Connect with us

ગુજરાત

સુરતમાં યુવાન દોડતી ટ્રકના ટાયર નીચે કુદયો, જુઓ આ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

Published

on

રાજ્યમાં દિવસે ને દિવસે અક્સંતોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતનાઉધના રોડ પર થયેલા અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં જોવા દેખાય છે કે, રોડની સાઇડ પર ઉભેલો યુવાન ટ્રક આવતા અચાનક નમ્યો હતો, ત્યારબાદ તે અચાનક ટ્રક નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર ઉધના રોડ નં. 3 પર શનિદેવ મંદિરની પાસે ગઈકાલે રોડ અકસ્માતમાં એક ડિંડોલી વિસ્તારના યુવાનનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હવે CCTV સામે આવ્યા છે, ત્યારબાદ સવાલ થઈ રહ્યાં છે કે આ આત્મહત્યા કે અકસ્માતની ઘટના છે.

CCTVમાં સ્પષ્ટ દેખાયરહ્યું છે કે રોડની એક તરફ યુવાન ઉભો છે અને જ્યારે ટ્રક આવે છે ત્યારે તે અચાનક નીચે નમી જાય છે ત્યારબાદ તે ટ્રક નીચે આવી જતા મોત તેનું મોત નીપજ્યું. ત્યરે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

Published

on

By

અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં જાહેરમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. બાદમાં કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ CCTVમાં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો.અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે મર્સિડીઝ ગાડીમાં આવેલા બે શખ્સોએ આવીને પૂછ્યું કે, ડીપર કેમ માર્યું તેમ કહીને અજીતસિંહ રાઠોડને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ મર્સિડીઝ ગાડી ચાલક બે શખ્સોમાંથી એક શખ્સે કોઈને ફોન કરતા પાંચ જ મિનીટમાં બ્લેક કલરની બીજી એક ફોર વ્હીલર શ્યામ વિહાર સોસાયટી પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી કુખ્યાત ધમા બારડ સહિત ત્રણથી વધુ શખ્સો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફિસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર માર્યો હતો. આ સમયે અજીતસિંહ રાઠોડના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા ત્યારબાદ ઘાયલ અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

બુટલેગરના પુત્રનું અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ પિતા કિશોરસિંહ રાઠોડને થતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો અને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.

Continue Reading

ગુજરાત

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

Published

on

By

ભગવતીપરાના સમન્વય હાઈટ્સમાં બનાવ: પરિણીતાએ ગળેફાંસો ખાઈ પગલું ભર્યું

મુળ નેપાળની એક મહિના પહેલા સુરતમાં રહેતા પતિને છોડી રાજકોટ આવી પરણેલા પ્રેમી અને પ્રેમીની પત્નિ સાથે ભગવતીપરામાં રહેતી હતી તે પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.તેણીએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું પ્રેમીએ કહેતાં પોલીસે તેની પુછતાછ હાથ ધરી છે. બીજી તરફ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું


મળેલી માહિતી મુજબ, ભગવતીપરા સમન્વય હાઇટ્સ જે વિંગ-402માં ચોથા માળે રહેતી અનિતા દિપક ટમટા (ઉ.વ.28) નામની નેપાળી પરિણીતાએ રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરના રૂૂમમાં ગાળફાંસો ખાઇ લીધાની જાણ થતાં 108 પહોંચી હતી. તેના ઇએમટી યાસીનભાઇએ તેણીને મૃત જાહેર કરતાં પોલીસ ક્ધટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ વી. એસ.ચૌહાણ, બીપીનભાઇ પટેલ સહિતે બી-ડિવીઝન નોંધ કરાવતાં પીએસઆઇ એમ. આઇ. શેખ,એએસઆઈ સોઢા, ધર્મેશભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.


પોલીસે તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે અનિતા તેના પ્રેમી દિપક ટમટા સાથે અહિ રહેતી હતી. દિપક સાથે તેની આગલી પત્નિ અને બે સંતાન પણ રહે છે. દિપક પ્રાઇવેટ નોકરી કરે છે. પામનાર અનિતાનો પતિ સુરત રહે છે, તેને પણ એક દિકરી છે. એક મહિના પહેલા અનિતાને દિપક સુરતથી ભગાડી આવ્યો હતો. બંને નેપાળમાં હતાં ત્યારથી જ પ્રેમ હતો. અનિતાએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું દિપક અને તેની પત્નિએ પોલીસને કહ્યું હતું. પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા અને મોતનું કારણ જાણવા યથાવત રાખી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો ખુલશે. તેના આગલા પતિને પણ બનાવની જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

Published

on

By

ઓરિસ્સાનો યુવક રાજકોટમાં કામ કરતાં પિતા પાસે બે મહિનાથી આવ્યો’તો : 4 દિવસથી ડેન્ગ્યુમાં સપડાતા સારવારમાં હતો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે મચ્છરજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો થયો છે. ઠેર-ઠેર પાણી ભરતા મચ્છરોનો ત્રાસ વધવાને પગલે રાજ્યભરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજયમાં ડેન્ગ્યુના 345 જેટલા કેસ આરોગ્યના ચોપડે નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ડેન્ગ્યુથી ત્રણ બાળકો અને સુરતમાં એક મહિલા સહિત ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.


જ્યારે રાજકોટમાં પણ ડેન્ગ્યુએ હાહાકર મચાવ્યો હોય તેમ ધો.12ના છાત્રનો ભોગ લેવાતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ જવા પામી છે. મૂળ ઓડીશાનો વતની યુવાન રાજકોટમાં કામ કરતા તેના પિતાને ઘરે બે મહિનાથી આવ્યો હતો. જે ચાર દિવસથી ડેન્ગ્યુમાં સપડાયા બાદ સારવાર તેનું મોત નીપજ્યું હતું.


જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઓડીશાનો વતની અજુ રમેશભાઇ સુના (ઉ.વ.22)નામનો યુવાન રાજકોટમાં કાલાવડ રોડ પર અવધના ઢાળ્યા પાસે રહેતા તેના પિતા પાસે બે મહિનાથી આવ્યો હતો. દરમિયાન અઠવાડિયા અગાઉ તેની તબીયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ચાર દિવસ પહેલા નિધાન થતા તેને ડેન્ગ્યુ થયાનું ખોલ્યુ હતું. જેથી તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.


જો કે, સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને આજે સવારે તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક અજુ ઓડીશામાં રહી ધો.12માં અભ્યાસ કરતો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી યુવાન પુત્ર ગુમવતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.]


મવડી ચોકડી પાસે વૃદ્ધાનો ઝેર પી આપઘાત
મવડી ચોકડી પાસે આવેલી રાજદિપ સોસાયટીમાં રહેતા મુક્તાબેન રમેશભાઇ કોરીયા (ઉ.વ.68)નામના વૃદ્ધાએ આજે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત12 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય12 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત12 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending