Connect with us

ક્રાઇમ

માનસરોવર પાર્ક પાસે બેકરીમાં તોડફોડ કરી વેપારી પર હુમલો કરનાર ત્રણ ઝડપાયા

Published

on

કેકના પૈસા મામલે માથાકૂટ કરી હતી: પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પકડી કાયદાનું ભાન કરાવ્યું

આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક મેઈન રોડ પર સમ્રાટ બેકરી અને સમ્રાટ પાન નામે દુકાન ચલાવતા રવિરાજસિંહ અશોકસિંહ ઝાલા (ઉ.વ.26, રહે.બાલકૃષ્ણ સોસાયટી શેરી નં.8, સંત કબીર રોડ)ની બેકરીએ જઈ ત્રણ અજાણ્યા લુખ્ખાઓએ કેકના પૈસા બાબતે હુમલો કરી ધોકાથી બેકરીમાં રાખેલ ડિસ્પ્લે ફ્રિઝ અને નાનું ચોકલેટ ફ્રિઝ તોડી 4 હજારનું નુકસાન કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


રવિરાજસિંહે પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે,તે સમ્રાટ બેકરી સાથે નજીક સમ્રાટ પાન નામે દુકાન પણ ચલાવે છે.બુધવારે બપોરે તે પાનની દુકાને હતા ત્યારે તેની બેકરી કે જયાં તેના કારીગર ગુલામ હુસૈન કામ કરતો હતો ત્યાં અજાણ્યો શખ્સ કેક લેવા ગયો હતો. જયા પૈસા બાબતે બને વચ્ચે ઝઘડો થતા તે બેકરીએ ગયા હતા. આ સમયે તે શખ્સ તેની સાથે પણ ગાળો દઈ બોલાચાલી કરવા લાગ્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.


થોડી વાર બાદ તે શખ્સ અન્ય બે અજાણ્યા શખ્સો કે જેની હાથમાં લાકડાના ધોકા હતા તેની સાથે ઘસી આવ્યો હતો અને ત્રણેય બેકરીમાં ધોકાથી તોડફોડ કરવા લાગ્યા હતા. આથી તે વચ્ચે પડતા તેને પણ ગાળો દઈ ધોકાથી હુમલો કરતા ઈજા થઈ હતી. લોકો એકઠા થઈ જતા ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. હાલ આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય શખ્સોની શોધખોળ શરૂૂ કરી હતી. તેવામાં આજી ડેમ પોલીસના પીઆઇ એ.બી. જાડેજા અને ટીમે બેકરીના સીસીટીવી ફુટેજને આધારે ત્રણેયને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

Published

on

By

અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં જાહેરમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. બાદમાં કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ CCTVમાં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો.અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે મર્સિડીઝ ગાડીમાં આવેલા બે શખ્સોએ આવીને પૂછ્યું કે, ડીપર કેમ માર્યું તેમ કહીને અજીતસિંહ રાઠોડને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ મર્સિડીઝ ગાડી ચાલક બે શખ્સોમાંથી એક શખ્સે કોઈને ફોન કરતા પાંચ જ મિનીટમાં બ્લેક કલરની બીજી એક ફોર વ્હીલર શ્યામ વિહાર સોસાયટી પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી કુખ્યાત ધમા બારડ સહિત ત્રણથી વધુ શખ્સો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફિસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર માર્યો હતો. આ સમયે અજીતસિંહ રાઠોડના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા ત્યારબાદ ઘાયલ અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

બુટલેગરના પુત્રનું અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ પિતા કિશોરસિંહ રાઠોડને થતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો અને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.

Continue Reading

ક્રાઇમ

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

Published

on

By

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનાએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘેરા સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ બાળકીને બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, જ્યારે તે તેના ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે તેનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર બાળકી હરિપાલ વિસ્તારમાં બેભાન અવસ્થામાં મળી હતી, જ્યાં તેના કપડા ફાટેલા હતા. યુવતીની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અને તબીબી તપાસ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પશ્ચિમ બંગાળ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસે કહ્યું છે કે હાલમાં આ કેસમાં કોઈ શંકાસ્પદ નથી અને હાલમાં તપાસ દરમિયાન કોઈ નક્કર કડીઓ મળી નથી. પોલીસે લોકોને વિનંતી કરી છે કે તે છોકરી અને તેના પરિવારની ગોપનીયતાનું સન્માન કરે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈને નવો વિવાદ ઉભો કર્યો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે પોલીસ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, “મમતા બેનર્જીની પોલીસે હોસ્પિટલને ઘેરી લીધી છે, મીડિયાને પ્રવેશની મંજૂરી નથી આપવામાં આવી રહી અને સ્થાનિક TMC નેતાઓ પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે, જેથી ઘટનાની જાણ ન થઈ શકે.” માલવિયાએ મમતા બેનર્જીને રાજીનામું આપવાની માંગ કરી અને રાજ્યને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત સ્થળ ગણાવ્યું. “મમતા બેનર્જી નિષ્ફળ ગયા છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. પૂરતું છે. તેમણે બળાત્કાર અને POCSO કેસોના ઉકેલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ પણ બનાવી નથી,” તેમણે ટ્વિટ કર્યું.

તે જ સમયે, કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને લોકોમાં ગુસ્સો પણ વધી રહ્યો છે. 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડોક્ટરની અર્ધ-નગ્ન લાશ મળી આવી હતી. એક નાગરિક સ્વયંસેવક સંજય રોયની કોલકાતા પોલીસે આ કેસમાં એક દિવસ પછી ધરપકડ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસની તપાસ કરી રહી છે. કોલકાતાની ઘટના બાદ હુગલીમાં થયેલી બર્બરતાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે મમતા સરકારને ભીંસમાં મૂકી દીધી છે.

Continue Reading

ક્રાઇમ

જીમમાં મફત બોડી બનાવવા લુખ્ખા ટોળકીની ધાકધમકી

Published

on

By

મવડી ચોકડી પાસે જીમમાં યુવતીને ધમકાવ્યા બાદ માલિકની ઓફિસે જઈ ધમકી આપી, બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યાં છે અને લુખ્ખા તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મવડી ચોકડી પાસે આવેલા ધી જીમ વર્લ્ડમાં લુખ્ખા શખ્સોએ મફતમાં બોડી બનાવવા રિસેપ્શનીસ્ટ મહિલા કર્મચારી સામે સિનસપાટા કરી ધાક ધમકી આપ્યાબાદ ધી જીમ વર્લ્ડના માલિકની ઓફિસે પહોંચી આગલા વર્ષની ફી પરત માંગી મફતમાં જીમમાં એન્ટ્રી આપવા મુદ્દે ધાક ધમકી આપી હોવાની તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.


આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં આવેલા ગીતાનગરમાં રહેતા અને મવડી મેઈન રોડ ઉપર જીથરીયા હનુમાનજીના મંદિર સામે આવેલા ધી જીમ વર્લ્ડમાં મેનેજર તરીકે નોકરી કરતાં ભરતભાઈ મોતીભાઈ દેવડાએ રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપુત, શિવમ શર્મા, પ્રથમ ગજ્જર, નરેશ ભાનુશાળી અને હરદેવસિંહ જાડેજા વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી છે. જે અરજીમાં જણાવ્યા મુજબ ધી જીમ વર્લ્ડ નિત્યક્રમ મુજબ સવારે 6 થી રાત્રિનાં 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જેમાં આવતાં કસ્ટમરો પાસેથી મંથલી, છ માસીક અને વાર્ષિક ફી લેવામાં આવે છે અને ગઈકાલે ધી જીમ વર્લ્ડમાં રિસેપ્શનીસ્ટ મહિલા કર્મચારી સ્વાતીબેન હાજર હતાં ત્યારે રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપુત, શિવમ શર્મા, પ્રથમ ગજ્જર, નરેશ ભાનુશાળી અને હરદેવસિંહ જાડેજા ધસી આવ્યા હતાં અને જીમમાં પ્રવેશ કરતાં હતાં ત્યારે સ્વાતીબેને પુછપરછ કરી જીમમાં ફી લેવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી પરંતુ લુખ્ખા ટોળકીએ સ્વાતીબેનની કોઈપણ વાત સાંભળ્યા વગર જીમની અંદર પ્રવેશતા હતાં ત્યારે સ્વાતીબેને તેમને રોકવાનો પ્રયત્ન કરતાં સાતેય લુખ્ખા શખ્સોએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરી એકપણ રૂપિયો દેશે નહીં મફતમાં જીમ જોઈન્ટ કરશે તેવી ધમકી આપી હતી અને જો અમને રોકશે તો ખૈલ કરવામાં આવશે તેમ કહી બિભત્સ ગાળો ભાંડી હોવાનું અરજીમાં જણાવ્યું હતું.


આ અંગે જીમ માલીક જલજીતભાઈ અમીપરાની પુછપરછ કરતાં જીમમાં ફી વગર ઘુસવાનો પ્રયત્ન કરી ધમકી આપનાર સાતેય શખ્સોએ અગાઉ ફી ભરીને જીમ જોઈન્ટ કર્યુ હતું. પરંતુ સમયગાળો પૂર્ણ થયા બાદ માત્ર હરદેવસિંહ જાડેજાની મેમ્બરશીપ ચાલુ હતી જેથી હરદેવસિંહ જાડેજા ધી જીમ વર્લ્ડમાં આવતાં હતાં ત્યારે તેની સાથે ઉપરોકત જણાવેલ શખ્સો પણ ધસી આવતાં હતાં અને રિસેપ્શનીસ્ટ સ્વાતીબેને તેઓને અટકાવતાં તેઓએ અભદ્ર વર્તન કરી ધાક ધમકી આપી હતી.


અને બાદમાં આનંદનગરમાં જલજીત હોલ પાસે આવેલી જલજીતભાઈ અમીપરાની ઓફિસે ધસી ગયા હતાં. જ્યાં સાતેય શખ્સોએ આગલા વર્ષની ભરેલી ફી પરત કરવા અને મફતમાં જીમમાં એન્ટ્રી આપવા મુદ્દે ધાક ધમકી આપી હતી અને એક શખ્સે પોતાને બસ સ્ટેશન ઉપર આર.આર.ઈવેેન્ટ નામની ઓફિસ છે. તમારે જે કરવું હોય તે કરી લેજો. તેમ કહી ધમકી આપી હતી અને તમામ આરોપીએ પોતાના નામ નંબર પણ આપ્યા હોવાનું જલજીતભાઈ અમીપરાએ જણાવ્યું હતું.


જલજીતભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે, જીમમાં લુખ્ખી દાદાગીરી કરી ધાક ધમકી આપનાર સાતેય શખ્સો વિરૂધ્ધ મેનેજર ભરતભાઈ દેવડાએ અરજી કરી છે અને મને ઓફિસમાં આવી ધમકી માર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં સાતેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે. લુખ્ખા શખ્સોએ બોડી બનાવવા ધ જીમ વર્લ્ડમાં લુખ્ખાગીરી આચર્યાની ઘટના સામે આવતાં પોલીસે કાનૂની તપાસનો દૌર લંબાવ્યો છે.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત11 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય12 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત12 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending