ગુજરાત
ભાવનગરના વરતેજ જીઆઈડીસીમાં દારૂની 1767 બોટલ સાથે બે ઝડપાયા
ભાવનગરના વરતેજની વિશ્વકર્મા જીઆઇડીસી નજીક આવેલ વાડી પાસેની અવાવરું જગ્યામાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારી દારૂૂના જથ્થાને સગેવગે કરતાં બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઇ વિદેશી દારૂૂનો જથ્થો તેમજ મોબાઇલ મળી કુલ રૂૂ. 6.93 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, નરેશ સનાભાઇ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ દિલાવર ખાન પઠાણ ( રહે. અમરેલી ) એ વરતેજમાં આવેલ વિશ્વકર્મા જીઆઇડીસી, રાજશક્તિ રોડલાઇન્સની પાછળના ભાગે આવેલ જગાભાઈ પટેલ નારીવાળાની વાડી પાસેની અવાવરું જગ્યામાં ઇંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો રાખેલ છે અને આ જથ્થો સગેવગે કરવાની વેતરણમાં છે.
આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ-1767 કિં. રૂૂ.6,85,340/- તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.6,93,340/- ના મુદ્દામાલ સાથે નરેશ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ પઠાણ ( રહે. અમરેલી ) ને ઝડપી લીધા હતા.
આ બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂૂનો જથ્થો હરપાલસિંહ રણજીતસિંહ સરવૈયા ( રહે. સાંકડાસર-1 તા. તળાજા ) પાસેથી લાવ્યા હોવાનું જણાવતા એલસીબી એ ત્રણેય શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં ભાવનગરના આડોડિયાવાસમાં આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડના મકાનમાં એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂના ચપટા નંગ-222 તેમજ બિયરના ટીન અને બોટલ નંગ-45 મળી કુલ રૂૂ.27,780/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલ.સી.બી પોલીસે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
ગુજરાત
ફોરેક્ષ ટ્રેડિંગમાં લાખો હારી ગયેલા રેલવેકર્મીએ ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર પાસે ફિનાઇલ પી લીધી, બે પોલીસમેન, શિક્ષિકા સહિતના ભાગીદારો બળજબરીથી પૈસા પડાવવા ધાક-ધમકી આપતા હોવાનો સ્યૂસાઈટ નોટમાં ઉલ્લેખ
રાજકોટમાં રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ ભાગીદારીમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી ગયા બાદ ભાગીદાર એવા બે પોલીસમેન, શિક્ષિકા સહિત છ શખ્સો અવાર નવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.રાજકોટના રેલવે કર્મીએ વાકાનેર જઈ ફિનાઈલ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં આવેલી અવધ રેસીડેન્સીમાં રહેતા અને રેલવે હોસ્પિટલમાં સીએમએસના પીએ તરીકે ફરજ બજાવતા આનંદકુમાર નવલરામ બાદાણી (ઉ.વ.39) નામના યુવાને મંગળવારે બપોરે વાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર ટોકીઝ પાસે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં રેલવે કર્મચારી આનંદકુમાર મુળ પડધરીના હડમતિયાના વતની છે અને હાલ રાજકોટમાં પત્ની અને એક પુત્ર સાથે રહે છે.તેમણે સવારે પત્નીને અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળી વાંકાનેર જઈ સુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધું હતું.સુસાઈડ નોટમાં તેમણે જણાવ્યા મુજબ તેઓ ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.જેમાં રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે રહેતી અને કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હિરલ સંજીવભાઈ બુધવાણી, પ્રનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિ મોહનભાઈ રાઠોડ, અમદાવાદ રેલવે સુરક્ષબળનો કોન્સ્ટેબલ મનોજ પટેલ, દિપક પ્રજાપતિ અને ડાકોરનો નરેશ દરજી ભાગીદાર હોય.
જેથી ભાગીદારીમાં નાણાનું રોકાણ કરી ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.બાદમાં વર્ષ 2020 થી 2022ના સમયગાળામાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી જતા ઉપરોક્ત તમામ આરોપીઓ નાણાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. જેમાં શિક્ષિકા હિરલ તેના મળતીયાઓને મોકલી મારામારી કરી નાણા કઢાવવા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.
