Connect with us

Sports

અફઘાનને કચડી દ.આફ્રિકાનો ફાઇનલમાં પ્રવેશ

Published

on

ટી20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ આજે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે રમાઈ. જેમાં દક્ષિણ આફ્રીકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી કચડીને ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ આ નિર્ણય માથે પડ્યો અને હારીને કિંમત ચૂકવવી પડી. આખી ટીમ સાવ સસ્તામાં આઉટ થઈ ગઈ.હવે આજે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજા સેમિફાઇનલમાં ટક્કર થનાર છે. બન્ને ટીમમાંથી જે જીતે તે ટીમ ફાઇનલમાં દ.આફ્રીકા સામે ટકરાશે.


આજની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આખી ટીમ માત્ર 56 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. અફઘાનિસ્તાનનો આ ટી20 ઈતિહાસમાં પહેલા બેટિંગ કરતા સૌથી ઓછો સ્કોર છે. દ.આફ્રીકાને જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો. અફઘાનિસ્તાન જે ઓપનરોના દમ પર બેટિંગમાં પ્રભુત્વ ધરાવતું હતું તે આજે કશું ઉકાળી શક્યા નહીં. ગુરબાઝ શૂન્ય રન પર અને જદરાન 2 રન કરીને આઉટ થઈ ગયા. આખી ટીમમાંથી માત્ર ઓમરઝઈ જ બે ડિજીટના આંકડાને પાર કરી શક્યો અને સૌથી વધુ 10 રન કર્યા. 3 ખેલાડીઓ શૂન્ય રન પર આઉટ થયા. દ. આફ્રીકા તરફથી માર્કો જેનસેન, તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ જ્યારે રબાડા અને નોર્જેએ2-2 વિકેટ ઝડપી.


દક્ષિણ આફ્રીકાએ ઈનિંગની શરૂઆત કરતા જ ક્વોન્ટોન ડી કોક જેવા પ્લેયરની વિકેટ ગુમાવી દીધી. જે 5 રન કરીને આઉટ થઈ ગયો. જો કે ત્યારબાદ હેન્ડ્રીક્સ અને માર્કમે બાજી સંભાળી અને આફ્રીકાએ 8.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 60 રન કર્યા અને મેચ 9 વિકેટથી જીતીને ટુર્નામેન્ટની ફાઈનલમાં શાન સાથે પ્રવેશ કર્યો. અફઘાનિસ્તાન તરફથી એકમાત્ર વિકેટ ફારુકીને મળી.

Sports

T-20 ફાઇનલમાં વરસાદનું જોખમ, જો અને તોનું ગણિત

Published

on

By

શનિવારે નહીં તો રવિવારે રમાશે, પરિણામ માટે 10-10 ઓવર રમવી ફરજિયાત, છતાં ન રમાય તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે


ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ શનિવાર 29 જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે 68 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જો વરસાદ આવશે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવશે? તે અંગે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઇંતેજારી પ્રવર્તી છે.
ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે.


વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં 29 જૂનના રોજ 99 ટકા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે. 30 જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી શરુ થશે. જો વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે 10-10 ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જો બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય
ટી-20 વર્લ્ડકપમાં હવે ભારત આવતીકાલે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાનાર છે ત્યારે ભારતના ધાકડ ઓપનીંગ બેટસમેન વિરાટ કોહલી ઉપર સૌની નજર મંડાયેલી છે. કોહલી આ ટુર્નામેન્ટમાં ખાસ કંઇ કરી શકયો નથી. પરંતુ ફાઇનલ મેચમાં ધમાકેદાર વાપસી કરે તેવી અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. અત્યાર સુધી શાંત રહેલુ કોહલીનું બેટ નિર્ણાયક તબક્કે જ ધમાલ મચાવશે તેવું ખુદ રોહીત શર્માએ પણ જણાવ્યુ હતું.

Continue Reading

Sports

ટીમ ઈન્ડિયાની જીત બાદ ભાવુક થયો રોહિત શર્મા, કિંગ કોહલીએ તરત જ સંભાળ્યો, જુઓ વિડીયો

Published

on

By

ટીમ ઈન્ડિયાએ બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ શાનદાર જીત બાદ ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં કેપ્ટન રોહિત શર્માએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. રોહિત શર્માએ પોતાની ચતુરાઈ અને શાનદાર બેટિંગથી દરેકને પોતાના ફેન બનાવી લીધા છે. આ મેચમાં રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની મહત્વની ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાના સ્કોરને 171 રન સુધી પહોંચાડી દીધો. રોહિત શર્માની ઇનિંગ્સમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

ઈંગ્લેન્ડ સામેની આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન રોહિત શર્મા ભાવુક થયો હતો. અને તે ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો હતો. રોહિતનો ભાવુક થતો એક ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગરદન નીચી કરીને અને હાથ વડે આંખોને મસળતો જોવા મળે છે. રોહિત શર્માને રડતો જોઈને વિરાટ કોહલી પણ તેની પાસે આવ્યો અને તેને હસાવવાનો પ્રયાસ કર્યો. રોહિતની આંખોમાંથી વહેતા આંસુએ સૌના દિલ જીતી લીધા.

ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.

Continue Reading

Sports

મહિલા એશિયા કપમાં 19 જુલાઇએ ભારત-પાકિસ્તાનનો મુકાબલો

Published

on

By

ટૂર્નામેન્ટમાં આઠ ટીમો, ચાર ગ્રુપમાં વહેંચણી, ACCની જાહેરાત

એશિયન ક્રિકેટ કાઉન્સિલએ મહિલા એશિયા કપના શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ ટુર્નામેન્ટ 19મી જુલાઈથી શરૂૂ થશે અને 28મી જુલાઈ સુધી ચાલશે. ભારતીય ટીમ પહેલા તેની મેચ 19મી જુલાઈએ ઞઅઊ સામે રમવાની હતી, પરંતુ શિડ્યૂલમાં ફેરફારને કારણે હવે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે, જે 19મી જુલાઈએ રમવાની છે.


આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને ચાર ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ અની વાત કરીએ તો ભારતની સાથે નેપાળ અને ઞઅઊને રાખવામાં આવ્યા છે.મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 12 વખત આમને-સામને આવ્યા છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 11 વખત વિજયી બની છે. પાકિસ્તાન ટીમની એકમાત્ર જીત 2022 એશિયા કપમાં થઈ હતી, જ્યાં ભારતને ગ્રુપ સ્ટેજમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં તેની 12મી જીત નોંધાવવા માંગશે. બંને કટ્ટર હરીફો 2012 અને 2016 એશિયા કપની ફાઇનલમાં પણ સામસામે આવી ચૂક્યા છે અને બંને પ્રસંગોએ ભારતે વિજય મેળવ્યો હતો અને ટ્રોફી જીતી હતી.


ભારતને ગ્રુપ અમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, નેપાળ અને ઞઅઊ પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા તેના અભિયાનની શરૂૂઆત 19 જુલાઈએ પાકિસ્તાન સામેની મેચથી કરશે, જ્યારે 21 જુલાઈએ ટીમ ઞઅઊ સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ તેની છેલ્લી મેચ નેપાળ સામે રમશે. મહિલા એશિયા કપની શરૂૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ કુલ 8 વખત રમાઈ છે. એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે કે ભારત હંમેશા મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં અત્યાર સુધીમાં 8 ફાઈનલ રમી છે જેમાંથી તેણે 7 વખત એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમ કહેવાનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતનો એકમાત્ર પરાજય 2018માં બાંગ્લાદેશ સામે થયો હતો.

Continue Reading

Trending