Connect with us

ગુજરાત

દૂધ, પનીર, ઘી, ટૂટીફૂટીમાં ભેળસેળ : 8 કેસમાં 11 લાખનો દંડ

Published

on

નયનદીપ પ્યોર ઘીની પેઢી અને માલિકને 5 લાખનો દંડ : નંદગાવ પ્યોર કાઉ ઘી, કુંજ કાઉ ઘીના માલિકને બે લાખનો દંડ : ટૂટીફૂટીમાં ભેળસેળ કરનાર માલીકને 1.50 લાખનો દંડ ફટકારતા એડિશનલ કલેક્ટર

લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના બનાવ વધી રહ્યા છે. દૂધ, ઘી, પનીર જેવી જીવનજરૂરિયાત ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ કરવામાં અવી રહી છે. અમુક લેભાગૂ તત્વો દ્વારા તાત્કાલીક પૈસાદાર થવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં હાનિકારક પદાર્થોનું ભેળસેળ કરતા અચકાતા નથી ત્યારે આવા કિસ્સાઓમાં ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. અને ખાદ્યપદાર્થ ચીજવસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે સતત ઝુંબેશ હાથ ધરી રહ્યું છે. જેમાં આજે દૂધ, પનિર, ઘી અને ટુટીફુટીમાં ભેળસેળ કરવાના 8 કેસ એડીશનલ કલેક્ટર ચેતન ગાંધી સમક્ષ ચાલી જતાં વેપારી અને માલિકોને કુલ 11 લાખનો દંડ ફટકાર્યો છે.


ફૂડ વિભાગ દ્વારા રાજકોટની દાણાપીઠમાં આવેલ વોલગા કોર્પોરેશન નામની પેઢીમાંથી નયનદીપ પ્યોર ઘીના નમુના લીધા હતાં. જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ થતાં પેઢીના માલીક ભૂવનેસ દિપકભાઈ ચંદ્રાણી અને પેઢીને અઢી-અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાઁ આવ્યો છે. આ ઉપરાંત તરધડીના પાટિયા પાસે આવેલ નંદગાવ પ્યોર કાઉ ઘી અને કુંજ કાઉ ઘીના પાઉચ પેકીંગ અને ડબાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.ં જે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થતાં આ બન્ને પેઢીના માલીક મુકેશ શિવલાલ નથવાણીને બે કેસમાં એક-એક લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત જેતપુરના ઉમરાળી ગામે દૂધના નમુના લેવામાં આવ્યા હતાં જેમાં વેજીટેબલ ઓઈલના ક્ધટેઈન મળી આવતા દૂધના વેપારી પ્રવિણ દેવશીભાઈ ભૂંડિયાને તક્સીરવાન ઠેરાવી 25 હજારનો દંડ કરવામાઁ આવ્યો હતો. જ્યારે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ દૂધની ડેરીમાંથી દૂધના નમુના લીધા હતા. જે સબસ્ટાન્ડર્ડ થતાં ડેરીના માલીક પ્રતિક વિનુભાઈ વસાણીને 10 હજાર અને નમુના આપનાર ભરત ભૂવાને પણ 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.


જેતપુરમાંથી ફૂડ વિભાગે બે સ્થળેથી લૂઝ પનીરના સેમ્પલ લીધા હતા જેમાં ભેળસેળ હોવાનું લેબોરેટરી અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે પનિરના વેપારી દેવાયત વસ્તાભાઈ ખટાણા સામે બે અલગ અલગ કેસ કરી 50 કિલો પનીર અને 30 કિલો પનિર જપ્ત કરવામાઁ આવ્યું હતું. આ બન્ને કેસ ચાલી જતાં દેવાયત ખટાણાને 50 કિલો પનિરના કેસમાં 25 હજારનો દંડ અને 30 કિલોના કેસમાં 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.


જ્યારે રાજકોટમાંથી ટુટી ફૂટીના 800 ગ્રામના ચાર પેકેટના સેમ્પલ લેવમાં આવ્યા હતાં. જેમાં ભેળસેળ હોવાનું સાબિત થતાં મહારાષ્ટ્રના જલગાવની નિર્લોશ એન્ટરપ્રાઈઝ પેઢીના માલીક ઉજ્જવલસિંહ ભરતસિંહ રાજપૂતને દોઢ લાખનો દંડ અને રાજકોટના ડિલર ધ્રુમીલ અરુણભાઈ કારિયાને 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.
દૂધ, ઘી, પનિર અને ટુટીફુટીના ભેળસેળના કેસ એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી સમક્ષ ચાલી ગયા હતાં. જેમાં બન્ને પક્ષોની રજૂઆત અને પૂરાવાને ધ્યાને લઈ ખાદ્ય ચીજમાં ભેળસેળ કરનારા સામે મહત્તમમાં મહત્તમ દંડ ફટકારવામા આવ્યો હતો. જેના કારણે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીનો આપઘાત

Published

on

By

ગઈકાલે કેદી પાર્ટીને ચકમો આપી ભાગી ગયેલા પાકા કામના કેદીએ લાલપરી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું, ભરણપોષણના ગુનામાં પડી હતી સજા


રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા પાકા કામના કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ ગઈકાલે જાપ્તા પાર્ટીને ચકમો આપી કેદી ફરાર થઈ ગયો હતો ત્યારે આજે સવારે લાલપરી ડેમમાંથી ફરાર કેદીની લાશ મળી આવી હતી. પાકા કામના કેદીએ ફરાર થયા બાદ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે ચામડીયાપરામાં રહેતા અબ્દુલ બાબુભાઈ કારવા (ઉ.45) નામના પાકા કામના કેદીની રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની તબીયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સિવિલના ઈમરજન્સી વોર્ડ નં.2માં દાખલ કરાયો હતો. જ્યાં તેની ઉપર પોલીસ જાપ્તો ગોઠવાયો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેને બાથરૂમ જવાનુ કહેતા પોલીસ જાપ્તાના પોલીસમેન પ્રતિપાલસિંહ ચુડાસમા તેને બાથરૂમ પાસે લઈ ગયા હતાં. કેદી અબ્દુલ ભાથરૂમમાં ગયા બાદ ઘણો સમય થવા છતાં બહાર ન નીકળતાં પોલીસ જાપ્તા કર્મચારી અંદર જોવા જતાં કેદી અબ્દુલ તેને ધક્કો મારી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ તેને પકડવામાં સફળતા મળી ન હતી. આ અંગે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પોલીસે ફરાર કેદી વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


દરમિયાન આજે સવારે લાલપરી ડેમમાં મંછાનગરના ઓવરફલો પાસે અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની સ્થાનિક લોકોએ જાણ કરતાં બેડીપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને રસ્સા વડે બહાર કાઢી બી-ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલા અબ્દુલના ભાઈએ દોડી આવી મળી આવેલી લાશ તેના ભાઈ અબ્દુલની જ હોવાનું જણાવતાં તેની ઓળખ મળી હતી. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક અબ્દુલના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં મૃતક અબ્દુલ બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજો નંબર હોવાનું અને રીક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેના લગ્ન 2012માં મુમતાઝબેન વલીભાઈ લાખાણી સાથે થયા હતાં. વર્ષ 2014માં પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં તેને 1355 દિવસની સજા પડી હતી. શરૂઆતમાં તે જૂનાગઢ જેલમાં બંધ હતો. દરમિયાન એક મહિના પહેલા તેને રાજકોટ જિલ્લા જેલમાં ખસેડાયો હતો. દરમિયાન તા.26ના રોજ તેને છાતીમાં દુ:ખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં દાખલ કરાયા બાદ ગઈકાલે પોલીસ જાપ્તાને ચકમો આપી ફરાર થઈ ગયા બાદ લાલપરી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી મૃતક કેદીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં સવારથી મેઘરાજા મંડાયા, સચરાચર વરસાદ

Published

on

By

સવારથી છૂટો છવાયો એક ઈંચ પડ્યા બાદ બપોરે ત્રણ વાગ્યાથી ભારે જમાવટ કરી, ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાયાં

રાજકોટ શહેરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે જ મેઘરાજાએ ખમૈયા કરતા સવારથી સચરાચર વરસાદ વરસવાનો શરૂ થયો છે. કાળાડીબાંગ વાદળો રાજકોટ ઉપર છવાઈ ગયા બાદ બપોર થતાં જ મુશળધાર વરસાદ તુટી પડ્યો હતો. જે બપોર સુધીમાં એક ઈંચથી વધુ પાણી વરસ્યાનું ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે. આજે સેન્ટ્રલઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ લખાય છે ત્યારે પણ વરસાદ અનરાધાર ચાલુ હોય મોસમનો કુલ વરસાદ 4॥ ઈંચને પાર થઈ ગયો છે.


રાજકોટમાં સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. સુર્યનારાયણે દર્શન ન દેતા આજે વરસાદ તુટી પડશે તેવું શહેરીજનો કહી રહ્યા હતા. ત્યારે જ સવારે 10 વાગ્યાબાદ કાળાડીબીંગ વાદળોથી આકાશ છવાઈ જતાં પ્રથમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેબપોરે એક વાગ્યા બાદ ધોધમાર વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોરે અઢી વાગ્યા સુધીમાં સેન્ટ્રલઝોનમાં 21 મીમી, કુલ વરસાદ 109 મીમી તથા વેસ્ટઝોનમાં 12 મીમી કુલ વરસાદ 98 મીમી અને ઈસ્ટઝોનમાં 23 મીમી સાથે સિઝનનો કુલ વરસાદ 110 મીમી વરસી ગયો હતો. જેના લીધે અત્યાર સુધીમાં 4॥ ઈંચથી વધુ વરસાદ શહેરમાં વરસી ગયો છે.


શહેરમાં આજે સવારથી વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બપોરે ભારે વરસાદમાં લોકો ન્હાવા માટે રોડ ઉપર નિકળી પડ્યા હતાં. જેની સામે ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે અંડરબ્રીજમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી આગાહીના પગલે વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનોને બપોરે ભારે વરસાદ શરૂ થતાં રાહતનો શ્ર્વાસલીધો હતો. અને ગરમી માથી છુટકારો મળતા વરસાદી પાણીમાં ન્હાવા માટે બાળકોથી લઈને મોટેરાઓ નિકળી ગયા હતાં. આ લખાય છે ત્યારે બપોરે 3 વાગ્યે પણ શહેર ઉપર કાળાડીબાંગ વાદળો છવાયેલા હોય સાંજ સુધીમાં વધુ વરસાદ તુટીપડવાની સંભાવના જોવાઈ રહી છે. જેની સામે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરેલ હોય વધુ વરસાદ વરસે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

આજી-2 ડેમ એલર્ટ પર : હેઠવાસના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા,ગધાડા, હરીપર,ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.

Continue Reading

ગુજરાત

નીટના ગોટાળામાં વર્તમાન સરકારની ગજબની ભૂમિકા: શક્તિસિંહ

Published

on

By

પરીક્ષા કેન્દ્ર સંચાલક સામે હાઈકોર્ટમાં ફરિયાદ છતા સરકાર ન જાણતી હોવાનો કરે છે ડોળ

સુપ્રિમ કોર્ટને ગેરમાર્ગે દોરનાર સરકાર સામે ક્ધટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ અન્યયે કાર્યવાહી કરો

નિટની પરીક્ષા પેપરલીક મામલે દેશભરમાં મૌકુફ રાખીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ખુદ સરકારે જ બગાડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે.આજે પત્રકારોને વિગતો આપતા અને વર્તમાન કેન્દ્ર-રાજ્ય સરકારને આડે હાથ લઇ આક્ષેપો કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, નીટની 5મી મેએ યોજાનાર પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાના 1લી મેના સીસી ફૂટેજ મળ્યા છે.


જય જલારામ એજ્યુકેશન નામના પરીક્ષા કેન્દ્રના સંચાલકો સામે હાઇકોર્ટમાં ફરિયાદ કરાઇ છે. હાઇકોર્ટે લાખે રૂપિયાનો દંડ ફટકાર્યો છે. છતા નીટની પરીક્ષામાં કોઇ ગોટાળો ન થયો હોવાનું વર્તમાન સરકારનું સુપ્રિમ કોર્ટ સમક્ષનું નિવેદન નર્યુ જૂઠ છે. સરકાર સામે ક્ધટેમ્પ્ટ ધી કોર્ટ અંતર્ગત પગલા ભરવા જરૂરી છે.ગોહિલે વધુ આક્ષેપ કરતા કહ્યું કે, ખુદ જિલ્લા પોલીસ વડાએ એફઆઇઆર કરીને આરોપીઓ વિરૂદ્ધ પેપર ફોડાયુ હોવાના પુરાવાઓ એકત્ર કરાયા છે. છતા કોર્ટ સમક્ષ જુઠાણું ચલાવનાર કોઇપણ કસુરવારને છોડવા ન જોઇએ. નીટ સહિત બીજી અગત્યની યુપીએસસી, ગુજસેટ, ગુજકેટ, જેવી બીજી કેટલી પરીક્ષાના કેન્દ્ર તરીકે જય જલારામ એજ્યુકેશન સેન્ટર તરીકે નિયુક્ત કરાયું છે. તે બાબતે વડાપ્રધાન, શિક્ષણમંત્રીએ દેશની પ્રજા સામે વિગતો જાહેર કરવી જોઇએ.


જય જલારામ એજ્યુકેશન સેન્ટરે ભાજપને ફંડમાં કરેલા રૂપિયા આપ્યા છે? આ કેન્દ્રના સંચાલકોને કેમ બચાવવામાં આવે છે? વિગેરે મામલે સરકારે સ્પષ્ટતા કરી કસુરવારોને ક્ડક સજા આપવા શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી.

NEET પરીક્ષા ગેરરીતિ મામલે જલારામ સ્કૂલના આચાર્યની ધરપકડ

ગોધરા બહુચર્ચિત NEETપરીક્ષામાં ગેરરીતિ મામલે ઈઇઈં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરૂૂષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે. ગઝઅ દ્વારા NEETની પરીક્ષાને લઇને 3 કોલેજ અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી. NEETપરીક્ષા માટે નિયુક્ત સીટી કો ઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરૂૂષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવી હતી. NEETપરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરૂૂષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CBIની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. મહત્ત્વપૂર્ણ છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ અથવા NEET UG2024નું આયોજન 5 મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NEET UGનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત-બિહાર સહિત કેટલાક રાજ્યમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપ લાગ્યા હતા.

Continue Reading

Trending