Connect with us

rajkot

પંદર ગુનામાં સામેલ ભગવતીપરાના બંન્ને રીઢા ગુનેગારને પાસામાં ધકેલાયા

Published

on

અગાઉ પંદર જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભગવતીપરાના બે શખ્સોને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધા છે.ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સુખસાગર હોલની સામે રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.30) અને જયપ્રકાશનગર-14/8ના ખુણે ચામુંડા કરિયાણાવાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર (ઉ.વ.34)ને પાસા તળે અનુક્રમે વડોદરા અને સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાવન વિરૂૂધ્ધ પ્ર.નગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં મારામારી, લૂંટ, દારૂ, જાહેરનામા ભંગ, આર્મ્સ એક્ટ, ચોરી સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે સલિમ ઉર્ફ સલ્લુબાપુ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ, હત્યા, હત્યાની કોશિષ, દારૂ સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર બી-ડિવીઝન પોલીસે તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજુર કરી હતી. પાસા વોરન્ટની બજવણી ઇન્ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, હીરાભાઇ રબારી, ડી. સ્ટાફ ટીમ અને પીસીબીની ટીમે કરી હતી.

rajkot

ઝેરી દવા પી માતાએ પુત્રીને બાથમાં લઈ ગૂંગળાવી મારી

Published

on

By

રાજકોટમાં કારખાનેદારની પત્નીએ આપઘાતનો પ્રયાસ કરી એકની એક માસૂમ પુત્રીનો ભોગ લીધો, અરેરાટી ભર્યો કિસ્સો

રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા કારખાનેદારની પત્નીએ જીંદગીથી કંટાળી બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રીને બાથમાં ભરીને સુઈ ગઈ હતી. મહિલા તો બચી ગઈ પરંતુ બે વર્ષની માસુમ પુત્રીનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું. આ બનાવમાં પોલીસને જાણ કરવામાં આવતાં સારવારમાં દાખલ મહિલા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.


ઘટનાની મળતી વિગતો મુજબ, રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામલ ઉપવનની પાછળ ફલોર પ્લાઈન બ્લોક નં. ઈ-302માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ચલાવતાં કેવીનભાઈ જસાણીના પત્ની નમ્રતાબેને ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે લીકવીડ પી લીધા બાદ પોતાની બે વર્ષની માસુમ પુત્રી જીયાને બાથમાં દબાવી સુઈ ગઈ હતી. નમ્રતાબેન સાંજે જાગ્યા ત્યારે પુત્રી હલન ચલન કરતી ન હોય અને બેભાન અવસ્થા જેવી લાગતા હાફડા ફાફડા બનેલા નમ્રતાબેને પતિ કેવીનભાઈને ફોન કર્યો હતો અને કેવીનભાઈ તાત્કાલીક રાજકોટ દોડી આવ્યા હતાં. નમ્રતાબેને સમગ્ર હકીકત પતિને જણાવતાં બન્નેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બે વર્ષની માસુમ જીયાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે નમ્રતાબેનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.


આ બનાવ અંગે ખાનગી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. નમ્રતાબેનનું નિવેદન લેતાં તેમણે જણાવ્યું કે, પોતે જીંદગીથી કંટાળી ગયા હોય જેથી લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લીકવીડ પીધા બાદ એકની એક પુત્રી જીયાને પણ બાથમાં ભરી સુઈ ગયા હોય સાંજે જાગ્યા બાદ જીયાને જગાડતાં તે કોઈ પ્રત્યુતર ન આપતાં પતિને જાણ કરી હતી. પોલીસે મૃતક બાળકીનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જરૂર પડે નમ્રતાબેન સામે હત્યાનો ગુનો નોંધાઈ શકે છે.