જ્યારે પોલીસમેન રવિ રાઠોડ પણ હું પોલીસ ખાતામાં છું અને મારૂૂ કોઈ કાઈ ઉખાડી નહી લે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હતો.ઉપરોકત તમામ આરોપીઓએ તેમને આત્મહત્યા માટે મજબૂર કરતા તેમણે આપગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ શરૂ કર્યો હતો.
ગુજરાત
આજી ડેમમાં નહાવા પડેલા વૃદ્ધનું ડૂબી જતાં મોત
આજી ડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા વૃધ્ધ આજી ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું હતું. ગઈકાલે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર આવેલા ભીમરાવનગરમાં રહેતા દેવનાથ ઠગભાઈ મહંતો (ઉ.62) નામના વૃધ્ધ ગઈકાલે સાંજે ઘરેથી નીકળી આજી ડેમમાં ન્હાવા ગયા હતાં. દરમિયાન પરત નહીં આવતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં આજે સવારે આજી ડેમમાં પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારજનો અને આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મજુરી કામ કરતાં હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
ગુજરાત
પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી
એ ડિવિઝનના એમ.કે.મોવલિયાને ક્રાઈમ બ્રાંચ અને રીડરમાં બે પીએસઆઈ મુકાયા
સતત બીજા દિવસે માગણી મુજબની બદલીના હુકમ કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા
રાજકોટમાં શહેર પોલીસ વિભાગમાં બદલી બઢતીનો દોર યથાવત હોય તેમ પોલીસ કમિશનર દ્વારા પીઆઈ અને ત્યાર બાદ એએસઆઈ ,હેડ કોન્ટેબલ અને કોન્ટેબલની માંગણી મુજબ બદલી કર્યા બાદ બીજા દિવસે 16 પીએસઆઈની માંગણી મુજબની આંતરિક બદલીના હુકમ કર્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગત માસે હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી સાથે બદલી કર્યા બાદ 11 પી.આઈની બદલી કરી હતી. ત્યારબાદ ગઈકાલે 44 પોલીસ કમર્ચારીઓને માંગણી મુજબ બદલી કરી આપ્યા બાદ સતત બીજા દિવસે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં 16 પીએસઆઇની આંતરિક બદલી કરવમાં આવી છે. આ બદલીમાં એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે.મોવલીયાને ક્રાઈમ બ્રાંચ,માલવીયાનગરના પી.એસ.આઈ સી. એચ.વાછાણી ને ટ્રાફિક શાખામાં, ભકિતનગર પોલીસ મથકના પી. જી રોહડીયાને ગાંધીગ્રામ, ટ્રાફિક શાખાના સી.વી.ચુડાસમાને થોરાળા,કંટ્રોલના પીએસઆઈ કે.એસ.મિશ્રાને ટ્રાફિકમાં,પ્રનગરના પીએસઆઈ કે.એસ.ભગોરાને ટ્રાફિક શાખામાં, રીડર બ્રાંચના પીએસઆઈ જે.આર.સોલંકીને બી ડિવિઝન, એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એ.કે.રાઠોડને ટ્રાફિક શાખા, ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ વી.એચ.પરમારને બી ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર. ભરવાડને તાલુકા પોલીસ મથકમાં, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદરને ટ્રાફિક શાખા, બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.આઈ.શેખને તાલુકા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખાના પીએસઆઈ જે.જી.રાણાને આજીડેમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ આઈ.આઈ. કટીયાને ટ્રાફિક શાખા, એમઓબીના પીએસઆઈ એસ.એમ. વઘાસીયાને રીડર બ્રાંચ અને એસ.એસ. સ્કવોડના પીએસઆઈ સી.એમ.કુંભાણી રીડર બ્રાંચમાં મુકવામાં આવ્યા છે.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
ગુજરાત23 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત23 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય
-
ગુજરાત5 hours ago
સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી