Connect with us

રાષ્ટ્રીય

સંઘર્ષ અને સફળતાનું સરનામું એટલે ડો.નૂતન ગોકાણી

Published

on

પોરબંદરનો દરિયો બચાવવાનો હોય કે બાલુબા ક્ધયા શાળાને ઊભી કરવાની હોય ડો.નૂતનબેન ગોકાણી હંમેશા તૈયાર હોય

15000 બહેનો સાથે કરેલી ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના દ્વારા ડો.નૂતનબેન ગોકાણીને જીવનમાં એક નવો મુકામ મળ્યો

2007ના વર્ષની વાત છે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા. આ સમયે પોરબંદરમાં ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના કરવામાં આવી. આ ફેન ક્લબમાં 15000 બહેનો જોડાઈ હતી જેમણે મુખ્યમંત્રીને રાખડી મોકલી હતી.આ ફેન ક્લબને એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે ત્યારબાદ 26 જિલ્લાઓમાં આ ફેન ક્લબ શરૂ થઈ. બહેનોની ફેન ક્લબનો સીધો ફેર નરેન્દ્ર મોદીની ચૂંટણીની જીતમાં દેખાયો.આ ફેન ક્લબની લોકપ્રિયતા એટલી વધી કે સમગ્ર દેશમાં તેની નોંધ લેવાઈ અને મીડિયા દ્વારા આ સમાચાર નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચ્યા. તેઓએ આ ક્લબની સ્થાપના કરનાર મહિલાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. આ મહિલા એટલે પોરબંદરના ખૂબ જાણીતા, સેવાકીય કાર્ય અને લોકકલ્યાણના કાર્યોમાં આગળ પડતું યોગદાન આપનાર ડો.નૂતન ગોકાણી. આ વાતને યાદ કરતા નૂતનબેને જણાવ્યું કે સૌ પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદીને મળવા જવાનું થયું,રાખડી બાંધી,અનેક વિષય પર વાતચીત થઈ.ત્યારબાદ સાતેક વખત તેઓને મળવાનું બન્યું. દરેક મુલાકાત વખતે ભેટ તરીકે અમે પુસ્તકોની આપ લે કરતા. પોરબંદર આસપાસના વિસ્તારના વિકાસ અંગે પણ અનેક વખતે ચર્ચાઓ કરતા.

આજે વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાને નામ સાથે ઓળખે છે તેની ખુશી છે. દીકરાના લગ્ન સમયે પણ તેઓએ શુભેચ્છા સાથે પુસ્તકની ભેટ મોકલી હતી.નૂતનબેનનો જન્મ જામનગરમાં, 12 ધોરણ સુધીનો અભ્યાસ પોરબંદર અને ત્યારબાદ બીએએમએસ જામનગર કર્યું. માતા આશાબેન ગોકાણી, પિતા નાથાભાઈ ગોકાણીએ દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી.સાધન સંપન્ન પરિવાર એટલે નાનપણથી ગાડી, બંગલા અને દરેક પ્રકારની જાહોજલાલી હતી પરંતુ નસીબ ક્યારે અવળા પાસા પાડે છે તે કોઈ જાણતું નથી. જામનગરમાં અભ્યાસ દરમિયાન પોતાની પસંદગીથી મહારાષ્ટ્રીયન યુવાન સાથે લગ્ન કર્યા.લગ્ન માટે ભવિષ્યના જે સ્વપ્નાઓ જોયા હતા તેનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ. પ્રેમના બદલે પીડા અને સ્નેહના બદલે સંઘર્ષ મળ્યો. દીકરાનો જન્મ થયો અને મુશ્કેલીઓની પરાકાષ્ઠા વચ્ચે 22 વર્ષની ઉંમરમાં લગ્ન સંબંધનો અંત આણ્યો.લાગણીઓ છિન્ન ભિન્ન થઈ,ડિપ્રેશન આવ્યું,ફરી થી અધુરો અભ્યાસ પૂરો કર્યો.હિંમત અને બહાદુરીપૂર્વક જીવનની બીજી ઇનિંગ શરૂૂ કરી.


સતત પ્રવૃત્ત રહેવા બીએએમએસ થઈ પ્રેક્ટિસ સાથે એલએલબી કર્યું, જર્નાલિઝમ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ફેશન મેનેજમેન્ટ વગેરે કોર્સ કર્યા. એ સમયના લોકપ્રિય અભિનેતા રાહુલ રોય,નમ્રતા શિરોડકર અને સુમન રંગનાથન સાથે ફેશન શો માં પણ ભાગ લીધો. 2002ની સાલમાં ગ્લેડરેગ મિસિસ ઈન્ડિયાના ટોપ 20માં પણ સિલેક્ટ થયા. હતાશાને હરાવવા જાણે હામ ભીડી.સામાજિક અવગણના, આર્થિક ભીડ અને માનસિક પરિસ્થિતિ સામે રીતસર જંગ માંડ્યો. વાસ્તુશાસ્ત્ર, ફેંગ શૂઈ, લામાફેરા, યોગમાયા ક્રિસ્ટલ થેરેપી, કલર થેરેપી વગેરે અનેક થેરેપી શીખ્યા અને દુબઈ જઈ તેને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવ્યું. અન્યને મદદ કરવાના નૂતન બેનના ગુણો પુત્ર સિદ્ધાર્થમાં પણ આબેહૂબ આવ્યા છે. દીકરાના વાઇલ્ડ લાઇફ પ્રત્યેના પ્રેમને તેઓ આવકારે છે. અજગર, મગર, પંખીઓને બચાવવાના કાર્યમાં નૂતનબેન પણ સાથ આપે છે. છેલ્લા 17 વર્ષથી આ કામગીરી કરે છે જેમાં અત્યાર સુધીમાં 195થી વધુ રેસ્ક્યુ કર્યા છે. દીકરાના લગ્ન થયા અને પુત્રવધૂ રીતીજ્ઞાના સ્વરૂૂપમાં જાણે દીકરી મળી. તેઓ જણાવે છે કે મકરસંક્રાંતિના દિવસોમાં અમે કોઈ જ પતંગ ઉડાવતા નથી પરંતુ પંખીઓને બચાવવાના કાર્યમાં લાગી જઈએ છીએ આ કાર્યમાં પૌત્રી ધન્યતા સહિતના સહુ કોઈ જોડાય છે.


આમ જીવન પ્રવૃત્તિમય બનતું ગયું. આજે નૂતનબેન ખૂબ સફળ અને સુખમય જિંદગી જીવે છે પરંતુ જિંદગી એ લીધેલ આકરી કસોટીને યાદ કરતા જણાવે છે કે, “ખૂબ ખરાબ સમય આવ્યો પરંતુ કોઈની પાસેથી આર્થિક મદદ લીધી નથી.આદર્શ અને સિદ્ધાંતો સાથે જીવન વિતાવ્યું છે લોકોએ ચારિત્ર પર પણ કાદવ ઉછાળ્યો છે છતાં સચ્ચાઈની જીત થઈ છે. ક્યારેય ખોટું કર્યું નથી તેથી કોઈપણ જાતનો ડંખ અને ડર નથી. ઈમાનદારી અને સિદ્ધાંતો સાથેના જીવનના કારણે આત્મસંતોષ છે. આજે કોઈપણ કાર્ય માટે પોરબંદરના દરેક લોકોનો સાથ મળી રહે છે તેનો આનંદ છે” છેલ્લા થોડા સમયથી ગણપતિ ઉત્સવમાં પણ ગણપતિને વિવિધ શણગાર કરીને એકિઝબિશન કમ સેલ કરે છે. તેઓને હજુ પણ ઘણું કરવું છે. તેમનું સ્વપ્ન છે કે પોરબંદર જિલ્લાની બહેનોનું એક મોટું ગ્રુપ બને જે પોરબંદરની સ્વચ્છતા, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પર્યાવરણ વગેરે પ્રશ્નો માટે કામ કરે સાથે સાથે પોતાના વ્યક્તિત્વને પણ ખીલવે.નૂતનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

WRITTEN BY: Bhavna Doshi

રાષ્ટ્રીય

નીતા અંબાણીના આકર્ષક અને સર્વોપરી દેખાવ પાછળના આ છે પ્રખ્યાત ચહેરાઓ

Published

on

By

નીતા અંબાણી ભારતીય સંસ્કૃતિ અને કલાને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે કામ કરી રહી છે અને તેમના પોશાકમાં ભારતીય હસ્તકલા કલા પણ કોતરેલી છે. રોયલ ટચ સાથેનો તેણીનો દેખાવ હંમેશા ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેના દેખાવ પાછળ કોણ છે.

નીતા અંબાણીની પોતાની ઓળખ છે અને તેમને કોઈના પરિચયની જરૂર નથી. નીતા અંબાણીએ વર્ષ 2023માં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ પણ શરૂ કર્યું છે, જે ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તરે તેની કલાને એક અલગ ઓળખ આપવાનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. નીતા અંબાણી તેમના કામ, ફિટનેસ અને અદભૂત ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના દરેક દેખાવમાં, ભારતના સાંસ્કૃતિક વારસા અને હસ્તકલા કલાનું ઉત્તમ ઉદાહરણ જોઈ શકાય છે. હાલમાં જ પુત્ર અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણીના દરેક લુકએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જેટલા ચર્ચામાં હતા તેટલા જ નીતા અંબાણી પણ ચર્ચામાં હતા, બનારસી સાડીથી લઈને હૈદરાબાદી સૂટ સુધી, નીતા અંબાણીના દરેક પોશાક ભારતીય હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ શું તમે જાણો છો કે તેમના કેટલા લોકો કામ કરે છે. દરેક દેખાવ પાછળ સખત. નીતા અંબાણીની હેરસ્ટાઈલ હોય કે પછી તેના દુપટ્ટા અને સાડીનો દોરો, બધું જ ખાસ હતું. તો ચાલો જાણીએ કે નીતા અંબાણીના લુકને આકર્ષક બનાવવા અને પ્રસંગ પ્રમાણે પરફેક્ટ ટચ આપવા માટે પ્રખ્યાત ચહેરાઓ કોણ છે.

મનીષ મલ્હોત્રા
સૌથી પહેલા વાત કરીએ નીતા અંબાણીના સુંદર પોશાકની તો અનંત અંબાણીના લગ્ન નીતા અંબાણી હૈદરાબાદી સૂટ, 28 જાળીદાર બનારસી રંગકટ સાડી, રંગકટ લહેંગા, જરદોઝી વર્ક લહેંગા, તેના દરેક દેખાવમાં એક અલગ વિશેષતા હતી અને તમામ પોશાક ભારતની સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં, આ આઉટફિટ્સ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જો આની પાછળના અન્ય ચહેરાઓની વાત કરીએ તો તે છે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલા.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

મસ્કે મોદી સહિતના વિશ્ર્વના નેતાઓનો AI ફેશન શો શેર કર્યો

Published

on

By

એલોન મસ્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરના તેમના સ્પષ્ટવક્તા મંતવ્યો માટે જાણીતા છે, તાજેતરમાં તેમના માઇક્રો બ્લોગિંગ એકાઉન્ટ પર એક વિડિઓ શેર કર્યો છે જેણે મનોરંજનને વેગ આપ્યો છે. એઆઈ એનિમેશન ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ વિડિયોમાં વિશ્વના નેતાઓ અને અગ્રણી વ્યક્તિઓનો ફેશન મોડલ્સની જેમ વીડિયો બનાવવામાં આવ્યો છે.વિડિયોમાં દર્શાવવામાં આવેલા લોકોમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બાઇડન ઉપરાંત ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન, યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, મેટાના સીઈઓ (અગાઉ ફેસબુક)માર્ક ઝકરબર્ગ, એલોન મસ્ક પોતે, યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી સહિતના નેતાઓ વીડિયો દેખાઈ છે. દરેક નેતાને અલગ અને વૈવિધ્યસભર પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે.


વિડિયોએ શેર કર્યાની માત્ર 30 મિનિટમાં જ 1 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા. ત્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું અને ટિપ્પણી મેળવવાનું ચાલુ રાખ્યું છે, ઘણા વપરાશકર્તાઓ એઆઈ-જનરેટેડ ઉત્પાદન પાછળની સર્જનાત્મકતા અને તકનીકી કૌશલ્યથી આશ્ચર્યચકિત છે. અગાઉ 20 જુલાઈના રોજ, એલોન મસ્કએ એકસ પર એક વીડિયો શેર કર્યો હતો જેણે ઑનલાઇન ચર્ચા જગાવી હતી. એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વિડિયો, તાજેતરની ચૂંટણીઓ સાથે જોડાયેલી એક કાલ્પનિક કથાનું ચિત્રણ કરે છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડેન, બરાક ઓબામા અને માર્ક ઝુકરબર્ગ જેવી અગ્રણી વ્યક્તિઓનું એનિમેટેડ નિરૂૂપણ દર્શાવવામાં આવ્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

સંસદ અને લાલ કિલ્લાને ઉડાવી દેવાની આતંકી પન્નુની ધમકી

Published

on

By

ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને ઉડાવી દેવાની ધમકી આપી છે. કેરળના રાજ્યસભા સાંસદ વી શિવદાસનના જણાવ્યા અનુસાર, તેમને ફોન પર આ ધમકી મળી હતી. સાંસદના જણાવ્યા અનુસાર, તેમને એક ફોન કોલ આવ્યો હતો જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસના નામે કરવામાં આવ્યો હતો. સાંસદ વી શિવદાસને આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે જણાવ્યું છે કે તેને જઉંઋના નામે ફોન આવ્યો હતો. વી શિવદાસન કેરળના સીપી આઈ(એમ) સાંસદ છે. ધમકી આપનાર વ્યક્તિએ ગુરપતવંત સિંહ પન્નુનું નામ પણ લીધું છે.


દરમિયાન અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાને મારી નાખવાના કાવતરાના આક્ષેપો અંગે ભારત સાથેની વાટાઘાટો શાંતિપૂર્ણ અને અસરકારક રહી હતી કેમ કે તે બંધબારણે યોજાઇ હતી તેમ અમેરિકન પ્રમુખના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાને જણાવ્યું હતું.


ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.


ભારતે રશિયા સાથે તેના સૈન્ય અને ટેક્નોલોજી સંબંધોને ગાઢ બનાવ્યા હોવાના કોઈ પુરાવા નથી તેમ જણાવતાં સુલિવાને જણાવ્યું હતું કે રશિયા હવે ચીનનો પજૂનિયર પાર્ટનરથ છે. તેથી તે ભવિષ્યમાં આકસ્મિક પરિસ્થિતિમાં ભારત માટે મહાન અને ભરોસાપાત્ર મિત્ર બને તે જરૂૂરી નથી.

Continue Reading

Trending