Connect with us

અમરેલી

જાફરાબાદમાં ત્રણ માળના બિલ્ડિંગમાં ભભૂકેલી આગ, લાખો રૂપિયાનું નુકસાન

Published

on

કાપડની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

અમરેલીના જાફરાબાદ શહેરમાં મોટા ઊચાણીયા વિસ્તારમાં એક ત્રણ માળના બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગની નીચે કાપડ રેડીમેઈટની દુકાન હતી અને એક બીજી દુકાનમાં ફરસાણનું ગોડાઉન હતું. રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ખરાબ હાલતમાં હોવાને કારણે ઉપયોગ કરી શકાય તેમ ન હતા, જેના કારણે આગ આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડીંગમાં ભારે નુકસાન થયું છે. અહીં આગ વધુ વકરતા નજીકના નર્મદા સિમેન્ટ અને સીંટેક્ષ કંપનીના ફાયર ટીમો બોલાવી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કંટ્રોલ કરવામાં આવ્યો હતો.


આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મોટું બિલ્ડીંગ 3 માળનું હોવાને કારણે આકાશમાં મોટા ધુમાડા નીકળ્યા હતા અને આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. આગના કારણે દુકાનોમાં રહેલ મોટાભાગનો સામાન સામગ્રી બળીને ખાખ થતા લાખો રૂૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે.


જાફરાબાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, ફાયર ફાયટર 15 વર્ષ જૂના છે અને ક્રેક થયેલ છે અમે ઠરાવ કરી મૂકી દીધો છે. જાફરાબાદ વેપારી અગ્રણી જયેશભાઇ ઠાકરે જણાવ્યું કે, માત્ર ફાયર ફાયટર મશીનરી નથી એક ટુવિલનું ફાયર છે જે કેટલીક જગ્યા ઉપર જઈ શકતું નથી, અમે વાંરવાર નગરપાલિકામાં રજૂઆતો પણ કરી છે. ફાયર સુવિધા આપવા માટેની માંગણી વાંરવાર કરી રહ્યા છે આજે આગ લાગી આખું મકાન બળી ગયું છે.

અમરેલી

અમરેલીની ધો.10ની છાત્રા ઉપર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

Published

on

By



અમરેલીની શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી અમદાવાદની વિદ્યાર્થીની ઉતરાયણ ની રજા પૂરી કરી પરત આ સંસ્થામાં અમદાવાદથી અમરેલી હિંમત ટ્રાવેલ્સની ખાનગી બસમાં આવી રહી હતી ત્યારે તેનો પીછો કરી રહેલ ધ્રુવ રાકેશ પરમાર નામના યુવાને આ વિદ્યાર્થીની સાથેની અન્ય વિદ્યાર્થીનીને બીજા સોફામાં મોકલી ચાલુ બસે આ વિદ્યાર્થીની ઉપર બે વખત બળાત્કાર કર્યો હતો અને અમરેલી દાદા ભગવાનનું મંદિર કામનાથ એસટી બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ બે દિવસ સુધી ફેરવી હતી તારીખ 20 ના રોજ રાત્રે આ વિદ્યાર્થીને તે જે સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં જતા આ ઘટના પ્રકાશમાં આવી હતી અને મૂળ જસદણના કાર્ય ગામના વતની ધ્રુવ રાકેશ પરમાર સામે પોકસો કાયદા અન્વયે ગુનો દાખલ થયો હતો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પ્રશાંત લક્કડ ની ટીમે એસ પી હિમ કર સિંહ ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી કડીબદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા હતા આ કેસ અમરેલી ની સ્પેશિયલ પોકસો જજ ડીએસવાસ્તવ સમક્ષ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી એ આરોપીને દાખલા રૂૂપ સજા કરવા કરેલી ધારદાર દલીલો તથા તેમણે રજૂ કરેલા પુરાવાઓ ધ્યાને લઈ આરોપી ધ્રુવ રાકેશ જીતુભાઈ પરમાર રહેવાસી 18 ક્રિષ્ના એપાર્ટમેન્ટ દ્વારકા સોસાયટી અમદાવાદને ભારતીય દંડ સહિતા ની કલમ નંબર 363 366 માં સાત વર્ષની સજા અને દસ હજાર દંડ તથા પોખશો એક જ ની કલમ 4 8 10 12 18 અને શાભ 376 354 મુજબ 20 વર્ષની સખત કેદ તથા 20,000 નો દંડ કરાયો હતો ભોગ બનનારને ચાર લાખ રૂૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના આ કેસમાં આરોપી દ્વારા આઠ એક વખત જામીન અરજી કરવામાં આવી હતી. પીડીતાના પરિવારને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પરંતુ કાયદાનું પાલન અને અમલ સાચી રીતે થતા કાયદા ઉપર પુન:વિશ્વાસનું સ્થાપન થયું.. 14 વર્ષની આણસમજુ દીકરીની પાછળ આ અવસ્થા અમદાવાદથી જ પાછળ પડ્યો હતો દીકરીની જિંદગી બચાવવા માટે માવતર દ્વારા તેમને અઢીસો કિલોમીટર દૂર અમરેલી ખાતે અભ્યાસ માટે મૂકી હતી. 2021 માં પોકસો થી બચી ગયેલ ધ્રુવની હિંમત ખુલી ગઈ હતી કાયદો કશું કરી લેતો નથી અને આ જ ભૂલ માં 2023 માં અમદાવાદ થી પીછો કરી અમરેલી આવ્યો હતો.

