રાષ્ટ્રીય
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
સંસદના શિયાળુ સત્રમાં આજે (17 ડિસેમ્બર 2024) બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે..આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.
લોકસભામાં ભારે બબાલ વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. આ બિલની તરફેણમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે. આ બિલ માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.
બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન
જમ્મુના કઠુઆમાં એક મોટી દુર્ઘટના બની છે. કઠુઆના શિવનગરમાં એક મકાનમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. તમામના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ ઘરમાં 9 લોકો સૂતા હતા. આગના ધુમાડાને કારણે ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા. આ દરમિયાન આગમાં ફસાયેલા લોકોને ઘરમાંથી બહાર કાઢતી વખતે પાડોશી યુવક બેહોશ થઈ ગયો હતો. આગનું કારણ ઘરમાં ઈલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
મૃત્યુ પામેલાઓમાં બે બાળકો સહિત એક જ પરિવારના લોકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત સવારે 2.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. અકસ્માત થયો ત્યારે ઘરના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા. ઘરમાં આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કઠુઆની સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટરે જણાવ્યું કે 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી છ મૃત્યુ પામ્યા હતા. તેણે જણાવ્યું કે ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે દરેકના મોત થયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગને કારણે ઘરમાં ધુમાડો છવાઈ ગયો હતો. લોકો ઘરમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકોને બહાર કાઢવા લાગ્યા. દરમિયાન પાડોશી યુવક જ્યારે ઘરની અંદર પહોંચ્યો ત્યારે ગૂંગળામણને કારણે તે બેભાન થઈ ગયો હતો. લોકોએ જણાવ્યું કે આગ ઈલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી જે અચાનક ઝડપથી ભડકી ઉઠી હતી.
આગમાં ઘરમાં હાજર છ લોકોના મોત થયા હતા જેમની ઓળખ 3 વર્ષીય આકાશ રૈના, 4 વર્ષીય અદ્વિક, 15 વર્ષીય દાનિશ ભગત, 17 વર્ષીય ગંગા ભગત, 25 વર્ષીય બરખા રૈના થઈ અને 81 વર્ષીય અવતાર ક્રિષ્ના તરીકે થઇ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ જેઓ બેભાન થઈ ગયા છે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
Sports
રાહુલ-જાડેજાની ધૂંઆધાર બેટિંગથી ફોલોઅનથી બચ્યું ભારત
આકાશે ચોગ્ગો ફટકારતાં જ ડ્રેસિંગ રૂમમાં ઝૂમી ઉઠયા રોહિત શર્મા- વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર, ટેસ્ટ ડ્રો તરફ જઇ શકે
ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે તેના પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા છે. જસપ્રિત બુમરાહ અને આકાશ દીપની બેટિંગના કારણે ભારતે ફોલોઓન બચાવી લીધું છે. બંને અણનમ છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. આકાશ 27 રન બનાવીને અણનમ છે અને બુમરાહ 10 રન બનાવીને અણનમ છે. અત્યાર સુધી બંને વચ્ચે 10મી વિકેટ માટે 54 બોલમાં 39 રનની ભાગીદારી થઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આ મામલે ટીમ ઈન્ડિયા હજુ પણ 193 રન પાછળ છે. ફોલોઓન બચાવવા માટે ભારતને 246 રન બનાવવા પડ્યા હતા.
આકાશે ચોગ્ગો ફટકારીને ફોલોઓન બચાવી લીધું હતું. ડ્રેસિંગ રૂૂમમાં હાજર રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ઉત્સાહમાં પોતાની ખુરશી પરથી કૂદી પડ્યા. ત્રણેયે એકબીજાને હાઈ ફાઈવ આપ્યા. જ્યારે આકાશ અને બુમરાહ ડ્રેસિંગ રૂૂમમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે ત્રણેયએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ચાહકોએ બંનેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. હવે એક દિવસની રમત બાકી છે. આ ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી રહી છે.
ભારતે આજે 4 વિકેટે 51 રનથી રમવાનું શરૂૂ કર્યું હતું. જોકે ટૂંક સમયમાં ટીમને રોહિત શર્માના રૂૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. રોહિત 10 રન બનાવીને કમિન્સનો શિકાર બન્યો હતો. આ પછી રાહુલે જાડેજા સાથે 67 રનની ભાગીદારી કરી હતી. રાહુલ સદી ચૂકી ગયો હતો અને 139 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 84 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી નીતિશ રેડ્ડી અને રવિન્દ્ર જાડેજાએ સાતમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. નીતિશ 16 રન બનાવીને કમિન્સ દ્વારા બોલ્ડ થયો હતો. આ સાથે જ સિરાજ એક રન બનાવી શક્યો હતો.
તે જ સમયે, બીજા છેડે હાજર જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી હતી. તે નવમી વિકેટ તરીકે આઉટ થયો હતો. તે કમિન્સ દ્વારા માર્શના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજાએ 123 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી.
આ પછી બુમરાહ અને આકાશે હિંમત બતાવી અને ભારતને ફોલોઓન કરતા બચાવ્યું. બંને ઓસ્ટ્રેલિયાની લીડને વધુ ઘટાડવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સે અત્યાર સુધીમાં ચાર વિકેટ ઝડપી છે.
જ્યારે મિચેલ સ્ટાર્કને ત્રણ વિકેટ મળી હતી. જોશ હેઝલવુડ અને નાથન લિયોનને એક-એક વિકેટ મળી હતી. અગાઉ સોમવારે યશસ્વી 4 રન બનાવીને, ગિલ એક રન બનાવીને, વિરાટ ત્રણ રન બનાવીને અને પંત 9 રન બનાવીને આઉટ થયો હતો.
આંતરરાષ્ટ્રીય
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. સાથે નિફ્ટીમાં પણ આશરે 365 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રૂપિયો પણ સતત ઘસાઈને ડોલર સામે 84.92ના નવા તળિયે પહોંચી ગયો હતો.
ગઈકાલે ઘટાડા બાદ 81,748ના બંધ સામે આજે સેન્સેક્સ 81,511 પર ખુલ્યો હતો. પરંતુ સતત વેચવાલીના પગલે સેન્સેક્સમાં બપોરે ત્રણ વાગ્યાના આસપાસ ભારે ઘટાડો થઈને 1136 પોઈન્ટનો કડાકો થઈ જતાં સેન્સેક્સ 81 હજારની સપાટી તોડી 80,612 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી ગઈકાલના 24,668ના બંધ સામે 84 પોઈન્ટ ઘટીને 24584 પર ખુલી હતી. ભારે વેચવાલીથી નિફ્ટીમાં 365 પોઈન્ટનો કડાકો બોલી જતાં 24,303ના દિવસના લો પર ટ્રેડ થઈ હતી.
બ્લુ સ્ટાર, ભારત ડાયનેમિક, શ્રીરામ ફાઇનાન્સના શેર 2 ટકાથી વધુ તૂટ્યા છે.પિડિલાઇટ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્સ સર્વિસિસ, રેમન્ડ અને આઇટીઆઇના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંતાના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો થયો હતો.
આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં ટઈંડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
-
રાષ્ટ્રીય2 days ago
બિટકોઈનમાં તોફાની તેજી, પ્રથમ વખત કિંમત 1.05 લાખ ડોલરને પાર
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
ગુજરાત2 days ago
રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
ગુજરાત2 days ago
શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી