Connect with us

ક્રાઇમ

નાનામવા રોડ ઉપર જ્વેલર્સની દુકાનમાં લૂંટ

Published

on

બેથી ત્રણ અજાણ્યા શખ્સો જ્વેલર્સ ઉપર હુમલો કરી ઘરેણાં લૂંટી નાસી છૂટતા સનસનાટી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટના નાનામવા રોડ ઉપર રાજનગર ચોક નજીક આવેલ એક જવેલર્સના શોરૂમમાં આજે બપોરે બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રાટકી શોરૂમના માલિક ઉપર હુમલો કરી સ્ટાફ કાંઈ સમજે તે પહેલા સોનાના ઘરેણાની લુંટ કરી નાસી છુટતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ નાનામવા રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ આનંદી જવેલર્સમાં આજે બપોરે 2-10 કલાકે ત્રણેક અજાણ્યા શખ્સો અચાનક જ ઘુસી આવ્યા હતાં અને શોરૂમનો સ્ટાફ કંઈ સમજે કે વિચારે તે પહેલા જ શોરૂમના માલિક ઉપર હુમલો કરી ઝપાઝપી કરી શોરૂમમાંથી સોનાના ઘરેણા હાથ લાગ્યા તે લઈ નાસી છૂટયા હતાં. આ ઘટનાના પગલે શોરૂમના સ્ટાફ અને સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. અને લુંટારૂઓનો પીછો કર્યો હતો.પરંતુ તેમાં સફળતા નહીં મળતા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


આ સમગ્ર લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય બપોરે 2.10 કલાકે ત્રણ શખ્સોએ શોરૂમમાં ઘુસી લુંટ ચલાવ્યાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ લુંટારૂઓના હુમલામાં ઘવાયેલા શોરૂમ માલિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે શહેરમાં નાકાબંધી કરી નાસી છુટેલા શખ્સોને પકડવા કવાયત હાથ ધરી છે.


કાળઝાળ ગરમીના કારણે બપોરનો સમયે બજારો સુમસામ હોવાથી તેનો લાભ લઈ આ લુંટારૂ ટોળી આનંદી જવેલર્સમાં ત્રાટકી હોવાનું માનવામાં આવે છે. લુંટની ઘટનાને પગલે ભારે દેકારો મચી જતાં શોરૂમ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટનામાં વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં લૂટ થઈ નથી પરંતુ લૂટનો પ્રયાસ થયો છે. આમ છતાં શોરૂમના માલીકનું નિવેદન નોંધ્યા બાદ સામી હકીકત બહાર આવશે.

ક્રાઇમ

બૂટલેગરનો નવો કીમિયો: એમ્બ્યુલન્સમાં દર્દીની પથારી નીચે દારૂની હેરાફેરી

Published

on

By

સુરત સહિત ગુજરાતમાં દારૂૂબંધી છે. પરંતુ દારૂૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂૂની હેરાફેરી કરતા એક વ્યકિતને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.અન્ય એક આરોપી કિશન બિશ્નોઈ વોન્ટેડ જાહેર કરાયો છે.


બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે જેમાં તેણે પોલીસથી બચવા એમ્બુયલન્સમાં દારૂૂની હેરાફેરી કરી હતી.સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સનુ ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને તેમાંથી દારૂૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.એમ્બુયલન્સમાં દારૂૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા કડોદરા ૠઈંઉઈ પોલીસે ટેમ્પામાંથી દારૂૂનો જત્થો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં પેકિંગ કરેલા બોક્સમાંથી વિદેશી દારૂૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈને ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો. પોલીસે 11.41 લાખનો દારૂૂનો જત્થો, ટેમ્પો સહિતનો મુદામાલ જપ્ત કરીને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં મહિલાના ઘરે જઈ નરાધમ શખ્સે દેહ અભડાવ્યો

Published

on

By

મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ મુસ્લીમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીએ ના કહેવા છતા તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમના ઘરના સભ્યોને પતાવી દેવાની ધાક ધમકી આપી ફરીવાર ફરિયાદિને પોતાના ઘરે બોલાવી ફરીયાદી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇપીસી કલમ -376(2) એન 506(2), તથા એટ્રોસીટી એક્ટ કલમ -3(2)(5), 3(2)(5-એ), 3(1)(ૂ)(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં ચોર સમજી યુવાનની હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા

Published

on

By


મોરબી તાલુકાના ભરતનગર ગામે ચોર સમજી લોકોએ અજાણ્યા પુરુષને માર મારતા તેનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ગત તા. 30 જુનના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા. 28 જુનના રાત્રીના આશરે આઠેક વાગ્યે સોમનાથ મહાદેવ હોટેલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે એક વ્યક્તિ છુપાયેલ હોય અને આરોપી ગુંજારીયાભાઈ રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ ચોર સમજી પાર્કિંગમાંથી બહાર કાઢતા ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનો ભેગા થયા હતા અને પૂછપરછ કરતા કાઈ બોલતો ના હતો જેથી શંકા જતા અજાણ્યા ઈસમને જતા રહેવાનું કહેવાછતાં વે બ્રીજ આજુબાજુમાં તેમજ ભરતનગર ગામની શેરીમાં આંટા ફેરા કરતો હતો જેથી હાઇવે પર લાવી પોલીસને ટેલીફોનથી જાણ કરતા અજાણ્યો ઇસમ ભાગવા જતા આરસીસી રોડ પર પડી જતા આરોપીઓ પકડતા છટકવા માટે કોશિશ કરતા ઝપાઝપી થઇ હતી અને પીસીઆર વાહન આવતા તેને માથામાં ઈજા થયાનું જણાઈ આવતા પોલીસ કર્મચારીઓએ સારવાર માટે લઇ જતા હતા જ્યાં રસ્તામાં જ આંચકી આવતા 108 બોલાવી મોરબી સિવિલ ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.


જે બનાવ વાળા સ્થળના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોને આધારે ગુનામાં ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી તેમજ મૃતકની ઓળખ થઇ ના હોય જેથી ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી હતી જેમાં અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા (ઉ.વ.30) રહે હાલ ભરતનગર મૂળ રહે મધ્યપ્રદેશ અને આનંદ વિઠલભાઈ ભુવા (ઉ.વ.25) રહે ભરતનગર મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

Trending