Connect with us

ધાર્મિક

વાદળો પર આવેલા આ મંદિરમાં ભગવાન કાર્તિકેયની અસ્થિની કરવામાં આવે છે પૂજા, જાણો શું છે રહસ્ય

Published

on

ઉત્તરાખંડમાં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે, અહીં દેવી-દેવતાઓના પ્રાચીન અને ભવ્ય મંદિરો પણ આવેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્તરાખંડમાં પ્રકૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે. કાર્તિક સ્વામી મંદિર ઊંચા શિખર પર આવેલું છે. આ મંદિરની ભવ્યતા, પૌરાણિક કથા અને મહત્વ તો માત્ર તેનું મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ સાથે જ મંદિરની આસપાસનો નજારો પણ ભક્તોને આકર્ષે છે.

કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. તે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનક ચૌરી ગામ નજીક 3050 મીટરની ઉંચાઈ પર ક્રૌંચ ટેકરીની ટોચ પર આવેલું છે. ઉત્તર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં વિરાજમાન છે.

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવે તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણેશને બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા કહ્યું. પિતાની આજ્ઞા મળતાં જ કાર્તિકેય બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા નીકળી પડ્યા. તે જ સમયે, ગણેશજીએ તેમના માતા-પિતાના સાત ફેરા લીધા અને કહ્યું કે તમે મારું સમગ્ર બ્રહ્માંડ છો.

ભગવાન ગણેશની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા કે આજથી વિશ્વમાં તેમની પ્રથમ પૂજા કરવામાં આવશે. બીજી તરફ, જ્યારે કાર્તિક બ્રહ્માંડના 7 પરિક્રમા પૂર્ણ કરીને પાછો ફરે છે, ત્યારે તેને આ માહિતી મળે છે. આ પછી કાર્તિકે આ સ્થાન પર પોતાના શરીરનો ત્યાગ કર્યો અને પોતાના અસ્થિઓ ભગવાન શિવને અર્પણ કર્યા.

દર વર્ષે કાર્તિક સ્વામી મંદિરના દર્શને આવતા ભક્તોની સંખ્યા વધી રહી છે. ભગવાન કાર્તિક સ્વામી દક્ષિણ ભારતમાં સ્થિત કાર્તિક મુરુગન સ્વામી તરીકે પણ ઓળખાય છે. મંદિર પરિસરમાં લટકતી સેંકડો ઘંટડીઓનો સતત અવાજ લગભગ 800 મીટરના અંતરે સંભળાય છે. અહીં રોડ પરથી 80 સીડીઓ ચઢીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે.

rajkot

સનાતન ધર્મનું અપમાન સહન નહીં થાય: સંતોનો ધ્રુજારો

Published

on

By

રાજકોટની ભાગોળે ત્રંબા ખાતે સનાતન ધર્મના સંતો-મહંતોનું સંમેલન યોજાયું: પ્રમુખ તરીકે શેરનાથ બાપુની નિમણૂક

દેવાલયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, વેદાંત યુનિવર્સિટી સ્થાપવા, સંસ્કૃત વિદ્યાલયો ખોલવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માગણી


રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા ગામે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની આગેવાની હેઠળ સંતોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું.
આ ધર્મસભા સંત સંમેલનમાં દેશભરમાંથી ઋષિ-મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંતોએ સાથે મળીને દિલ્હીમાં સનાતન ધર્મ સંત સમિતિનું મુખ્ય કાર્યાલય ખોલવાનું નક્કી કર્યું અને બાદમાં રાજ્ય મુજબના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી હતી.
જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠ પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારીબાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કનીરામ બાપુ, દિલીપદાસજી, નિર્મળબા પાયડ, કરસનદાસ બાપુ, લાધુલિત બધુલીશ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં ગુજરાત સનાતન ધર્મ સમિતિના પ્રમુખ તરીકે શેરનાથ બાપુની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે દૂધરેજના કનીરામ બાપુને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લીંબડીના લલિતકિશોરજી મહારાજને મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, મહેશગીરી, પાયડના નિર્મલબા, જૂનાગઢના ઈન્દ્રભારતી, સત્તાધારના વિજયબાપુની સભ્યો તરીકે નિમણૂંક કરાઈ હતી.
આ સંમેલનમાં સનાતન ધર્મને મજબૂત કરવા સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મ મંદિરોની સુરક્ષા, ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવા, સંસ્કૃત પાઠશાળા ખોલવા, વેદાંત યુનિવર્સિટીની સ્થાપના, યુવાનોને શિક્ષણ આપવા સહિતના અનેક મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા છે.
સનાતન ધર્મને મજબુત કરવા માટે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા, વેદાંત યુનિવર્સીટી સ્થાપિત કરવા, વેદાંત યુનિવર્સીટી સ્થાપિત કરવા, યુવાનોના ભણતર અને સાધુ બનીને મઠની રચના કરવા સહિતના મુદ્દાઓ પર દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દૂ દેવી-દેવતાઓ વિષે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે કરવામાં ચર્ચા કરવામાં આવી હતી.
આ ધર્મસભામાં જગતગુરૂૂ શંકરાચાર્ય દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારીબાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી, નિર્મળાબા પાળીયાદ, કરસનદાસ બાપુ, લલીત કિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

કોઇપણ વ્યક્તિ દેવી દેવતાઓનું અપમાન નહિ કરી શકે: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

દ્વારિકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યુ કે કોઇપણ વ્યક્તિ અમારા દેવી દેવતાઓનું અપમાન નહિ કરી શકે. એક્ટર હોય કે ડિરેક્ટર હોય કોઇપણ ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહિ થાય. મહારાજા ફિલ્મમાં શ્રીનાથજી ભગવાન દ્રારિકાધીશ ભગવાનનું ચિત્ર ઉપયોગ કરીને ખોટી હરકત કરાઇ છે…જેની વિરુદ્ધ સનાતન ધર્મ સંસ્થા વિરોધમાં ઠરાવ કરે છે. કેટલાક સનાતન ધર્મની જ પાંખ પોતાની અગ્નાનતાને કારણે દેવી દેવતાનું અપમાન કરી રહ્યા છે, હવે તે નહિ ચાલે.

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કોઈનું દિલ દુભાય: રમેશભાઇ ઓઝા

રમેશ ઓઝાએ જણાવ્યું કે, સંવાદિતા એ માત્ર અલગ અલગ સંપ્રદાયો વચ્ચેની જ નહી પરંતું વ્યક્તિની વાણી, વિચાર અને વર્તનમાં સંવાદિતા હોવી જોઈએ. સનાતન ધર્મ પાસે વસુધૈવ કુટુમ્બક છે, શંકરાચાર્યની અધ્યક્ષતામાં આજે શુભ શરૂૂઆત થઈ છે. આપણે ધર્મને માનવાનો છે, આપણે માનીએ એ ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવું પડશે. સનાતનમાં એક સુવ્યવસ્થા ઊભી થાય તે જરૂૂરી છે, રાજા ન હોય તો સેના વિખેરાઈ જાય, આપણા સનાતનના સેનાપતિ જગદગુરુ શંકરાચાર્ય છે.દેવી દેવતાઓના અપમાન બાબતે કહ્યુ કે, વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે કોઈનું દિલ દુભાય. જવાબદારી સમજ્યા વિનાની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે, કળા કે અભિનયનું ક્ષેત્ર હોય દેવી દેવતાઓની ગરિમા ટકી રહે તે જરૂૂરી છે.

અમુક બાબતો જાણી જોઇને કરવામાં આવી રહી છે: મોરારિબાપુ

મોરારિ બાપુએ પણ રાજકોટમાં યોજાયેલ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, ઘાટ પણ બાંધવો છે, ગંગાનું પાણી પીવું છે, તેમાં નહાવું છે, પાપ પણ ધોવા છે પરંતુ ઘાટને મહાન ગણવો છે અને પોતાને મહાન ગણવા છે. આ બધુ અજાણતા નહીં પરંતુ જાણી જોઇને કરવામાં આવી રહ્યું છે. આપણે આ પરિવર્તન લાવવું જોઇએ.થ વધુમાં મોરારિ બાપુએ કટાક્ષ કરતા કહ્યું કે, અમે અત્યાર સુધી બેઠા બેઠા બોલ્યા એટલે અમુક લોકો ઊભા થયા, હવે અમારો ઊભો થવાનો વારો આવ્યો છે. મોરારિ બાપુ વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે, અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ, અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. વધુમાં કહ્યું કે, જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટ્લે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.

અમે સંપ્રદાયની ભૂલ સ્વીકારીએ છીએ, પુસ્તકો અમારા નથી: એસ.પી. સ્વામી

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિ એસ.પી.સ્વામીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વડતાલ મૂળ સંપ્રદાયના આચાર્ય એવું માને છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સનાતન ધર્મને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. સ્વામિનારાયણ ભગવાને પણ આદેશ કરેલો છે કે કોઈ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. શિક્ષાપત્રીમાં પણ ક્યાંય કોઈ સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે આવું લખવામાં આવેલું નથી. અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ. જે પુસ્તકોમાં લખવામાં આવેલું છે તે અમારા પુસ્તકો નથી. જે પણ સંપ્રદાય લખ્યું હોઈ તેની સામે પગલાં લેવામાં આવે.

આપણે આપણી પરંપરા ભૂલી ગયા છીએ: મુક્તાનંદ બાપુ

ચાપરડાના મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, દેશમાં 100 કરોડ ઉપર હિન્દુ પ્રજા છે. જો તેઓ એક થાય તો વિશ્વની કોઈ મહાસત્તા સામે ન આવે. કોમવાદ કરવા નથી માગતા. અમે કોઇએ કોઇની લીટી ભૂંસી નથી. હિંદુ સમાજના દેવતાઓ વિશે કોઇ ટિપ્પણી કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આપણે આપણી પરંપરા ભૂલી ગયા છીએ. નેતૃત્વનો સ્વીકાર કરવો આવશ્યક છે. રાષ્ટ્રીય સમસ્યાને પ્રાધાન્ય આપવું જોઇએ. આ મંડળ એ દંગલ માટે નથી. સનાતન ધર્મ સામેના વાણી વિલાસ રોકવા માટેનું આ એક સંગઠન છે. અમે ગામે ગામે યજ્ઞ કરી લોકોને આ સંગઠનમાં જોડીશું. સંતો દ્વારે દ્વારે જઈ સમાજ ઉપયોગી કામગરી કરશે. ગુજરાતના પેથાપુરમાં આ સંગઠનનું કાર્યાલય શરૂૂ થશે. મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, આજની ધર્મસભામાં દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય અહીં ઉપસ્થિત રહ્યા છે. સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય છે. બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. આ ટ્રસ્ટથી સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા કરવામાં આવશે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ છે. સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા માટે કામ કરવામાં આવશે. વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવાનો મુદ્દો મુકવામાં આવ્યો છે. યુવક-યુવતી ભણે અને સાધુ બને અને મઠની રચના કરવામાં આવે. અન્યથા મઠોની પરિસ્થિતિ ખરાબ થશે. કથાકારો, સાહિત્યકારો કે જેમની પાસે ઓડિયન્સ છે તેઓને બોલાવવામાં આવશે.

Continue Reading

Trending