Connect with us

અમરેલી

17 કલાકની મહેનત બાદ બાળકી જિંદગીની જંગ હારી, બોરવેલમાં પડેલી આરોહીનું મોત

Published

on

ગુજરાત મિરર, અમરેલી તા.15
અમરેલીના સુરાગપરા ગામેં બોર માં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી, પણ બાળકી જીવિત ન રહી. 17 કલાક આરોહીને બોર માથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહ બોરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો.


હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે.


અમરેલી સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 45થી 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે અંદાજિત સાડા 12 વાગ્યે બાળકી બોરવેલમાં પડી હતી. દોઢ વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતું. ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા. બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકીને બચાવવા મટે રોબોટને બોરવેલમાં ઉતારાયો હતો. પરંતુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો બોરવેલમાં ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડનારા લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી ન થતી હોવાને કારણે જ અવાર નવાર માસુમે મોત અને જિંદગ વચ્ચે જંગ ખેલવો પડે છે. ઘણા કિસ્સામાં ફસાયેલું બાળક મોતને પણ ભેટે છે. તો કેટલાક કિસ્સામાં રેસક્યુ ઓપરેશન સફળ થાય છે. અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે? ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી. બોરવેલ બંધ થઈ ગયા બાદ તેનું પુરાણ કરી દેવાનું હોય છે. પરંતુ કોઈ જ કામગીરી કેમ થતી નથી?. અને તેના જ કારણે નાના બાળકો તેમાં પડી જવાની ઘટના બનતી રહે છે. થોડા વર્ષો પહેલા જામનગરના એક ગામમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં સવાલ એ છે કે નિયમ હોવા છતાં નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આવી ઘટનાઓમાં એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ હોય તેવું જાણવા મળ્યું નથી.

અમરેલી

લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ

Published

on

By


છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના લીલીયાના લોકો ગટરની સમસ્યાને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે લીલીયા ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતુ. જ્યારે સત્તાધીશ ભાજપ દ્વારા 10 હજાર કરોડની ગટર યોજના મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતુ.


હકીકતમાં છેલ્લા 7-8 વર્ષથી લીલીયાના બજારોમાં ગટરના ગંદા પાણીઓ વહી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.


આખરે આજે વેપારીઓ અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને વ્યાપક પ્રતિસાદ સાંપડતા લીલીયા સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.


આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને પોતાનો ટેકો જાહેર કરીને સત્તાધીશ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વેપારી વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગટર માટે 10 કરોડની યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતુ.

Continue Reading

અમરેલી

અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા : ગ્રામજનોમાં ભયનો માહોલ

Published

on

By

સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું

અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં લોકોના ઘરના આંગણા પાસે જ બે સિંહોએ પશુનું મારણ કર્યું હતું. સિંહના મારણનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ રામપરા ગામમાં પહોંચી હતી.


અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહ અવારનવાર ચડી આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામમા ંસતત બે દિવસથી સિંહ આવી ચડતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રિએ ગામમાં આવેલા બે સિંહોએ ત્રણ પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે.


ગઈકાલે જ રાજુલાના રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા રાજય સરકારના વનમંત્રી મુળુ બેરા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચની રજૂઆતના બીજા દિવસે પણ ગામમાં સિંહ આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રામપરા દોડી ગઈ હતી અને સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડ્યા હતા.

Continue Reading

અમરેલી

ખાંભાના હનુમાનપુર ગામે વીજશોકથી બે સગાભાઇ અને ભત્રીજાના મોતથી માતમ

Published

on

By

અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનના કામ દરમિયાન રેતી વોશ કરતી સમયે મશીનમાં વીજકરંટ લાગતા બે ભાઈ અને ભત્રીજાના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના હનુમાનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હોવાને કારણે બોરીચા પરિવારના લોકો રેતી વોશ કરી રહ્યા હતા. ત્યારે મશીનમાં પથુભાઈ બોરીચા, માનસુબાઈ બોરીચા અને ભવદીપ બોરીચાને વીજકરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાઠી સમાજના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


રેતી વોશિંગના મશીનમાં વીજ કરંટ લાગતા જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પથુભાઈ અને માનકુભાઈ બે સગાભાઈઓ છે. જ્યારે ભવદીપ બોરીચા તેનો ભત્રીજો થતો હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading

Trending