Connect with us

અમરેલી

બગસરામાં પાલિકાની બેદરકારીથી બજારમાં ગટરના પાણી ઊભરાયા

Published

on

મંદિરે જવું મુશ્કેલ, સાતલડી નદીમાં ભળતું દુષિત પાણી


લોકોના આસ્થાનું પ્રતીક એવા બગસરાના રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ઉભરાતી ગટરોના લીધે ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે બગસરામાં છેલ્લા ઘણા સમય થયા આસ્થાનું પ્રતિક એવા રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ગટરો ઉભરાવાથી ભાવિકમાં કચવાટ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આળસ ખંખેરી તાકીદે સફાઈ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે.


વિગત અનુસાર બગસરા ગામની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીને દૂષિત કરવાનું જાણે બીડું ઉઠાવ્યું હોય તેમ પાલિકા દ્વારા અવાર નવાર ગટરના દૂષિત પાણીને નદીમાં ઠાલવવામાં આવી રહ્યુ છે પાલિકાના સત્તાધીશોને જાણે એક લક્ષ્ય હોય તેમ આ નદીને ગમે તેમ કરીને દૂષિત કરવી તેવું લાગી રહયું છે. જ્યારે છેલ્લા બે વર્ષથી બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સાતલડી નદીને સફાઈ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ સફાઈ ઉપર મીંડું વળી દેતા હોય તેવું લાગી રહયું છે બીજી બાજુ ભાવિકોને પોતાના ઈષ્ટદેવ એવા મહાદેવના મંદિરે જવામાં ગટરના વહેતા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે જેના લીધે ભાવિકો માં રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા ગટરના સફાઈના અભાવે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી જાણે રોડ ઉપર ફુવારો છૂટતો હોય તેવી રીતે બહાર આવી રહ્યું છે આ દુગઁધ યુકત પાણી બહાર આવતા પાલિકા દ્વારા સફાઈ કરવાની તો દૂર પણ બગસરાની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીમાં ઠાલવવાનું કામ ચાલુ કરેલ છે ત્યારે આ પાણી એટલું વાસ મારતું હોય છે જે પાણીને નદીમાં ઠાલવવા થી નદીનું પાણી પણ દુર્ગંધ યુકત થઈ ગયું છે જ્યારે આ નદીના પેલે પાર રહેતા લોકોને બેઠા પુલ પરથી પસાર થવું પણ જાણે માથાના દુ:ખાવા સમાન થય ગયુ છે જેના લીધે લોકો દ્વારા અનેક વખત પાલિકાને જાણ કરવામાં આવી છે પરંતુ પાલિકાના સત્તાધીશો તો બસ જાણે બગસરાની જનતાની કાય પડી ના હોય તેવું લાગી રહયું છે તો આવા દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી અનેક પ્રકારના રોગ ચાળાની પણ વકી સર્જાય રહેલ છે આવા માથું ફાડી નાખી તેવી વાસ મારતા પાણી નદીમાં જમા થવાથી મચ્છર જન્ય રોગો પણ વધુ પડતાં થય સકે તેમ છે તો આ ગટરના પાણીને યોગ્ય રીતે સફાઈ કરીને ગટરનું પાણી ગટરમાં રહે તે રીતે પાલિકા દ્વારા ચોક્કસ પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

અમરેલી

તુલસીશ્યામના જંગલમાં શિયાળને અજગર ગળી ગયો

Published

on

By

જંગલ વિભાગ દ્વારા રેસ્કયૂ કરાયું

અમરેલી જિલ્લામાં ચોમાસામાં અજગર નીકળવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે જંગલ વિસ્તાર છોડી અજગરો રેવન્યુ વિસ્તાર અને ખેડૂતોના વિસ્તારમાં વધુ પડતા બહાર આવી રહ્યા છે તે જોખમી સાબિત થાય છે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં પીપળવા રાઉન્ડના નાની ધારી ગામ નજીક આવેલ પ્રદીપભાઈ વાળાની વાડીમાં મહાકકાય અજગર આવતા શિયાળને દબોચી લીધા બાદ થોડીવાર શિયાળએ રાડા રાડ કરી અંતે અજગર આખું શિયાળ ગળી જતા જીવ છોડ્યો હતો.

સ્થાનિક ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટિમ દોડી રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી છે.ખાંભા સહીત જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમ વિસ્તારમાં અજગરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે ખેડૂતો મજૂરો વાડી વિસ્તારમાં કામ કરતા ભય અનુભવતા હોય છે વન્યપ્રાણી સિંહો દીપડા બાદ હવે ચોમાસાની ઋતુમાં અજગરો વધુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ સાથે અવર જ્વર કરી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતા જનક બની શકે છે.

Continue Reading

અમરેલી

ધંધુકા-બગોદરા હાઇવે પર પાણીના ખાળિયામાં કાર ખાબકતાં ત્રણનાં મોત

Published

on

By

અમરેલીના લીલિયાથી પરિવાર સુરત જઈ રહ્યો હતો:કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયાં

અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો. ત્યારે ધંધુકા તાલુકાના હરીપુરના પાટિયા પાસે રસ્તા પર પડેલી કપચીને કારણે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાળિયામાં ખાબકતા પટેલ પરિવારના મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં ધંધુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.


અમરેલી જિલ્લાના લીલિયા ખાતેથી શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં સાંજના સમયે ધંધુકા-બગોદરા રોડ પર હરીપુરના ફાટિયા પાસે પહોંચતા કપચીને કારણે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાળિયામાં ખાબકી ગઈ હતી. જે બનાવમાં અમરેલી જિલ્લાના ફતેપુર અને લીલિયા ગામે રહેતા બચુભાઈ ગોવિંદભાઈ કાસડિયા, મગનભાઈ રૂૂડાભાઈ દૂધાત અને અજવાળીબેન મગનભાઈ દૂધાતના ઘટના સ્થળે જ કરૂૂણ મોત થયા હતા. કાર પલટી મારી ગયાની જાણ થતાં લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા રૂૂત્વિકભાઈ ભરતભાઈ કાસડિયા (ઉ.વ.27) અને નીકિતાબેન રૂૂત્વિકભમાઈ કાસડિયા (ઉ.વ.25)ને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે અકસ્માતની કરૂૂણ ઘટનામાં મોતને ભેટેલા મહિલા સહિતના ત્રણેય હતભાગીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી ધંધુકા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ધંધુકા પીએસઆઈએ જણાવ્યું હતું.

Continue Reading

અમરેલી

અમરેલીમાં પુર્વ કૃષિમંત્રી ભાદાણીના પુત્રનો સાળો 12 લાખની નક્લી જંતુ નાશક દવા સાથે ઝડપાયો

Published

on

By

ખેડૂત આગેવાનોના જિલ્લા તરીકે ગણાતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે નરી છેતરપીંડી થઇ રહી છે. અમરેલીમા બાયપાસ પર પોલીસે આજે બનાવટી જંતુનાશક દવાની એક ફેકટરી પર દરોડો પાડી 12.39 લાખનો મુદામાલ કબજે લીધો હતો. કોઇ જ લાયસન્સ વગર અહી આ ફેકટરી ધમધમતી હતી. પુર્વ કૃષિમંત્રી બેચર ભાદાણીના પુત્રએ આ કારખાનુ તેના એક સાળાને ભાડે આપ્યું હતુ.


અમરેલીમા પોલીસે આજે બાતમીના આધારે સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રસ્તા પર પડસાલા ગેસના ગોડાઉન સામે ભાદાણીની વાડીમા આ બિન અધિકૃત ફેકટરી ઝડપી પાડી હતી. ખેતીવાડી અધિકારી અને પોલીસની ટીમે અહી સંયુકત રીતે દરોડો પાડતા અમરેલીમા મન સીટીમા રહેતો અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયા (ઉ.વ.47) નામનો શખ્સ અહી બનાવટી જંતુનાશક દવા બનાવતો ઝડપાઇ ગયો હતો. આ જગ્યા અલ્કેશે તેના બનેવી અતુલ ભાદાણી પાસેથી છ માસ પહેલા ભાડે રાખી હતી. જેમા ખેતીવાડીમા વપરાતી જંતુનાશક દવાની ગેરકાયદે ફેકટરી ખોલી નાખી હતી. આ શખ્સ પાસે જંતુનાશક દવા બનાવવાનુ કે વેચાણ કરવા અંગેનુ કોઇ લાયસન્સ ન હતુ. છતા તેણે જુદી-જુદી બ્રાંડની જંતુનાશક દવાની 876 બોટલ ભરી રાખી હતી. આ ઉપરાંત દવાઓના કેરબા પણ ભરી રખાયા હતા. જેમાથી તંત્ર દ્વારા જુદાજુદા 11 નમુનાઓ લેવામા આવ્યા હતા. અહી તૈયાર થયેલી બોટલો કાર્ટુનમા પેક કરવામા આવી હતી.


તંત્ર દ્વારા મેન્યુફેકચર અને એકસ્પાયર તારીખ ચોટાડવાનુ મશીન, એક ફિલીંગ મશીન ઉપરાંત ઢાંકણા ફિટ કરવાના મશીન, રેપીંગ કરવાનુ મશીન વિગેરે સાત મશીન પણ કબજે લેવામા આવ્યા હતા. જે તમામને હાલમા સીલ મારી દેવાયુ છે. ખેડૂતોની બહુમતી ધરાવતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે જ મોટા પ્રમાણમા ખુલ્લેઆમ છેતરપીંડી થઇ રહી છે અને નેતાઓ મૌન બની તમાસો જોઇ રહ્યાં છે. પોલીસે આ બારામા અલ્કેશ ચોડવડીયા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ખેતીવાડી અધિકારીની હાજરીમા જંતુનાશક દવાના જથ્થામાથી જુદાજુદા 11 નમુના લેવાયા હતા. આ દરેક નમુના ત્રણ ત્રણ ભાગમા લેવાયા હતા અને પ્રયોગશાળામા ચકાસણી માટે મોકલાયા હતા.

Continue Reading

Trending