને ત્વચામાં બળતરા થઈ શકે છે. જો તમારી સાથે આવું કંઈક થઈ રહ્યું છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને મચ્છર વેપોરાઈઝરનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

વેપોરાઇઝરનો ઉપયોગ વેન્ટિલેટેડ વિસ્તારમાં કરો, જેથી ઘરની અંદર રસાયણો એકઠા ન થાય. વેપોરાઇઝરને લાંબા સમય સુધી સળગાવશો નહીં. સૂતા પહેલા તેને બંધ કરવું સારું છે. જો તમને અથવા તમારા ઘરના કોઈપણ સભ્યને શ્વાસની તકલીફ હોય, તો તેનો ઉપયોગ મર્યાદિત કરો.

Continue Reading

ધાર્મિક

દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ

Published

on

By

હિંદુ ધર્મમાં દિવાળીને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, દિવાળી દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસની તૈયારી તેમના ઘરોમાં અગાઉથી સજાવટ કરે છે. દિવાળી પહેલા લોકો ઘરને રંગાવે છે અને સુંદર બનાવે છે. જાણો વાસ્તુ અનુસાર ઘરની દિવાલો પર કયો રંગ કરાવવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.

પૂર્વ દિશા – જો તમે દિવાળી પર ઘરની પૂર્વ દિશાને રંગ આપવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દિવાલને સફેદ રંગથી રંગવી જોઈએ. આ એકદમ શુભ છે. તેનાથી પરિવારના સભ્યોના જીવનમાં ખુશીઓ આવે છે. સફેદ રંગ સકારાત્મક ઉર્જા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, જેને જોવાથી માનસિક શાંતિ મળે છે.

ઉત્તર દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પ્રકૃતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, તેની સકારાત્મક અસરને કારણે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ રહે છે. તેથી, જો તમે દિવાળી પહેલા તમારા ઘરને રંગવાનું કરાવતા હોવ તો ઘરની ઉત્તર દિશાની દિવાલને લીલો રંગ આપવો જોઈએ. તેનાથી ધંધામાં મોટો નફો થાય છે.

પશ્ચિમ દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર વાદળી રંગ મનને શાંતિ પ્રદાન કરે છે. ઘરની પશ્ચિમ દિશામાં વાદળી રંગ લગાવવાથી મન અને હૃદયમાં સ્થિરતા આવે છે. ઘરનું વાતાવરણ પણ અનુકૂળ રહે. તેથી વાદળી રંગ પશ્ચિમ દિશામાં જ કરવો જોઈએ. જેના કારણે આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહે છે.

દક્ષિણ દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે દિવાળી પર ઘરને રંગ આપવા જઈ રહ્યા છો, તો દક્ષિણ દિશાની દિવાલને લાલ રંગથી રંગવી જોઈએ. લાલ રંગને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે, તેની સકારાત્મક અસરથી જીવનમાં ખુશીઓ રહે છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપરાંત, પરિવારમાં વ્યવસાય કરતા લોકો માટે પ્રગતિના માર્ગો ખુલે છે.

ઈશાન – જો કોઈ કારણ વગર લાંબા સમયથી પરિવારમાં અશાંતિ રહે છે. તેથી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પીળો કે કેસરી રંગ લગાવવો શુભ માનવામાં આવે છે. આ બંને રંગોને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, જે જીવનમાં કંઈક કરવાની પ્રેરણા આપે છે. તેમજ માનસિક શાંતિ પણ મળે છે.

Continue Reading
ધાર્મિક2 hours ago

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ

રાષ્ટ્રીય2 hours ago

આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ

આંતરરાષ્ટ્રીય3 hours ago

દિવાળી પહેલા ભારત-ચીન સૈનિકો LAC પર ડેમચોક અને ડેપસાંગથી પાછા હટી જશે

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ધાર્મિક3 hours ago

દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ

ક્રાઇમ3 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત3 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

આંતરરાષ્ટ્રીય3 hours ago

ઇઝરાયલે અલજઝીરાના છ પત્રકારોને આતંકી જાહેર કર્યા

રાષ્ટ્રીય3 hours ago

ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનમાં બળવો, સપાના ઉમેદવાર સામે કોંગી નેતાએ ફોર્મ ભર્યુ

રાષ્ટ્રીય3 hours ago

કાનૂની ડિગ્રી વિના સુપ્રીમમાં પત્રકારો કવરેજ કરી શકશે

ગુજરાત7 hours ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત1 day ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

ગુજરાત1 day ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

ગુજરાત1 day ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત1 day ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત1 day ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત1 day ago

CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ

ગુજરાત1 day ago

ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

આંતરરાષ્ટ્રીય1 day ago

જસ્ટિન ટ્રુડો કેનેડામાં જ ઘેરાયા, 28મી સુધીમાં રાજીનામું આપવા તેના જ સાંસદની માગણી

Trending