ગુજરાત

દૂધ, પનીર, ઘી, ટૂટીફૂટીમાં ભેળસેળ : 8 કેસમાં 11 લાખનો દંડ

Published

on

નયનદીપ પ્યોર ઘીની પેઢી અને માલિકને 5 લાખનો દંડ : નંદગાવ પ્યોર કાઉ ઘી, કુંજ કાઉ ઘીના માલિકને બે લાખનો દંડ : ટૂટીફૂટીમાં ભેળસેળ કરનાર માલીકને 1.50 લાખનો દંડ ફટકારતા એડિશનલ કલેક્ટર

લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના બનાવ વધી રહ્યા છે. દૂધ, ઘી, પનીર જેવી જીવનજરૂરિયાત ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ કરવામાં અવી રહી છે. અમુક લેભાગૂ તત્વો દ્વારા તાત્કાલીક પૈસાદાર થવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં હાનિકારક પદાર્થોનું ભેળસેળ કરતા અચકાતા નથી ત્યારે આવા કિસ્સાઓમાં ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. અને ખાદ્યપદાર્થ ચીજવસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે સતત ઝુંબેશ હાથ ધરી રહ્યું છે. જેમાં આજે દૂધ, પનિર, ઘી અને ટુટીફુટીમાં ભેળસેળ કરવાના 8 કેસ એડીશનલ કલેક્ટર ચેતન ગાંધી સમક્ષ ચાલી જતાં વેપારી અને માલિકોને કુલ 11 લાખનો દંડ ફટકાર્યો છે.


ફૂડ વિભાગ દ્વારા રાજકોટની દાણાપીઠમાં આવેલ વોલગા કોર્પોરેશન નામની પેઢીમાંથી નયનદીપ પ્યોર ઘીના નમુના લીધા હતાં. જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ થતાં પેઢીના માલીક ભૂવનેસ દિપકભાઈ ચંદ્રાણી અને પેઢીને અઢી-અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાઁ આવ્યો છે. આ ઉપરાંત તરધડીના પાટિયા પાસે આવેલ નંદગાવ પ્યોર કાઉ ઘી અને કુંજ કાઉ ઘીના પાઉચ પેકીંગ અને ડબાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.ં જે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થતાં આ બન્ને પેઢીના માલીક મુકેશ શિવલાલ નથવાણીને બે કેસમાં એક-એક લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત જેતપુરના ઉમરાળી ગામે દૂધના નમુના લેવામાં આવ્યા હતાં જેમાં વેજીટેબલ ઓઈલના ક્ધટેઈન મળી આવતા દૂધના વેપારી પ્રવિણ દેવશીભાઈ ભૂંડિયાને તક્સીરવાન ઠેરાવી 25 હજારનો દંડ કરવામાઁ આવ્યો હતો. જ્યારે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ દૂધની ડેરીમાંથી દૂધના નમુના લીધા હતા. જે સબસ્ટાન્ડર્ડ થતાં ડેરીના માલીક પ્રતિક વિનુભાઈ વસાણીને 10 હજાર અને નમુના આપનાર ભરત ભૂવાને પણ 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.


જેતપુરમાંથી ફૂડ વિભાગે બે સ્થળેથી લૂઝ પનીરના સેમ્પલ લીધા હતા જેમાં ભેળસેળ હોવાનું લેબોરેટરી અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે પનિરના વેપારી દેવાયત વસ્તાભાઈ ખટાણા સામે બે અલગ અલગ કેસ કરી 50 કિલો પનીર અને 30 કિલો પનિર જપ્ત કરવામાઁ આવ્યું હતું. આ બન્ને કેસ ચાલી જતાં દેવાયત ખટાણાને 50 કિલો પનિરના કેસમાં 25 હજારનો દંડ અને 30 કિલોના કેસમાં 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.


જ્યારે રાજકોટમાંથી ટુટી ફૂટીના 800 ગ્રામના ચાર પેકેટના સેમ્પલ લેવમાં આવ્યા હતાં. જેમાં ભેળસેળ હોવાનું સાબિત થતાં મહારાષ્ટ્રના જલગાવની નિર્લોશ એન્ટરપ્રાઈઝ પેઢીના માલીક ઉજ્જવલસિંહ ભરતસિંહ રાજપૂતને દોઢ લાખનો દંડ અને રાજકોટના ડિલર ધ્રુમીલ અરુણભાઈ કારિયાને 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.
દૂધ, ઘી, પનિર અને ટુટીફુટીના ભેળસેળના કેસ એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી સમક્ષ ચાલી ગયા હતાં. જેમાં બન્ને પક્ષોની રજૂઆત અને પૂરાવાને ધ્યાને લઈ ખાદ્ય ચીજમાં ભેળસેળ કરનારા સામે મહત્તમમાં મહત્તમ દંડ ફટકારવામા આવ્યો હતો. જેના કારણે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version