Site icon Gujarat Mirror

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

સંસદના શિયાળુ સત્રમાં આજે (17 ડિસેમ્બર 2024) બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે..આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.

લોકસભામાં ભારે બબાલ વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. આ બિલની તરફેણમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે. આ બિલ માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.

બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

Exit mobile version