Connect with us

કચ્છ

અકસ્માતથી સર્જાયેલો ટ્રાફિકજામ ક્લિયર કરાવી પોલીસમેન સ્થળ પર પહોંચ્યા તો પુત્રીની લાશ મળી

Published

on

અંજારમાં ડમ્પર અડફેટે યુવતીનું મોત નીપજતા ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ

શહેરના યોગેશ્વર ચોકડી પાસે વધુ એક વખત માતેલા સાંઢ સમા ભારે વાહને દ્વિચક્રી વાહનને હડફેટે લેતાં ટ્રાફિક પોલીસમાં જ ફરજ બજાવતા કર્મચારીની પુત્રી 16 વર્ષીય રાજવીબા વનરાજસિંહ સોલંકીનો જીવનદીપ બૂજાઈ ગયો હતો. આ બનાવની કરુણતા એ છે કે, બનાવ બાદ આ જ ઘટના સ્થળે પિતા ટ્રાફિક નિયમન ફરજમાં લાગી ગયા હતા અને અડધા કલાક બાદ ખબર પડી કે, આ અકસ્માતમાં તેમની જ પુત્રી મોતને ભેટી છે, આથી તેઓ ત્યાં જ ભાંગી પડયા હતા અને કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ કર્મચારીઓ પણ ગમગીન બન્યા હતા. આ અકસ્માતના બનાવના પગલે વધુ એક વખત રસ્તા ઉપર ઊતરીને ભારે વાહનના જાહેરનામાના અમલીકરણમાં પોલીસ તંત્રની લાપરવાહી સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરાયો હતો.

જો કે, આ બનાવ બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કરાતાં પરિસ્થિતિ વણસી હતી. લોકોના આંદોલનરૂૂપી આક્રોશના પગલે ચારેક કલાક બાદ મામલો થાળે પડયો હતો. મળતી વિગતો મુજબ આ બનાવ સવારના આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી સગીરા સહિત બે બાળકી શાળાએ જતી હતી, આ દરમ્યાન યોગેશ્વર ચોકડી પાસે કળશ સર્કલ તરફથી આવતા યમદૂત સમા ડમ્પરના ચાલકે દ્વિચક્રી વાહનને હડફેટે લીધું હતું. અકસ્માતમાં બન્ને બાળકીને માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે રાજવીબા સોલંકીએ દમ તોડી દીધો હતો. ભારે વાહન હડફેટે વધુ એક માનવજિંદગી રગદોળાતાં લોકોનો આક્રોશ ભભૂકી ઊઠયો હતો અને સેંકડો લોકોના ટોળાએ ચક્કાજામ કરી નાખ્યો હતો, જેના કારણે ત્રણેક કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. લોકોએ ચોકડી પાસે રામધૂન બોલાવી હતી.

રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનારા ડમ્પર અને અન્ય નાના મોટા 10થી 15 જેટલા વાહનની હવા જ કાઢી નાખી હતી. લોકોએ ઘટના સ્થળે ભારે વાહનોની અમલવારીમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો અને અહીંથી એક પણ ભારે વાહન પસાર ન થાય તેવી પ્રબળ માંગ કરી હતી. બનાવના પગલે અંજાર પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ ધસી ગયા હતા. ચારેક કલાક સુધી લોકો ટસના મસ ન થતાં ભીડ વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ દરમ્યાન એક તબક્કે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતના બનાવનાં હસ્તી બિપિન જોષીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ટ્રેલરચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છ

વાગડમાં ખૂન કા બદલા ખૂન: ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

Published

on

By

રાપરનાં ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે દુકાન આગળ 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના બનાવની અદાવત રાખી એક શખ્સે ગુલામ રસુલ પ્રાગજી સમા નામના યુવાનને છરીના ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી નિર્મમ રીતે હત્યા નીપજાવી હતી. બનાવ અંગે છ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નંદાસર ગામમાં રહેતા ચાંદાજી પ્રાગજી સમા અને તેમના કાકા બાપુજી માનસંગજી સમાનો જીવાજી કેણજી સમા, ચાંદાજી કેણજી સમા સાથે વર્ષ 2000માં ઝઘડો થયો હતો, જેમાં ચાંદાજીનું મોત થયું હતું. બનાવ અંગે જે-તે વખતે ચાંદાજી, બાપુજી સમા, પ્રાગજી માનસંગજી સમા, રવાજી વિશાજી સમા, ખાનજી વિશાજી સમા, સુમરારાજી વિશાજી સમા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી નિર્દોષ છૂટયા હતા, જે બનાવનો વેરભાવ રાખી સાહેબજી કેણજી સમા, જામાજી કેણજી સમા, અનિલ સાહેબજી સમા, જીવાજી કેણજી સમા, રાજુજી પથુજી સમા અને ફિરોઝ મોડજી સમા ફરિયાદી ચાંદાજી તથા અન્ય લોકો એકલા મળે ત્યારે ઝઘડો કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં રમજાન હમીરજી સમાએ આ લોકો તમને કે તમારા કુટુંબના માણસોને મારવા ભેગા થઇ કાવતરું ઘડે છે.


ચેતીને રહેજો, તેવી વાત પણ કરી હતી. દરમ્યાન આજે રાપરના ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી ઇશાજી કાળુજી વાળંદની દુકાનના ઓટલા ઉપર ગુલામ રસુલ બેઠો હતો, ત્યારે પાછળથી ફિરોઝ મોડજી સમાએ આવી પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી, તેવામાં ગુલામ નીચે પડી જતાં તેની છાતીમાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને હાથ તથા હથેળીમાં પણ ખુન્નસપૂર્વક ઘા ઝીંકાયા હતા. હુમલાના આ બનાવ બાદ લોકો એકઠા થતાં આરોપી છરી લઇને નાસી ગયો હતો. બનાવ અંગે ફરિયાદી ચાંદાજીને જાણ થતાં તે અહીં દોડી આવ્યા હતા અને પોતાના ભાઇને સારવાર અર્થે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. ગઇકાલે ભુજના અવધનગરમાં યુવાનની હત્યા બાદ આજે વધુ એક યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ફિરોઝ, સાહેબજી, અનિલ, જામાજી, જીવાજી તથા રાજુજી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમ્યાન એકાદ આરોપીને રાઉન્ડ-અપ કરી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગરમ તાસીર ધરાવતા વાગડમાં ખૂન કા બદલા ખૂનની ઘટનામાં ત્રણ જણનાં ઢીમ ઢાળી દેવાયાં હતાં.

Continue Reading

કચ્છ

કચ્છની જેલમાં ‘જલસો’ કરતા કુખ્યાત કેદીઓના કારનામાનો પર્દાફાશ

Published

on

By

જેન્તી ભાનુશાળી મર્ડર કેસના આરોપી સૂરજીત, બૂટલેગર યુવરાજસિંહ, જામનગર વકીલ ખૂન કેસના રઝાક સોપારી સહિત નવ આરોપી મહેફિલ માણતાં ઝડપાયા

એસપી સાગર બાગમેરે ટીમો સાથે ઓચિંતો દરોડો પાડયો: જેલર, સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સસ્પેન્ડ


પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં રાતે પોલીસે દરોડો પાડતા છ નામચીન કેદીઓ શરાબ પીતા ઝડપાયા છે. આ ઉપરાંત જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે. કચ્છની જેલો શરૂૂઆતથી બદનામ છે.ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે. આ જેલમાંથી ખંડણી, હનીટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે. પૂર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફીલ સાથે તમાકુ – ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા ગળપાદર જેલનો વીડીયો વાયરલ થયો હતો.આ ઘટના બાદ ઊંઘતા ઝડપાયેલા જેલતંત્રે તાબડતોબ પગલાં લઇને ઇન્ચાર્જ એવા જેલર ઉપરાંત સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સહિત જેલ સ્ટાફના પાંચ જણની જવાબદારી પ્રાથમિક તબક્કે નક્કી કરી તેમને ફરજમોકૂફ કરવા સાથે રાજકોટ જેલ ખાતે બદલી કરી દીધી હતી.


આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે. ભચાઉ પાસે પીએસઆઈ પર થાર ચડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂૂઆતથી જ ગળપાદરમાં છે. તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગળપાદરમાં છે. આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, જેલમાં આરોપીઓની નસરભરાથ થઈ રહી છે.ત્યારે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગળપાદર જેલમાં ઓચીંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસનની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે. રાત્રે 10.30 કલાકે પોલીસે દરોડો પાડયો હતો. જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા પકડાયા છે. ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે. બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે.


સુત્રોના કહેવા પ્રમાણે ગળપાદર જેલમાં દારૂૂની મહેફીલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે. એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ, રોકડ, દારૂૂની બોટલો આવી કયાંથી તે સવાલ ઉઠી રહ્યો છે. જેલ સ્ટાફની મીલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કિસ્સામાં રાજય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.પોલીસે દરોડા બાદ હાઈ સિક્યુરીટી બેરેકની છત પરથી રોકડા પ0 હજાર અને ચાર્જર,પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 100 એમએલ દારૂૂ, યુવરાજસિંહનો આઈફોન -1,સુરજીતનો સેમસંગ ગેલેકસી મોબાઇલ,રજાક સોપારીનો એપલ 1પ પ્રોમેકસ,હિતુભાનો સાદો મોબાઈલ અને મોબાઈલના બે ચાર્જર મળી આવ્યા હતા. જેના પગલે જેલર એલ.વી. પરમાર, સુબેદાર આર.એસ. દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી. પટેલ, સિપાઇ રિવન્દ્ર ડી. મુળીયા અને શૈલેષ બી. ખેતરીયાને સસ્પેન્ડ કરાયા હતા.

હિસ્ટ્રીશીટર યુવરાજસિંહ, હિતુભા, રજાક સોપારી અને મનોજ વિરુદ્ધ ડઝનથી વધુ ગુના

આરોપી યુવરાજસિંહ વિરુધ્ધ પ્રોહિબિશન, મારમારી, હત્યાનો પ્રયાસ સહિતના ભચાઉ પોલીસમાં 22 ગુના તથા આરોપી મનોજ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પો. સ્ટેમાં પ્રોહિબિશનની કુલ 24 ફરીયાદ, આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા, બળાત્કાર સહિત કુલ 12 ગુના, આરોપી સુરજીત વિરુધ્ધ ચકચારી જેન્તી ભાનુશાલી હત્યાકેસમાં ફરીયાદ, શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના, આરોપી રજાક સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 19 ગુના નોંધાયા છે. આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુધ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી.

દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ સાથે ઝડપાયેલા કેદીઓ

મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (જૂની સુંદરપુરી)
રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (કાર્ગો ઝુપડા)
શીવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (નવી મોટી ચીરઈ)
ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (મહેશ્વરીનગર)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (અયોધ્યા)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
સુરજીત દેવીસીંગ પરદેશી (પુના)
રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા (જામનગર)
હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી)

Continue Reading

કચ્છ

કચ્છમાંથી શંકાસ્પદ સરકારી ખાતર ભરેલ ટ્રક ઝડપાઇ

Published

on

By

બિલ અને આધાર- પુરાવા વગરની ઇફ્કો ડીએપીની 231 થેલીઓ સાથે રૂા.26.88 લાખનો મુદ્દામાલ જપ્ત

ભચાઉ તાલુકાના આધોઇ પાટિયા પાસે સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે ઇફ્કો કંપનીના સરકારી ડીએપીે ખાતરના રૂૂ.6.88 લાખના બીલ વગરના શંકાસ્પદ જથ્થા સાથે એકને પકડી લેતાં ગોલમાલ કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.


સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એલ.પી.બોડાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પુર્વ કચ્છ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઇ વાય.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળી રાધનપુર હાઇવે પર આધોઇ પાટીયા પાસે આવેલી ભારત હોટલ પર ઉભેલી ટ્રકની તલાશી લેતાં તેમાં ભરેલો પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી ઇફ્કો કંપની લખેલા સરકારી ખાતરના બાચકાના બીલ અને આધાર પુરાવા માગતાં તે ત્યાં હાજર મુળ પાટણના વાહીદપુરાના ધોનાભાઇ વશરામભાઇ ભરવાડ પાસે ન હોઇ ટ્રકમાં ભરેલો રૂ.6,88,842 ની કીંમતના ઇફ્કો કંપનીના સરકારી ડીએપી ખાતરની 231 બોરીઓ સાથે ધોનાભાઇની અટક કરી ટ્રક સહિત 26,88,842 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ કાર્યવાહી માટે લાકડિયા પોલીસને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે , ઇફ્કો લખેલા ખાતરીની બોરીઓ સગેવગે થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે તો ભુતકાળમાં પોલીસે ષડયંત્રનો પર્દાફાશ પણ કર્યો હતો. હવે સરહદી રેન્જી કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Continue Reading

Trending