Connect with us

ક્રાઇમ

ચોટીલા અને બગોદરા પાસેથી રાજકોટ આવતો દારૂ-બિયર પકડાયો

Published

on

ચોટીલા પાસે પોલીસ લખેલી પ્લેટ લગાડી કારમાં દારૂની હેરાફેરી કરતાં બે પકડાયા

રાજકોટનાં ટ્રાન્સપોર્ટરે મંગાવેલ 112 પેટી દારૂ અને 72 ટીન બિયર બગોદરા પાસેથી કબજે

રાજકોટ તરફ આવતા દારૂના જથ્થાની બાતમી મળતાં ચોટીલા અને બગોદરા પાસે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડી 112 પેટી તેમજ 72 ટીન બિયર અને પોલીસ લખેલી કારમાંથી 70 બોટલ દારૂ કબજે કર્યો હતો. આ બન્ને દરોડામાં પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો અને બગોદરા પાસેથી ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો રાજકોટનાં એક ટ્રાન્સપોર્ટરે મંગાવ્યો હોય જેને બગોદરા પાસેથી ઝડપી પાડયો હતો.
રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે બે અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ દરોડામાં ચોટીલા પાસે પોલીસે બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન નાનીમોલડી નજીકથી પોલીસ લખેલી પ્લેટ લગાડેલી કાર અટકાવી હતી. જેમાંથી રૂા.28 હજારની કિંમતની 70 બોટલ દારૂ મળી આવ્યો હતો. કાર ચાલક રાજકોટના કુવાડવા રોડ પર શિવનગરમાં રહેતા કેતન નરશીભાઈ ચાવડા અને રાજકોટનાં આણંદપરમાં રહેતા જયદીપ ભુપતભાઈ ગણોદીયાની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો પાસેથી દારૂ સહિત રૂા.2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ખાટડીના ઘુઘાભાઈ લવજીભાઈ ભડાણીયાએ ભરી આપ્યો હતો અને પોલીસ કે કોઈ રોકે નહીં તે માટે કારની આગળ પોલીસનું બોર્ડ લગાવેલું હતું. પોલીસે બન્ને શખ્સોની વિશેષ પુછપરછ શરૂ કરી છે. આ મામલે બન્નેની ધરપકડ કરી પોલીસે દારૂ સપ્લાય કરનાર મુળી તાલુકાના ખાટડી ગામના ઘોઘાભાઈની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. તેમજ બન્ને શખ્સોની રિમાન્ડ મેળવવા અને વિશેષ પુછપરછ કરવામાં આવનાર છે. અગાઉ પણ આ બન્ને શખ્સો દારૂની ખેપ મારી ગયા હોય આ કેટલામી ખેપ હતી ? તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.


અન્ય દરોડામાં બગોદરા હાઈ-વે ઉપર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. સેલવાસના ખાનવેલથી ટ્રકમાં પ્લાસ્ટીકના દાણાની આળમાં રાજકોટનાં હાથીખાનામાં રહેતા ટ્રાન્સપોર્ટર શાહિલ પરમારે દારૂનો જથ્થો મંગાવ્યો હોય અને તે મોરબી ઉતારવાનો હતો તે પૂર્વે જ બગોદરા પોલીસે દારૂની 112 પેટી અને 72 ટીન બિયર સાથે ગણદેવીમાં રહેતા દિપક રમેશકુમાર હિંગરાજયા અને ક્લિનર મનુ કળવાભાઈ પટેલની ધરપકડ કરી રૂા.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બગોદરા પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટનાં હાથીખાનામાં રહેતા શાહીલ પરમારની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. ટ્રાન્સપોર્ટરે અગાઉ પણ સેલવાસથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ઝડપાયેલા બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઇમ

બૂટલેગરનો નવો કીમિયો: એમ્બ્યુલન્સમાં દર્દીની પથારી નીચે દારૂની હેરાફેરી

Published

on

By

સુરત સહિત ગુજરાતમાં દારૂૂબંધી છે. પરંતુ દારૂૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂૂની હેરાફેરી કરતા એક વ્યકિતને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.અન્ય એક આરોપી કિશન બિશ્નોઈ વોન્ટેડ જાહેર કરાયો છે.


બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે જેમાં તેણે પોલીસથી બચવા એમ્બુયલન્સમાં દારૂૂની હેરાફેરી કરી હતી.સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સનુ ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને તેમાંથી દારૂૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.એમ્બુયલન્સમાં દારૂૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા કડોદરા ૠઈંઉઈ પોલીસે ટેમ્પામાંથી દારૂૂનો જત્થો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં પેકિંગ કરેલા બોક્સમાંથી વિદેશી દારૂૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈને ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો. પોલીસે 11.41 લાખનો દારૂૂનો જત્થો, ટેમ્પો સહિતનો મુદામાલ જપ્ત કરીને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં મહિલાના ઘરે જઈ નરાધમ શખ્સે દેહ અભડાવ્યો

Published

on

By

મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ મુસ્લીમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીએ ના કહેવા છતા તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમના ઘરના સભ્યોને પતાવી દેવાની ધાક ધમકી આપી ફરીવાર ફરિયાદિને પોતાના ઘરે બોલાવી ફરીયાદી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇપીસી કલમ -376(2) એન 506(2), તથા એટ્રોસીટી એક્ટ કલમ -3(2)(5), 3(2)(5-એ), 3(1)(ૂ)(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં ચોર સમજી યુવાનની હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા

Published

on

By


મોરબી તાલુકાના ભરતનગર ગામે ચોર સમજી લોકોએ અજાણ્યા પુરુષને માર મારતા તેનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ગત તા. 30 જુનના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા. 28 જુનના રાત્રીના આશરે આઠેક વાગ્યે સોમનાથ મહાદેવ હોટેલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે એક વ્યક્તિ છુપાયેલ હોય અને આરોપી ગુંજારીયાભાઈ રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ ચોર સમજી પાર્કિંગમાંથી બહાર કાઢતા ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનો ભેગા થયા હતા અને પૂછપરછ કરતા કાઈ બોલતો ના હતો જેથી શંકા જતા અજાણ્યા ઈસમને જતા રહેવાનું કહેવાછતાં વે બ્રીજ આજુબાજુમાં તેમજ ભરતનગર ગામની શેરીમાં આંટા ફેરા કરતો હતો જેથી હાઇવે પર લાવી પોલીસને ટેલીફોનથી જાણ કરતા અજાણ્યો ઇસમ ભાગવા જતા આરસીસી રોડ પર પડી જતા આરોપીઓ પકડતા છટકવા માટે કોશિશ કરતા ઝપાઝપી થઇ હતી અને પીસીઆર વાહન આવતા તેને માથામાં ઈજા થયાનું જણાઈ આવતા પોલીસ કર્મચારીઓએ સારવાર માટે લઇ જતા હતા જ્યાં રસ્તામાં જ આંચકી આવતા 108 બોલાવી મોરબી સિવિલ ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.


જે બનાવ વાળા સ્થળના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોને આધારે ગુનામાં ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી તેમજ મૃતકની ઓળખ થઇ ના હોય જેથી ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી હતી જેમાં અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા (ઉ.વ.30) રહે હાલ ભરતનગર મૂળ રહે મધ્યપ્રદેશ અને આનંદ વિઠલભાઈ ભુવા (ઉ.વ.25) રહે ભરતનગર મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

Trending