Connect with us

ક્રાઇમ

આટકોટ-ગોંડલ રોડ પરથી 3 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

Published

on

ફોર્ચ્યુનર કાર, દારૂ, મોબાઈલ ફોન મળી રૂા. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત


રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે ત્યારે રૂરલ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આટકોટ ગોંડલ હાઈવે પર વોચ ગોઠવી તલાશી લેતા ફોર્ચ્યુનર કારમાંથી રૂા. 3.10 લાખની કિંમતનો 888 બોટલ વિદેશી દારૂ મળી આવતા બે રાજસ્થાનીની ધરપકડ કરી 23.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો કોને આપવા આવતા હતા તે મુદ્દે તપાસ હાથ ધરી છે.


આ બનાવ એંગીની જાણવા મળતી માહિતી મુજબ ગોંડલ પંથકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીના કાફલાએ આટકોટ ગોંડલ રોડ ઉપર વોચગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં નિકળેલ ફોર્ચ્યુનર કાર અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 3,10,800ની કિંમતના 888 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.


આ અંગેપોલીસે રાજસ્થાનના સાચોડ જિલ્લાના નરેશ કુમાર પહાડજી પુરોહિત અને ગુલાબખા અનવરભાઈ મુસલાની ધરપકડ કરી 20 લાખની ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂ અને 3 મોબાઈલ ફોન મળી 23,45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ગોંડલના ક્યા બુટલેગરે મગાવ્યો હતો. તે જાણવા બન્ને રાજસ્થાની શખ્સોની રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી બળવા અને એચ.સી. ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.

ક્રાઇમ

ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર ‘ચવન્ની’નું એન્કાઉન્ટર: AK-47 મળી

Published

on

By

જૌનપુરના કુખ્યાત ગુનેગાર મોનુ ચવન્ની, 1 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો, યુપી એસટીએફ અને પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ સામ-સામે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પોલીસે તેની પાસેથી એકે-47 અને એક પિસ્તોલ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટર મંગળવારે વહેલી સવારે જૌનપુરના બદલાપુર કોતવાલી વિસ્તારમાં દુગોલી મોર પાસે થયું હતું. એન્કાઉન્ટર દરમિયાન લગભગ 20 મિનિટ સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો.


એન્કાઉન્ટરમાં ગુનેગાર સુમિત સિંહ ઉર્ફે ચવન્ની માર્યો ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ચવન્ની વિરુદ્ધ યુપી અને બિહારમાં 23 થી વધુ કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાનો રહેવાસી સુમિત સિંહ ઉર્ફે મોનુ ઉર્ફે ચવન્ની ઘણા વર્ષોથી જરામની દુનિયામાં હતો. તે યુપી અને બિહારના વિવિધ જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટ કિલર તરીકે કામ કરતો હતો. હત્યા અને લૂંટના બે ડઝનથી વધુ કેસ નોંધાયા બાદ તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી.


દરમિયાન તે બદલાપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જ્યારે એસટીએફ અને પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં, ચવન્નીને પોલીસે ગોળી મારી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ તેને બદલાપુર સીએસસી લઈ ગઈ જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. સ્થળ પરથી એક SUV, AK-47 અને એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસ અધિક્ષક ડો. અજય પાલ શર્માએ જણાવ્યું કે ચવન્ની પર એક લાખનું ઈનામ હતું.

Continue Reading

ક્રાઇમ

રાજકોટમાં નવા કાયદાની બોણી મારામારીની ઘટનાથી થઇ

Published

on

By

મહિકામાં શેઢામાં પથ્થર નાખવા મામલે યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સંહતિા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલી થઈ ગયા છે.જેને લઈને ઘણા કાયદાકીય નિષ્ણાતો કહે છે કે કાયદા અમલીકરણ એજન્સીઓ, ન્યાયિક અધિકારીઓ અને કાયદાકીય વ્યાવસાયિકો માટે આગળ મોટા પડકારો છે.એવું કહેવાય છે કે આ કાયદાઓ કોઈને કોઈ તબક્કે મોટી સંખ્યામાં નાગરિકોને અસર કરશે.ત્યારે રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં નવા કાયદા હેઠળ મારમારીની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે બોણી કરી છે.


શહેરના આજી ડેમ વિસ્તારમાં આવેલા મહિકા ગામ સીમ વિસ્તારમાં બાલાજી સ્ટોન કસરથી આગળ ખેતર શેઢામાં પથ્થર નાખવા મામલે ખેડૂત સાથે માથાકૂટ કરી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.મળતી વિગતો મુજબ,મહિકા ગામે રહેતા સવજીભાઈ ખીમજીભાઈ ગોહેલ નામના 59 વર્ષના વૃદ્ધ એ તેમના પડોશીમાં રહેતા પ્રફુલ રવજીભાઈ ગોહેલ, રવજીભાઈ ચકુ ગોહેલ, ભાવેશ જગદીશ ગોહેલ અને હેમંત મનસુખભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


સવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તેઓ મહિકા ગામે રહી અને ખેતી કરે છે.વાડીના શેઢા બાબતે કોૈટુંબીક ભાઇઓ સાથે તકરાર ચાલતી હતી.એ દરમિયાન શેઢા પર પથ્થરો મુકવામાં આવ્યા હોઇ સવજીભાઇએ પથ્થર મુકવાની ના પાડતાં ઝઘડો કરી ગાળો દઇ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે ફરિયાદમાં નવી કલમનો ઉમેરો કરાયો છે.જેમાં કલમ 323ને બદલે 115(2), 324ને બદલે કલમ 118(1), 504ને બદલે 352 અને મદદગારીમાં 114ને બદલે 54 હેઠળ ગુનો નોંધાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે,323ની કલમ હેઠળ રૂૂ.1000નો દંડ વસુલવામાં આવતો હવે નવી કલમ હેઠળ દંડની રકમ વધારી 10,000 એટલે કે 10 ગણી લાગુ પડશે તેમજ 118(1)ની કલમ હેઠળ હવે ઓછામાં ઓછી એક વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Continue Reading

ક્રાઇમ

કલ્યાણપુરના ગઢકા ગામે પિતા-પુત્ર પર ત્રણનો હુમલો

Published

on

By

મહિલાને મેસેજ કરવાના મુદ્દે કરાયો હુમલો, મીઠાપુરમાં સાસુ-વહુ પર મહિલા સહિત 4નો હુમલો, કલ્યાણપુરની મહિલાને ત્રાસ, ખંભાળિયામાં જુગાર દરોડો-પાંચ ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ ડાભી નામના 52 વર્ષના સતવારા આધેડ તથા તેમના પિતાને ગઢકા ગામના સંજય રણછોડભાઈ ડાભી, રણછોડભાઈ માધાભાઈ ડાભી અને ભીમાભાઈ માધાભાઈ ડાભી નામના ત્રણ સભ્યોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદીના નાનાભાઈ જેરામભાઈ આરોપી પરિવારની એક મહિલાને અવારનવાર ફોન તેમજ મેસેજ કરતા હોય, જે અંગેનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ 324, 323, 504, 441, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

સાસુ-વહુ ઉપર હુમલો
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા મંજુબેન માયાભાઈ બાવાભાઈ વારસાકીયા નામના 47 વર્ષના મહિલા સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા જયેશ ધનજીભાઈ બથવાર, મણીબેન ધનજીભાઈ બથવાર, ધનજીભાઈ બથવાર અને નંદીનીબેન જયેશભાઈ બથવારએ લાકડાના ધોકા વડે હુમલો કરી, ફરિયાદી મંજુબેનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તેમજ તેમના પુત્રી પર પણ હુમલો કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.

પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે હાલ રહેતી અને હમીરભાઈ ગીગાભાઈ મોઢવાડિયાની 37 વર્ષની પરિણીત પુત્રી જયાબેન રામાભાઈ કારાવદરાને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર તાબેના ખાપટ વિસ્તારમાં રહેતા તેણીના પતિ રામાભાઈ મુરુભાઈ કારાવદરા, સસરા મુરુભાઈ કાનાભાઈ, સાસુ વાલીબેન તેમજ રણજીત મુરુભાઈ કારાવદરા નામના ચાર સાસરિયાઓએ શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી અને નસ્ત્રતું વાંઝણી છો અને વાંઝણી જ રહેવાની છોસ્ત્રસ્ત્ર- તેમ કહી, અત્યાચાર કરતા આ સમગ્ર બાબતે કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર જૂની ફોટ ગામે આવેલા એક મંદિર પાસે બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દેવા આલા વસરા, આલા ખીમા પિંડારિયા, જયેશ એભા વસરા, વેજાણંદ ભીખા વસરા અને કરસન પાલા વસરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂૂ. 29,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Continue Reading

Trending