Continue Reading

અમરેલી

ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળના ક્લાર્કે કરેલી રૂા.7.44 લાખની ઉચાપત

Published

on

By

અમરેલી તાલુકાના મોણપુર ગામે રહેતા જયદીપ પ્રવીણભાઈ વસોયાએ સ્વામિનારાયણ ગુરુકુળ ચિતલ નામની સંસ્થામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હોય દરમિયાન તારીખ 28/8/24ના કોઈપણ સમયે પહેલા સંસ્થાની ફીના હિસાબ પેટે રૂૂપિયા 1 80 350 તેમજ સંસ્થાના વાહનોના ભાડાના હિસાબ પેટે આવેલ રકમમાંથી રૂપિયા એક 51 150 તેમજ વિદ્યાર્થીની ફીના રૂપિયા લઈ જમા કરાવેલ ન હોય અને પાવતી આપેલ ન હોય તેવી કુલ રકમ રૂૂપિયા 1,66950 ની તેમજ અગાઉના વર્ષની વિદ્યાર્થી કોના ફીની પાવતી ચાલુ વર્ષમાં ઉપયોગ કરી પેટે ઉઘરાવેલ રૂપિયા 96 500 તેમજ સ્ટેશનરી ફીના 50,000 કુલ મળી 7,44,950ની રકમ સંસ્થાના એકાઉન્ટમાં જમા ન કરાવી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરેલ છે પોતે ક્લાર્ક હોય નાણાકીય વ્યવહાર કરવાનો અધિકાર તેમને સોપાયેલ હોવા છતાં ફરજમાં સત્તાનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે.

Continue Reading

અમરેલી

રાજુલાના ધાતરવડી ડેમના કાંઠે સસલાનો શિકાર કરી રહેલા પાંચ શખ્સો ઝડપાયા

Published

on

By

રાજુલાના ભાક્ષીમાં ધાતરવડી ડેમના કાંઠે સસલાના શિકારની કોશિષ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી લીધા હતા. વન વિભાગે 1.25 લાખનો દંડ ફટકારી પાંચેયને જામીન પર મુક્ત કર્યા હતા. દોલતીના વિનુ વજેકણભાઈ, કનુ હિંમતભાઈ પીલુકીયા, બર્બટાણાના રવિ ભાણાભાઈ પરમાર, ડાધીયાના નિતલ હિંમતભાઈ પરમાર અને ભાક્ષીના ભગુ રામભાઈ ભુકણે એક સંપ કરી ધાતરવડીના કાંઠે જુદી જુદી જગ્યાએ મેવડા બાંધી સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે રાજુલાના આરએફઓ વાય.એમ.રાઠોડની સૂચનાથી વન વિભાગની ટીમે પાંચેય શખ્સોને ઝડપી લીધા હતા.ધાતરવડી ડેમના કાંઠે જાળી બાંધી સસલાનો શિકાર કરનાર પાચેયને રૂૂપિયા 1,25,000નો દંડ ફટકાર્યો હતો. તેમજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ફાસલા ઉભા કરી વન્ય પ્રાણીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર સામે વન વિભાગે કાર્યવાહી કરી હતી.

Continue Reading
ગુજરાત8 mins ago

ફોરેક્ષ ટ્રેડિંગમાં લાખો હારી ગયેલા રેલવેકર્મીએ ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

ગુજરાત11 mins ago

આજી ડેમમાં નહાવા પડેલા વૃદ્ધનું ડૂબી જતાં મોત

ગુજરાત14 mins ago

પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી

ગુજરાત15 mins ago

સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

ગુજરાત22 mins ago

ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો

ક્રાઇમ25 mins ago

રેલનગર અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 16 પકડાયા

ક્રાઇમ28 mins ago

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

ક્રાઇમ31 mins ago

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

ક્રાઇમ37 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત40 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

ગુજરાત24 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

ગુજરાત6 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

આંતરરાષ્ટ્રીય23 hours ago

અમેરિકામાં કોરોનાનો કહેર, એક અઠવાડીયામાં 1500થી વધુ મોત

Trending