Connect with us

કચ્છ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કચ્છની મુલાકાતે

Published

on

પૂર અસરગ્રસ્તોની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી


શકિતસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી. શકિતસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. શકિતસિંહ ગોહિલ બે દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો.


સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂૂરી છે.કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન થયું તેને પૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું.તે સમયે જે લોકોના ઝુંપડા પડી ગયા હતા તેવા લોકોને પાકા મકાનો બંધાવીને આપ્યા હતા જે આજે પણ હજુ ઊભા છે.જે માલધારીઓના પશુઓ આરિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવું જોઈએ, જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ.
આજે ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે 1 ફોર્મ ભરાવી રહી છે.જેમાં કપડાં અને ઘરવખરીના 2500 રૂૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા 2500 રૂૂપિયા .

જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે તેમનું 5000 રૂૂપિયામાં કંઈ ભલું થાય ખરું? ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટીએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ.ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ, તલ, એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ.તાત્કાલિક સર્વે કરીને વ્હોટસએપના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ.


અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશડોલ્સ એટલે કે રોકડની સહાય રોજેરોજની મળવી જોઈએ તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં છે. પરંતુ સરકાર એમ જણાવે છે કે સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેવા લોકોને જ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે.રાજ્યના વિવિધ જીલ્લાઓમાં થયેલ નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઈલ મારફતે પણ કરવામાં આવી છે.આશા છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય આપે.


ઘરમાં પાણી ઘૂસ્યા હતા તો ઘરવખરીમાં ઘરના દરવાજા, સોફા અને લાકડાના ફર્નિચરને નુકસાની પહોંચી છે તો ચાર દિવસમાં એક જ વખત આર્મી ની ટીમ જ્યારે રેસ્ક્યુ કરવા આવી ત્યારે ફૂડ પેકેટ આપ્યા હતા પરંતુ દૂધ અને પાણીની ખૂબ જ તકલીફ હતી તો નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂૂ કરાયું છે પણ પંપ પણ ખૂબ ધીમા છે માટે ખૂબ ઝડપથી કામગીરી કરે તેવી અપેક્ષા છે નહીં તો વધારેમાં વધારે રોગચાળો ફેલાય તેવી ભિતી છે.
અનાજ અને કેટલફીડના વેપારી જણાવ્યું હતું કે દુકાનમાં ચાર ચાર ફૂટ પાણી ભરાયા હતા જેના કારણે અનાજની બોરિયો પલળી ગઈ હતી માંડવી તાલુકાના ગામડાઓમાં આવેલ વાડી વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને પપૈયા,કેળા અને દાડમના પાકો નો સોથ વળી ગયો છે.

કચ્છ

કચ્છના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાતા તંગદિલી

Published

on

By

શાળામાં ભણતા બાળકો દ્વારા આચરવામાં આવેલ કૃત્ય, મંદિર ઉપર વિધર્મીઓએ ઝંડા લગાડી દીધા

કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મુર્તિ ખંડીત કર્યાની ઘટનાથી તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેને પગલે નખત્રાણા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શાળામાં ભણતા બાળકોએ આ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે મંદિરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી તે મંદિર ઉપર વિધર્મીઓએ પોતાના ઝંડા લગાડી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને કચ્છના નખત્રાણા પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સુરતની ઘટના બાદ કચ્છમાં બનેલ આ ઘટનાથી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ગ્રામજનો દ્વારા પોલીસે આ મામલાને દબાવી રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે સ્થાપિત ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ ગણપતિની મૂર્તિ ખંડીત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલામાં શાળાના બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં પ્રથમ બાળકોના નામ આવ્યા બાદ પથ્થરમારો કરનાર આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતાં અને 12 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.

નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે મંદિરમાં વિધર્મીઓએ ઝંડા ફરકાવી દીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. આ મામલાને લઈને પોલીસે પણ કડક વલણ અપનાવવાના બદલે મામલો રફેદફે કરવા ગ્રામજનો પર દબાણ લાવ્યું હોય આ મામલે હિન્દુ સંગઠનોએ તાત્કાલીક ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરતાં આ ગંભીર બનાવમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં ભરવા આઈ.જી અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંવેદનશીલ ઘટનામાં પોલીસે કલાકો સુધી ફરિયાદ લેવાના બદલે મામલો રફેદફે કરવાનું કૃત્ય કર્યુ હોય જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સુરતની ઘટના બાદ રાજ્યભરમાં ગણેશ પંડાલોમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા આપવા માટે રાજ્ય પોલીસ વડાએ પણ તાકીદ કરી છે ત્યારે આ બનાવમાં પોલીસની ભુમિકા ઉપર અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.