મરવા માટે લિક્વિડ પી લેતા માતા બચી ગઈ પરંતુ પુત્રી ગુમાવી દીધી
રાજકોટમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી પટેલ પરિવાર ઉપર વ્રજઘાત તુટી પડયો છે. કેવીનભાઈ અને નમ્રતાબેનની એકની એક બે વર્ષની પુત્રી જીયાના મોતથી પટેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. કારખાનેદાર કેવીનભાઈ જસાણીની પત્ની નમ્રતાબેને કોઈ કારણસર જીંદગીથી કંટાળી આપઘાતનો વિચાર આવ્યો હતો અને પતિ કારખાને ગયા બાદ એકલી હોય તેણે લિકવીડ પી જીંદગીનો અંત આણવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના મોત બાદ પુત્રીનું શું થશે ? તેવા ડરથી પુત્રીને લાડથી પોતાના બાથમાં ભરી સુઈ ગઈ હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હશે તેમ આપઘાતનો પ્રયાસ કરનાર નમ્રતાબેનનો જીવ બચી ગયો પરંતુ માસુમ પુત્રી જીયાનું મોત થયું આ બનાવ બાદ માતા નમ્રતાબેન પણ પુત્રીને ગુમાવવાનો શોક મનાવી રહ્યાં છે. જ્યારે પટેલ પરિવાર એકની એક પુત્રી ગુમાવતાં તેમના ઉપર વજ્રઘાત તુટી પડયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Continue Reading

rajkot

માધાપર ટી.પી. સ્કીમ 11 રદબાતલ કરી રોડ-રસ્તાઓ ખોલો

Published

on

By

ગ્રામ પંચાયત વખતે ખુલ્લા રહેલા રોડ અસામાજિક તત્વોએ બંધ કરી દેતા મ્યુનિ.કમિશનરને ગ્રામજનોની રજૂઆત

બે વર્ષ પહેલા મુસદો જાહેર કર્યો છતાં આજ સુધી રોડ-રસ્તાના કબજા ન લેવાતા સ્થાનિકો પરેશાન


રાજકોટ શહેરનો વ્યાપ વધતા લોકોને રોડ-રસ્તા સહિતની સુવિધાઓ મળી શકે તે માટે સરકાર દ્વારા પેન્ડીંગ રહેલી ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નવી અનેક ટીરી સ્કીમોનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ડ્રાફ મુજબ રોડ રસ્તાના કબ્જા લેવા સહિતની કામગીરીમાં વિલમ થતાં લોકો સુવિધાથી વંચીત રહી ગયા હતાં. તેવું માધાપર ટીપી સ્કીમ નંબર 11માં બનવા પામ્યું છે. બે વર્ષ પહેલા ઈરાદો જાહેર કરી ડ્રાફ્ટ સરકારમાં રજૂ કરાયો જે આજ સુધી મંજુર ન થતાં ગ્રામજનોએ હવે આ ટીપી સ્કીમ રદબાતલ કરી બંધ કરેલા રસ્તાઓ ફરી ખોલવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.


માધાપર ગામના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, સવિનય જણાવવા નું કે જયારે માધાપર ગામ હતું ત્યારે કૃષ્ણનગર થી 150 ફુટ રીગ રોડ જવાનાં મુખ્ય ચાર રોડ હતા. સમાન્ય રીતે જયારે કોઈ ગામનો શહેરમાં સમાવેશ થાય ત્યારે જુનાં રોડ તો એમના એમ જ રહેતા હોય છે, તે ઉપરાંત ગામને શહેર લાયક બનાવવા માટે નવા રોડ પણ બનતા હોય છે. પરંતુ માધા52નો જયારે રાજકોટ શહેર માં સમાવેશ થયો ત્યારબાદ નવારોઽ બનવાની વાત છોડો જે હયાત ચાર રોડ હતા તે તમામ જાહેર રસ્તાઓ પદાધિકારી અને અધિકારી ઓની મહેરબાની નિચે બંધ કરી અસામાજીક તત્વો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. અટલી નિદર્યતા ઓછી હોય તેમ માધાપર ચોકડી ઓવરબ્રિજ ની આ સાઈડ ની સવિર્સલેન પણ આજદીન સુધી બંધ રાખીને વહિવટી તંત્ર/મહાનગરપાલિકાએ એવું સાબિત કરી દિધુ છે કે અહિયાં વસવાટ કરતા લોકો માણસ નહી પણ ઘેટાં બકરા છે. આ અંગે પાછલા ત્રણ વર્ષ થી અનેકો રજુઆત કરવા છતા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાછલા ત્રણ વર્ષથી આખા રાજકોટ ની જનતા હેરાન થઈ રહી છે.


સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવા માટે નો ઈરાદો જાહેર કરતા ની સાથે જ મહાનગરપાલિકા દ્રારા સૌથી પહેલું કામ તે ક્ષેત્રનાં રોડો ખુલ્લા કરાવવાનું હોય છે. જેવી રીતે ટીપી સ્કીમ 38/2 અને 41 ટીપી નો ઈરાદો જાહેર કરતાંની સાથે ત્યાનાં રસ્તા સૌથી પહેલા ખુલ્લા કરાવા મનપા તત્પર હતી. પરંતુ માધાપર-11 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર થતાંની સાથે અહિયા જેટલા હયાત રોડ હતા તે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે અને ખોલાવવા માટે ટીપી સ્કીમ મંજુર થઈ નથી એવું બહાનું કાઢી રોડ બંધ કરનાર અસામાજીક તત્વો સામે કોઈપણ કાર્યવાહી ન કરવી એ રાજકોટ મહાનગર પાલિકાની ની કાર્યશૈલી ઉપર સંદેહ પેદા કરે છે.
માધાપર-11 ટાઉન પ્લાનિંગ સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે અમારી માંગણી પ્રમાણે અહિનાં અસામાજીક તત્વો દ્વારા જે છેલ્લો 25 ફુટનો રોડ બંધ કરવામાં આવ્યો હતો તેને ખોલીને 40 ફુટનો કરવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આવી રીતે ગરીબોની માંગ પ્રમાણે થતાં અહિનાં અસામાજીક તત્વો દ્રારા રોડની વચ્ચે ચાર મંદિરો બનાવી રોડ કાયમી બંધ રહે અને આરએમસી ટીપી સ્કીમ લાગુ કરવામાં સફળ ન થાય તે માટે ડેમોલિશન ટીમ ને પણ ફોડી લેવા સુધિનું કાવતરૂૂ ઘડવામાં આવ્યુ હતું.


આ અંગે તારીખ 02/5/2022નાં રોજ આરએમસી કમિશ્નરને રૂૂબરૂૂ ફરીયાદ કરવા છતાં પણ, પોતાની જ સંસ્થાને ટીપી સ્કીમ લાગુ કરવામાં સફળ ન થવા દેનાર તેમજ રાજકોટ મહાનગરપાલિકા ની ડેમોલિશન ટીમને પણ ફોડી લેનાર અસામાજીક તત્વો સામે કોઈપણ પગલા ન લેવા તેમજ ગુજરાતની ચુંટણી પહેલા પહવે એક પણ ટીપી સ્કીમ એક વર્ષ થી વઘારે સમય લટકાવી રાખવામાં નહી આવેથ એવું વચન આપનાર ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલજી નાં આદેશ ની અવગણના કરી માધાપર-11 ટીપી સ્કીમ પાછલા બે વર્ષથી અટકાવી રાખવી એ એવુ સુચવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા હવે સંવિધાનીક સંસ્થાને બદલે તાનાશાહો ની ખાનગી પેઢી થઈ ગઈ છે.

એસ ટી બસસ્ટેન્ડનું કામ ખોરંભે ચડ્યું

માધાપર-11 ટીપી સ્કીમ મંજુર ન થતા ફક્ત માધાપરની જનતા જ નહી પરંતુ જીએસઆરટીસી ના વિભાગીય નિયામક પણ નવું બસપોર્ટ બનાવવા માટે અસમર્થ છે, જેના કારણે હજારો એસટી બસનાં મુસાફરો પાંચ ડીર્ગી ઠંડી, 45 ડીર્ગી ગરમી અને ચાલુ વરસાદે ખુલ્લા રોડ પરથી બસ પકડવા લાચાર છે. ઉપરોકત હકીકતો ને ધ્યાને લેતા માધાપર-11 ટીપી સ્કીમ મંજુર થઈને રાજકોટ એક સ્માર્ટ સીટી બને તે વાત હવે અસંભવ લાગી રહી છે. જેથી માધાપર ગામના તમામ નાગરીકોની આપને નમ્ર વિનંતી છે કે માધાપર-11 ટીપી સ્કીમને રદબાતલ ગણીને જયારે માધાપર ગામ હતું તે સમયે ગ્રામપંચાયત ના નકશા પ્રમાણેનાં રોડ ખુલ્લા કરી આપવા આપને અપીલ છે. જો આપ દ્રારા અમારૂૂ આ કાર્ય કરી આપશો તો રાજકોટની તમામ જનતા આભારી રહેશે.

Continue Reading

rajkot

શોકમગ્ન રાજકોટ સ્વયંભૂ જડબેસલાક બંધ

Published

on

By

TRP ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિએ શહેરીજનોએ તંત્રની નિષ્ફળતા- નિંભરતા સામે ઠાલવ્યો પુણ્ય પ્રકોપ, પીડિતોને ઝડપી ન્યાય અપાવવા મૂક લાગણી સાથે આક્રોશ

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક માસ થતા પ્રથમ માસીક પુણ્યતિથિએ રાજકોટવાસીઓએ કોંગ્રેસની અપીલ પર જડબેસલાક બંધ પાળી આ અગ્નિકાંડમાં મોતને ભેટેલા 27 હતભાગીઓને સ્વયંભુ શ્રધ્ધાંજલી અર્પી હતી અને આ સાથે પીડીત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે મુક આક્રોશ પણ વ્યકત કર્યો હતો. રાજકોટમાં પ્રથમ વખત આવું સંવેદનાપુર્ણ બંધ જોવા મળ્યું હતું. પોલીસતંત્ર અને સતાધારી પક્ષે આડકતરી રીતે વિવિધ સંગઠનો બંધમાં ન જોડાય તે માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ રાજકોટવાસીઓએ આવા પ્રયાસોને જોરદાર તમાચો માર્યો હોય તેમ સવારથી જ શહેરની નાની-મોટી તમામ બજારો, શાળાઓ સજજડ બંધ રહ્યા હતા.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા નિર્દોષ લોકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આ બંધનું એલાન અપાયું હતું. શરૂઆતમાં અમુક સંગઠનોએ સતાની શેહશરમમાં આવી બંધમાં જોડાવામાં નકારાત્મક વલણ અપનાવ્યું હતું પરંતુ લોકોનો આક્રોશ અને સંવેદનશીલ મુદો જોતા ગઇકાલ સાંજ સુધીમાં આનાકાની કરનાર સંગઠનોએ પણ સ્વૈચ્છીક રીતે બંધમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે રાજકોટમાં આજે અભુતપુર્વ કહી શકાય તેવો બંધ પળાયો હતો. લોકોએ ભીની આંખે મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને આ ઘટનામાં કોઇપણ રાજકીય શેહશરમ વગર જવાબદારો સામે દાખલારૂપ પગલા ભરવામાં આવે તેવી મુક લાગણી વ્યક્ત કરી હતી.


આજના બંધના એલાનના પગલે સવારથી જ શહેરના રીંગરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, નાનામવા રોડ, યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, દાણાપીઠ, કાપડબજાર, ઢેબર રોડ, સોની બજાર, ઇમિટેશન જવેલરી બજાર, કુવાડવા રોડ, સોરઠીયાવાડી સર્કલ વિસ્તાર, સામાકાંઠાની બજારો સહીત તમામ નાની-મોટી બજારો સ્વયંભુ બંધ રહી હતી. ચા-પાનના અને ખાણી-પીણીના ગલ્લાઓ પણ ખુલ્યા ન હતા. શહેરમાં બપોર સુધી સ્મશાનવત શાંતિ જોવા મળતી હતી.


કોંગ્રેસની બંધની અપીલના પગલે ગઇકાલે સાંજ સુધીમાં મોટાભાગના વેપારી મંડળોએ બંધમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. ખાનગી શાળા સંચાલક મંડળ ઠેઠ સુધી અવઢવમાં રહેતા સાંજે રાજકુમાર કોલેજ, ક્રાઇસ્ટ કોલેજ, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ, નિર્મલા સ્કુલ સહીતની મોટી શૈક્ષણિક સંસ્થાઓએ સામેથી જ બંધમાં જોડાવાની લેખીત જાહેરાત કરી દીધી હતી.


જયારે મોડી સાંજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ શાળા સંચાલકોને પોતાની વિવેકબુધી મુજબ બંધમાં જોડાવા નિર્ણય લેવા અપીલ કરતા શહેરની મોટાભાગની શાળા-કોલેજો પણ બંધમાં જોડાઇ હતી. આજના બંધના પગલે લાંબા સમય બાદ રાજકોટની રફતાર થંભી ગઇ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવવા હાથ જોડ્યા
આજે રાજકોટ બંધના એલાન વચ્ચે સવારથી મોટાભાગની બજારો બંધ રહી હતી. પરંતુ સવારમાં ચા-પાનના અમુક ગલ્લા ખુલતા સવારે 9 વાગ્યાથી જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો શહેરની બજારોમાં નીકળી પડયા હતા અને વેપારીઓને બે હાથ જોડી બંધ પાળવા અપીલ કરતા નજરે પડયા હતા. કોંગ્રેસની અપીલના પગલે સવારે જે અમુક દુકાનો ખુલી હતી તે પણ બંધ થઇ ગઇ હતી. બંધના એલાનના પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Continue Reading

Trending