Connect with us

પોરબંદર

સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત

Published

on

હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં યુવક-યુવતીઓ નિરાશ થઇ આત્મધાતી પગલુ ભરી લે છે. ત્યારે તેઓએ વિચારવું જોઇએ કે એક જ પરીક્ષામાં નિષ્ફળતા મળે એટલે આપણે નિષ્ફળ પૂરવાર થઇ જતા નથી. પરંતુ આપણી કયાં ભુલી રહી ગઇ તે શોધીને બીજી પરીક્ષાની તૈયારી કરી તેમાં સફળ થવાનું હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના ભરતપૂર ગામે રહેતી એક 26 વર્ષની યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતી હતી પરંતુ તેમને કોઇ પરીક્ષામાં સફળતા ન મળતાં તેમણે નિરાશ અને હતાશ થઇને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. તેણીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
વધુ વિગતો મુજબ, ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયાની 26 વર્ષની પુત્રી નહલાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પરંતુ આ પરીક્ષાઓમાં તેણીને સફળતા ન મળતા અને તેણીને નોકરી ન મળતા આખરે તેણીએ કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા પરબતભાઈ આંબલીયા (રહે. ભરતપુર, ઉ.વ. 51) એ ભાણવડ પોલીસને કરી છે. આ અંગે ભાણવડ પોલીસે કાર્યવાહી કરી હતી.

ગુજરાત

વોટની સાથે નોટ પણ આપજો: લલિત વસોયા

Published

on

By

  • સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કરતા ફંડ નથી, મારી પાસે સૌથી ઓછી મિલકત

પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ દસ રૂૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.

ચૂંટણી લડવા માટે મારે રૂૂપિયાની જરૂૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે. પોરબંદર લોકસભાનાં ઉમેદવાર લલિત વસો એ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે.

Continue Reading

ગુજરાત

મનસુખ માંડવિયા પાસે 5,84,80,809ની સ્થાવર-જંગમ મિલકત, એક પણ વાહન નથી

Published

on

By

પોરબંદર લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ પોતાની આવક અને સંપતિ જાહેર કરી છે. મનસુખ માંડવિયાએ કરોડપતિ હોવાનું સોંદગનામામાં જણાવ્યું છે.

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ચૂંટણી ફોર્મ સાથે રજુ કરેલા એફિડેવિટમાં પોતાની સ્થાવર તથા જંગમ મિલ્કત જાહેર કરી છે તે મુજબ તેમના હાથ પર 86,500 રૂૂપિયાની રોકડ છે.

આ ઉપરાંત SBI ની ગાંધીનગર,દિલ્હી અને પોરબંદર બ્રાંચ અને પાલીતાણાની ગ્રામીણ બેંકમાં પણ તેઓ એકાઉન્ટ ધરાવે છે. તેઓ નેશનલ સેવિંગ્સ સ્કીમ,મ્યુચ્યુલ ફંડ વગેરેમાં પણ રોકાણ કર્યું છે. 3,69,513,ના મુલ્યની લાઈફ પોલીસી ધરાવે છે અને સીતારામ ટ્રેડીંગ કુમાં 15,02,027ના મુલ્યની 33 ટકા ભાગીદારી ધરાવે છે.

તેઓ એક પણ વાહન ધરાવતા નથી અને 5,96,800ની કીમતનું 100 ગ્રામ સોનું જ્યારે પત્ની ગીતાબેન પાસે પણ 29,84,000ના મુલ્યનું 500 ગ્રામ સોનું છે. એ સિવાય તેઓ વતન હણોલ, ભાવનગરના જાસેર વડીયા, પાલીતાણામાં ખેતીની જમીન ધરાવે છે. પાલીતાણા GIDCમાં પ્લોટ, ત્યાંના સરદાર શોપિંગ સેન્ટરમાં દુકાન, સીતારામ કોમ્પ્લેક્ષમાં 33 ટકા હિસ્સો, ગાંધીનગર, હણોલ વગેરે ગામોમાં પ્લોટ અને મકાન સહીત કુલ 4, 19, 35, 300ની સ્થાવર મિલકત અને 1,65,45,509ની જંગમ મિલ્કત ધરાવે છે અને પોતાના પર એક પણ ગુન્હો નોંધાયો ન હોવાનું પણ સોગંદનામાંમાં જણાવ્યું છે.

Continue Reading

ગુજરાત

પોરબંદર લોકસભામાં ડો.માંડવિયા અને ધારાસભામાં મોઢવાડિયાની ઉમેદવારી

Published

on

By

પોરબંદર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવીયા અને પોરબંદર વિધાનસભામાં પેટા ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેદવાર પત્ર ભર્યુ હતું. આ નિમિત્તે આયોજીત ’વિજય વિશ્વાસ સભા’ અને ’નામાંકન રેલી’માં મોટી સંખ્યામાં આગેવાનો, કાયકર્તાઓ અને હજારોની સંખ્યામાં પોરબંદરના લોકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનતાએ ડો. મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયના આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ભારતીય જનતા પાર્ટી,મહિલા મોરચા ના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દિપીકાબેન સરવૈયા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, પોરબંદર લોકસભા બેઠકના પ્રભારીશ્રી પ્રદીપ ખીમાણી સહિતના આગેવાનો, સાધુ સંતો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જંગી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.

Continue Reading

Trending