Continue Reading

કચ્છ

કચ્છની પાલારા જેલમાં પોક્સોના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત

Published

on

By

ખાવડા માર્ગે આવેલી પાલારા-ભુજ જિલ્લા ખાસ જેલમાં પોક્સો સબબ કેસમાં પકડાયેલા આરોપી 22 વર્ષીય મોહિત ભરતભાઈ સુરેલા (મૂળ રહે. વીરવિદાર્કા, તા. માળિયા-મિયાંણા, જિ. મોરબી)એ તા. 9/9ના બપોરે પોતાની બેરેકના બાથરૂૂમની આડીમાં લૂંગી જેવું વત્ર બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાબતે બી-ડિવિઝન પોલીસ અને જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલે જણાવ્યું હતું કે, મૂળ મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાના વીરવિદાર્કા ગામનો વતની મોહિત ભરતભાઈ સુરેલાનું પોલીસે તા. 6/6/2024ના સગીરાના બળાત્કારના ગુનામાં પકડાયા પછી તેના પર પોક્સો સહિતની આઈપીસી કલમ 363, 366, 376 (2) (એન) આરોપી બનાવી ટંકારા પોલીસ સ્ટેશને ગુના નોંધીને મોરબી જેલમાં મોકલી દીધો હતો.

મોરબી જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદી હોવાના કારણે આ આરોપીને તા. 4/8/2024થી ભુજ બદલી કરાયો હતો. આરોપીએ બપોરે પોતાની બહેન સાથે જેલના નિયમ પ્રમાણે મળતી ટેલિફોન સુવિધાથી વાતચીત કરીને પરત બેરેકમાં આવીને સીધો બાથરૂૂમમાં ચાલ્યો ગયો હતો, તેવું બેરેકના અન્ય કેદીઓએ જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જેલમાં લાગેલા સીસીટીવીના ફૂટેજમાં કેદી બાથરૂૂમમાં જાય છે, તે પણ દેખાય છે.
બહેન સાથેની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગની તપાસ કરાઈ રહી છે, હજુ સુધી કોઈ પણ વાંધાજનક લખાણ કે ચીઠ્ઠી મળી ન હોવાનું જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. પોલીસ અને પોસ્ટમોર્ટમ સહિતને કાર્યવાહી કરાયા પછી મૃતદેહ વતન મોકલવાની તજવીજ કરાઈ હતી. બે વર્ષ પહેલાં પાલારા જેલમાં આવી જ રીતે કેદીના આત્મઘાતના બનાવ બાદ ફરી જેલમાં આ ઘટનાની ચકચાર મચી ગઈ હતી.

Continue Reading

કચ્છ

ભેદી રોગચાળાના પગલે કચ્છ દોડી જતાં આરોગ્ય મંત્રી

Published

on

By

કચ્છના લખપત અને અબડાસા પંથકમાં ભેદી રોગચાળાએ 16 લોકોના ભોગ લેતાં ગતરાત્રે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી તાબડતોબ કચ્છ પહોંચ્યા છે.


કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તત્કાલીન પગલાઓ વિશે જાણકારી મેળવી હતી.


આ ઉપરાંત, આરોગ્ય મંત્રીએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ વિશે ખ્યાલ મેળવીને વહીવટી તંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા તે તમામ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી.


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જિજ્ઞા ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય મંત્રીને પ્રવર્તમાન આરોગ્યની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.

Continue Reading
ક્રાઇમ1 min ago

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

ક્રાઇમ8 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત11 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત13 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત15 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત18 mins ago

બોટાદના જનડા ગામે ડિમોલિશન દરમિયાન મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ

ગુજરાત20 mins ago

રેવન્યુ ટ્રિબ્યૂનલના ચેરમેનને દૂર કરવા હાઇકોર્ટનો હુકમ

ગુજરાત22 mins ago

હોર્ડિંગ્સ સાઈટમાં ગોટાળાની આશંકા: દરખાસ્ત પેન્ડિંગ

મનોરંજન56 mins ago

TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી

રાષ્ટ્રીય1 hour ago

VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

Trending