ભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત

પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા…

પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા યુવકોના સ્કૂટરને ટક્કર મારતા ફંગોળાયેલા બંને યુવકો પૈકી એકનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયેલ જયારે બીજા યુવકને ઇજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગર શહેરના ખેડૂતવાસ, રૂૂવાપરીરોડ પર રહેતા રવિભાઈ બટુકભાઈ બારૈયા તથા કરચલિયાપરા, રામાપીરના મંદિર પાસે રહેતા સુનિલભાઈ ભરતભાઈ ગોહિલ નામના યુવકો પોતાનું એક્સેસ સ્કૂટર નંબર જીજે04ઇએલ- 1491 લઈને આજે સવારે માઢીયા ગામથી મજૂરી કરીને પરત ફરી રહ્યા હતા.

ત્યારે કુંભારવાડા 10 નાળા નજીક સામેથી પુરઝડપે બેફિકરાઈથી, માણસોની જિંદગી જોખમાય તે રીતે આવી રહેલા ટ્રક નંબર જીજે1ઝેડ એડબલ્યુ- 1489ના ચાલકે એક્સેસ સ્કૂટરને અડફેટે લઈને જોરદાર ટક્કર મારતા સ્કૂટર સાથે બંને યુવાનો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા જેમાં બંનેને લોહિયાળ ઇજા થયેલ. આ દરમિયાન ગંભીર ઇજા થતા ખેડૂતવાસના રવિભાઈ બારૈયાનું ઘટના સ્થળેજ મોટ થયું હતું. જયારે સુનિલભાઈને ગંભીર ઇજા થતા તેને 108 મારફત સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયેલ. અકસ્માતનો બનાવ બનતાની સાથેજ લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *