Connect with us

ક્રાઇમ

પ્રેમપ્રકરણમાં યુવકના ભાઇ ઉપર યુવતીના પરિવારનો હુમલો

Published

on

વાંકાનેરમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્તના નાનાભાઇએ હુમલાખોરની પત્ની સાથે ત્રણ માસ પૂર્વે જ પ્રેમલગ્ન કર્યા’તા


વાંકાનેરમાં નાના ભાઈએ ત્રણ માસ પૂર્વે કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકના ભાઈ ઉપર યુવતીના પરિવારે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં આવેલી હરી પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુ રમેશભાઈ જોલાપરા નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા સંજય પટેલ સહિત શખ્સોએ ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વિષ્ણુ જોલાપરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત વિષ્ણુ જોલાપરાનો નાનો ભાઈ વિશાલ ત્રણ માસ પૂર્વે હુમલાખોર સંજય પટેલની પુત્રીને ભગાડી ગયો હતો અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. નાના ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવારે વિષ્ણુ ઝોલાપરા ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

વાહન ધીમું ચલાવવા મામલે માથાકૂટ કરી યુવાન પર ચાર શખ્સોની ધોકાવાળી

Published

on

By

શહેરના નાણાવટી ચોકની પાછળ પરમેશ્ર્વર સોસાયટીમાં રીક્ષાચાલકને વાહન ધીમુ ચલાવવા મામલે ચાર શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ મામલે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
બનાવની મળતી વિગતો અનુસાર, નાણાવટી ચોક પાસે પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતા ઇબ્રાહીમભાઇ ઇદરીસભાઇ આમરોણીયા નામના યુવાને ફરિયાદમાં સાહીલ, અકબર, રોનક, ફિરોજભાઇ અને રસીદાબેનનું નામ આપતા ફરિયાદ નોંધાઇ છે. ઇબ્રાહીમભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.


ગઇકાલે શેરીના નાકે દુધની ડેરીએ દહીં લેવા જતા હતા ત્યારે શેરીમાં રહેતો સાહિલ તેનું એકટિવા સ્પિડમાંથી નીકળતા તેમને શેરીમાં બાળકોને વાગી જસે વાહન ધીમુ ચલાવવાનું કહેતા સાહિલે બોલાચાલી કરી અને તેમના પિતા અકબરભાઇ પાઇપ લઇ આવ્યા અને તુ મારા દીકરાને દબાવશ કહી પાઇપનો ઘા ઝીંક્યો હતો. બાદમાં અકબરભાઇનો ભત્રીજો રોનક ધીરજ ધોકો લઇ આવી માથામાં ઘા ઝીંક્યો હતો અને રસીદાબેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ આજુબાજુના લોકો એકઠા થઇ જતા આરોપી નાસી ગયા હતાં. આ અંગે પિતા-પુત્ર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

Continue Reading

ક્રાઇમ

યાજ્ઞિક રોડ પર લૂંટના ઇરાદે ટોળકીનો આતંક, વેપારીને ધોકાવાળી

Published

on

By

વેપારીએ કારનો દરવાજો ખોલતા એકસેસમાં આવેલા બે શખ્સો પાઇપ લઇ તૂટી પડયા

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: ત્રણ દિવસ થયા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

શહેરના યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ પેલેસની સામે રમકડાની દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન ખોલવા જતા એકસેસમાં આવેલા બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી નાસી ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.


આ બનાવ લુંટના ઇરાદે થઇ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઘટના અંગેની વધુ વિગતો અનુસાર, જાગનાથ શેરી નં.21માં એમ્પાયર એપાર્ટમેન્ટમાં રહેતા જનકભાઇ નવનીતરાય ઓધીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઇમ્પિરીયરલ પેલેસની સામે માધવ કોમ્પલેક્ષમાં ઉતમ ટોયઝ નામની દુકાન ધરાવે છે.
તેઓ ગઇ તા.27ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યે દુકાન બંધ કરી સામે પાર્ક કરેલી કારમાં ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલીને દુકાનની ચાવી અને પર્સ કારમાં મુકયા હતા. ત્યારબાદ કારમાંથી બહાર નીકળતા જ એકસેસમાન આવેલા બે શખ્સોએ અચાનક પાઇપ વડે હુમલો કર્યો હતો.

ત્યારબાદ ત્યાં માણસો ભેગા થઇ જતા બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.આ મામલે તા.27ના પોલીસમાં અરજી કરી હતી. ફરીયાદી જનકભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસે ફરીયાદ ન નોંધતા પોલીસ કમિશનરને રજુઆત કર્યા બાદ એ ડીવીઝન પોલીસે આ ફરીયાદ નોંધાઇ હતી. બનાવને ત્રણ દિવસ થયા છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ હતી. રાજકોટના પોષ વિસ્તાર યાજ્ઞીક રોડ પર સરાજાહેર વેપારી પર હુમલાની ઘટનાથી આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાયો છ.

Continue Reading

ક્રાઇમ

યાજ્ઞિક રોડ પર અકસ્માત મામલે ઝઘડો કરી માતા-પુત્રને કારચાલકે બેફામ માર માર્યો

Published

on

By

શહેરમાં રોજબરોજમાં ઘણા અકસ્માત સર્જાય છે. ત્યારે ગઇકાલે મોડીરાત્રે યાજ્ઞિક રોડ પર રિવર્સ લેવામાં કારના ચાલકે અન્ય એક પાર્ક કરેલી કારમાં નુકસાન કરતા યુવાને જોઇને ચલાવવાનુ કહેતા ઉશ્કેરાયેલા કારના ચાલકે યુવક સાથે માથાકુટ કરી મારમાર્યો હતો અને વચ્ચે પડેલા તેમના માતાન. પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો બાદમાં ઘમકી આપી પાંચવર્ષની પુત્રીને ઘક્કો મારી પછાડી ભાગવા જતા પોલીસ તેમને પકડી ગુનો નોંધ્યો હતો.


કોઠારીયાકોલીનીમાં રહેતા કાર્તીક ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.28)એ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે કલરકામ કમરે છે. ગઇકાલે રાત્રીના તેમના પરિવાર સાથે રેષકોર્સ થી કાર પાર્ક કરી કોલ્ડ્રીશસની દૂકાને ગયા હતા. બાદમાં એક કિઆ કારના ચાલકે રિવર્સ લેતા કાર્તિકભાઇની ગાડીમાં નુકસાન થયુ હતુ જેથી તે કારના ચાલકને કાર જોઇને ચલાવવાનુ કહેતા તેમણે કાર નીચે ઉતરી તુ કોને કહે છે કહી માથાકુટ કરી હતી તેમજ મારમાર્યો હતો તેમજ માતા ઉષાબેન વચ્ચે પડતા તેમને પણ આરોણીએ મારમાર્યો હતો. બાદમાં 100 નંબરમાં કોલ કરતા આરોપી પાંચ વર્ષની દીકરીને ઘક્કો મારી ભાગવા જતા આરોપીને પક્ડી પોલીસે ગુનો નોંધ્યો હતો આરોપી નાનામવા રોડ રાજનગર શેરી.2માં રહેતો અભિષેક ચંદુ ઠુંમર હોવાનુ જાણવા મળ્યુ હતુ.

Continue Reading

Trending