ગુજરાત
પોરબંદરમાં આર્થિક ભીંસ દૂર કરવા પ્રેમીએ પ્રેમિકાના ઘરમાંથી 1.70 લાખની ચોરી કરી
પોલીસે આરોપીને પકડયો, પ્રેમિકાએ પણ મદદગારી કરી હોવાનું ખુલ્યું
પોરબંદરના હાઉસીગ બોર્ડ કોલોની નજીકના વિસ્તારમાં રવિવારે બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો. તે દરમ્યાન બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અને કુલ 1.70 લાખના મુદામાલની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોરબંદર એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકલ્યો હતો. જેમાં ફરીયાદી મહિલાની દીકરીનો પ્રેમીએ ચોરી કરી હોવાની ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.
પોરબંદરના હાઉસીગ બોર્ડ કોલોની નજીકમાં રહેતા મહિલાના બંધ મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ. રૂૂ.1. 61 લાખની ચોરીની ફરીયાદ કમલાબાગ પોલીસ નોંધાયા હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી હતી. એલસીબીના સ્ટાફે સીસી ટીવી કેમેરા અને ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન પોલીસને હકિકત મળતા એક શખ્સ સોનાની બંગડી વેચવા માટે નિકળ્યો છે.
આથી પોલીસ વોચ ગોઠવી અને ઉદય દિલીપ જેઠવા નામનો શખ્સને શંકાના આધારે રોકી અને તલાશી લેતાં તેમના સોનાની ચાર બંગડી, સોનાનો ચેઇન એક, ચાંદીની લગડી નંગ -5 અને રોકડા રકમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની અટકાયત કરી અને પૂછપરછ કરતા તેમને રૂપિયાની જરૂરીયાત હોવાથી તેમણ ફરિયાદીની દીકરી સાથે પ્રેમ હોય તેમની સાથે મળી અને ઘરમાંથી ચોરી કરી હતી પોલીસે આરોપી ઉદય દિલીપ જેઠવા પાસેથી રૂ. 1.61નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુજરાત
કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત
નવાગામ વિસ્તારમાં આવેલા દેવનગરના ઢોરે રહેતા ભારતીબેન ઉર્ફે બબીબેન દિલીપભાઈ બાહુકીયા નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘર પાસે તળાવના કાંઠે કપડાં ધોતા હતા ત્યારે અકસ્માતે તળાવમાં પટકાયા હતા. પ્રોઢાને તાત્કાલિક બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મતગકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાના પતિ દિલીપભાઈ બાહુકીયાનું પણ દસ વર્ષ પહેલા ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો
શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે રહેતો પરપ્રાંતિય શ્રમિક યુવાન કારખાનામાં બુધવારની રજા હોવાથી આંટો મારવા નીકળ્યો હતો અને બાબરીયા કોલોની પાસે ચાલીને ચા પીવા હોટલે જતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારનો વતની અને હાલ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો સુરજીત રામલખન પંડીત (ઉ.39) નામનો યુવાન આજે બુધવાર હોવાથી કારખાનામાં રજા હોય જેથી આંટો મારવા માટે ગામમાં નીકળ્યો હતો. દરમિયાન બાબરીયા કોલોની શેરી નં.1માંથી ચાલીને હોટલે ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુરજીત બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.24માં રહેતા શૈલેષભાઈ ગીગાભાઈ વાડોદરા (ઉ.45) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શૈલેષભાઈ બે ભાઈ બે બહેનમાં નાના અને છુટક મજુરી કામ કરતાં હોવાનું તથા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત
વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો
હારીજ માર્કેટયાર્ડમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બાબા ચૌધરીનો પરાજ્ય, ત્રણ સભ્યોનું ક્રોસવોટિંગ
ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં પક્ષના મેન્ડેટ આપવાના ભાજપનો નિયમ બુમરેંગ થઇ રહ્યો હોય તેમ વધુ એક સહકારી સંસ્થામાં ભાજપના સભ્યોએ બળવો ર્ક્યો છે.
પાટણ જિલ્લાના બીજા નંબરના ભાજપ શાસિત હારીજ માર્કેટ યાર્ડમાં બીજી ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપના ત્રણ ડિરેક્ટરોએ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલા અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈને ફરી અઢી વર્ષ માટે જીતાડી ભાજપના મેન્ડેટનો ઉલાળીયો ર્ક્યો હતો.
હારીજ એપીએમસી હોલ ખાતે ચૂંટણી અધિકારી હિંમતનગર રજિસ્ટર્ડની અધ્યક્ષતામાં બીજી ટર્મના ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના યુવા મોરચા પ્રમુખ દ્વારા ચેરમેન પદ માટે બાબા ચૌધરી અને વાઈસ ચેરમેન પદ માટે દિલીપકુમાર ઠક્કરનુ મેન્ડેટ રજૂ કરાયું હતુ. જે મેન્ડેટની સામે વર્તમાન ચેરમેન વાઘજી ચૌધરીએ પાર્ટી મેન્ડટનો અનાદર કરી સામે ફોમ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
કુલ 17 સભ્યોની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં બાબા ચૌધરીને 8 મત મળ્યા હતા સામે પક્ષે વાઘજી ચૌધરીને 9 મત મળતા એક મતથી વિજય થયો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ વાઘજી ચૌધરી અને જુના કોંગ્રેસીઓએ મેન્ડેટનો અનાદર કરી ફરી કોંગ્રેસમાં જતા રહ્યા હોવાના આક્ષેપ બાબા ચૌધરીએ કર્યાં હતા. તો સામે બળવાખોર ઉમેદવાર અને તેમની ટીમ દ્વારા ભાજપ લીધેલી સેન્સમાં 9 ઉમેદવારોએ ચેરમેન તરીકે વાઘજી ચૌધરીનો પાર્ટીમાં લેખિત સેન્સ રજૂ કરી હતી.
આમ છતાં પાર્ટીએ ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કરનાર હોદ્દેદારોને એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનનુ મેન્ડટ આપ્યું હોય જેનો તેઓને વિરોધ હોય તેવા ગંભીર આક્ષેપો સાથે વાઈસ ચેરમેન, શહેર ભાજપ મહામંત્રી સહિતે બળવાખોર ઉમેદવારને ટેકો આપ્યો હતો.
બીજી તરફ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હારીજ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કાર્ય કરવા બદલ વાઘજી ચૌધરી (પક્ષના મેન્ડેટ વિરુઘ્ધ ઉમેદવારી કરનાર), રમેશજી ઠાકોર (દરખાસ્ત કરનાર) અને જીગર મહેતા(ટેકો આપનાર)ને શિસ્તભંગના પગલા બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત23 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત23 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય