અમરેલી

17 કલાકની મહેનત બાદ બાળકી જિંદગીની જંગ હારી, બોરવેલમાં પડેલી આરોહીનું મોત

Published

on

ગુજરાત મિરર, અમરેલી તા.15
અમરેલીના સુરાગપરા ગામેં બોર માં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી, પણ બાળકી જીવિત ન રહી. 17 કલાક આરોહીને બોર માથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહ બોરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો.


હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે.


અમરેલી સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 45થી 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે અંદાજિત સાડા 12 વાગ્યે બાળકી બોરવેલમાં પડી હતી. દોઢ વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતું. ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા. બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકીને બચાવવા મટે રોબોટને બોરવેલમાં ઉતારાયો હતો. પરંતુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો બોરવેલમાં ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડનારા લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી ન થતી હોવાને કારણે જ અવાર નવાર માસુમે મોત અને જિંદગ વચ્ચે જંગ ખેલવો પડે છે. ઘણા કિસ્સામાં ફસાયેલું બાળક મોતને પણ ભેટે છે. તો કેટલાક કિસ્સામાં રેસક્યુ ઓપરેશન સફળ થાય છે. અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે? ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી. બોરવેલ બંધ થઈ ગયા બાદ તેનું પુરાણ કરી દેવાનું હોય છે. પરંતુ કોઈ જ કામગીરી કેમ થતી નથી?. અને તેના જ કારણે નાના બાળકો તેમાં પડી જવાની ઘટના બનતી રહે છે. થોડા વર્ષો પહેલા જામનગરના એક ગામમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં સવાલ એ છે કે નિયમ હોવા છતાં નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આવી ઘટનાઓમાં એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ હોય તેવું જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version