Connect with us

ગુજરાત

આવતીકાલે લોકમેળા સમિતિની બેઠક, વિવિધ કમિટીઓની કરવામાં આવશે રચના

Published

on


સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમીના તહેવાર પર યોજાતા લોક મેળાની તડામાર તૈયારી રૂપે આવતીકાલે કલેકટરના અધ્યક્ષ સ્થાને લોકમેળા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના તમામ સરકારી વિભાગનાં અધિકારીઓ હાજર રહેશે અને આ બેઠકમાં જુદી જુદી 15 થી 20 જેટલી કમીટીની રચના કરી દરેક વિભાગનાં અધિકારીઓને તેમની કામગીરી સોંપી દેવામાં આવશે.


રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના તહેવાર પર દર વર્ષે યોજાતા લોકમેળાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ આ વખતના લોક મેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એસઓપીનો કડક અમલ કરાવવામાં આવશે અને ફાયર સેફટીના સાધનો તેમજ તબીબી સુવિધા, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આગામી ઓગસ્ટ મહિનાના તા.24/8 થી લઈને 28/8 સુધી આ લોકમેળાનું રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આવતીકાલે કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં લોકમેળા સમિતિ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પીજીવીસીએલ, કોર્પોરેશન, આર એન્ડ બી, એસ.ટી.ડીવીઝન, પોલીસ, સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક સહિતનો તમામ સરકારી વિભાગનાં અધિકારીઓ હાજર રહેશે. લોકમેળાની બેઠકમાં જુદી જુદી 15 થી 20 જેટલી કમીટીઓની રચના કરવામાં આવશે અને દરેક કમીટીની કામગીરી અલગ અલગ વિભાગને સોંપી દેવામાં આવશે જેમાં પોલીસ બંદોબસ્ત, પાર્કીંગ વ્યવસ્થા, સ્ટેજની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા, રાઉન્ડ લેવલીંગની કામગીરી, એસ.ટી.બસની સુવિધા માટે અલગ અલગ કમિટીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે. આ ઉપરાંત આ વખતના લોક મેળામાં પોલીસ તંત્રની સાથે ખાનગી સિકયોરિટી પણ રાખવામાં આવશે જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. લોકમેળાની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ ગ્રાઉન્ડ કમીટી રેસકોર્ષ મેદાનનું લેવલીંગનું કામ શરૂ કરશે અને ત્યારબાદ અન્ય કામગીરી શરૂ કરવામાં આવશે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending