Connect with us

રાષ્ટ્રીય

એક ઓળખપત્ર પર 9થી વધુ સીમર્કાડ હશે તો 3 લાખ સુધીનો દંડ

Published

on

નવો ટેલીકોમ કાયદો લાગુ, સરકાર તમારી વાતચીત ‘સુરક્ષા’ માટે સાંભળી શકશે


દેશમાં ગઇકાલ નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. લિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે. આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023એ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લીધું છે.


ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે હવે આ કાયદાનો અમલ થયો છે. ટેલિકોમ એક્ટ 2023માં કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ અમલમાં આવશે ત્યારે એક્ટને લગતી ખાસ બાબતો જોઈએ. એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂૂ. 50 હજારના દંડ અને નીજી વખત આવું થાય તો રૂૂ. 2 લાખ દંડની જોગવાઈ છે. ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂૂ. 50 લાખ રૂૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.

આ સિવાય ટેલિકોમ કંપનીઓ યુઝરને DND (Do-Not-Disturb) સર્વિસ રજીસ્ટર કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ હવે વારંવાર આવતા બિનજરૂૂરી ફોન કોલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશે. નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પણ યુઝર્સની સંમતિ જરૂૂરી છે. જેના માટે પહેલા સંમતિ લેવાની રહેશે.


સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી હવે હરાજી દ્વારા કરવામાં આવશે નહીં. આ કાયદો નવી તકનીકોને સરળ બનાવવા માટે નિયમનકારી સેન્ડબોક્સ માટે કાનૂની માળખું પણ પૂરું પાડશે.નવો ટેલિકોમ કાયદો સરકારને કટોકટીના સમયે કોઈપણ ટેલિકોમ સેવાઓ અથવા નેટવર્કને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. સરકાર સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા ગુનાઓના નિવારણ માટે ટેલિકોમ્યુનિકેશન સેવાઓને કંટ્રોલ કરી શકે છે.
આ ઉપરાંત આ કાયદો યુઝરને જ વણજોઈતા બિઝનેસ કોલ્સથી બચવાના ઉપાય પણ આપે છે. તેમજ સિમ કાર્ડને લગતી કડક જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Sports

ડેવિડ મિલરને ખોટો આઉટ અપાયો? સૂર્યકુમારના ‘કેચ’ને લઇને વિવાદ

Published

on

By


T20 worldcup 2024: વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ આ જીતમાં સૂર્યકુમાર યાદવનો કેચ પણ મહત્વનો હતો, જેને તેણે બાઉન્ડ્રીની ખૂબ નજીકથી કેચ કર્યો હતો. આ કેચે મેચને ભારત તરફ ફેરવી દીધી હતી કારણ કે આ કેચ ડેવિડ મિલરનો હતો. પરંતુ હવે આ કેચને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે કે સૂર્યકુમારનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો અને આવી સ્થિતિમાં જો આ બોલ પર સિક્સર વાગી હોત તો ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂૂર હતી. હાર્દિક પંડ્યાના પહેલા જ બોલ પર ડેવિડ મિલરે બેટ સ્વિંગ કર્યું અને બોલ હવામાં બાઉન્ડ્રી નજીક ગયો. આવી સ્થિતિમાં, જો કે સૂર્યકુમાર યાદવે કેચ પકડ્યો અને બાઉન્ડ્રીની બહાર ગયો, તેણે બોલને હવામાં ઉછાળ્યો અને ફરીથી બાઉન્ડ્રીની અંદર આવીને કેચ પકડ્યો.

મેચમાં, થર્ડ અમ્પાયરે ઘણા એંગલથી કેચને જોયો અને પછી મિલરને આઉટ આપવાનો નિર્ણય કર્યો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઘણા ભારતીય ખેલાડીઓની હરખના આંખોમાં આંસુ હતા, પરંતુ દક્ષિણ આફ્રિકા ફરી એકવાર નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું અને જીતથી દૂર રહી ગયું. આફ્રિકન ટીમના ખેલાડીઓ પણ ઉદાસ દેખાતા હતા, પરંતુ સૂર્યકુમાર યાદવના કેચને લઈને આફ્રિકાના ચાહકોમાં ગુસ્સો છે. એક ચાહકે લખ્યું કે રિપ્લેને બહુવિધ ખૂણાઓથી નજીકથી જોવું જોઈએ. જાણે સૂર્યકુમારનું જૂતું સીમાને સ્પર્શી ગયું હતું. એક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે કેચ પકડવામાં આવે તે પહેલા જ બાઉન્ડ્રીને સહેજ પાછળ ધકેલી દેવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પુરાવા સામે આવ્યા નથી. પરંતુ આઈસીસીના નિયમો કહે છે કે જો કોઈ વસ્તુ દ્વારા બાઉન્ડ્રી ચિહ્નિત કરવામાં આવે તો તેને સીમા ગણવામાં આવશે, તેની નીચેની સફેદ રેખા નહીં.

Continue Reading

Sports

જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર

Published

on

By


રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.


2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.


અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.


કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.


જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.

Continue Reading

Sports

વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

Published

on

By

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.

તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

Continue Reading

Trending