રાષ્ટ્રીય

એક ઓળખપત્ર પર 9થી વધુ સીમર્કાડ હશે તો 3 લાખ સુધીનો દંડ

Published

on

નવો ટેલીકોમ કાયદો લાગુ, સરકાર તમારી વાતચીત ‘સુરક્ષા’ માટે સાંભળી શકશે


દેશમાં ગઇકાલ નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. લિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે. આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023એ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લીધું છે.


ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે હવે આ કાયદાનો અમલ થયો છે. ટેલિકોમ એક્ટ 2023માં કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ અમલમાં આવશે ત્યારે એક્ટને લગતી ખાસ બાબતો જોઈએ. એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂૂ. 50 હજારના દંડ અને નીજી વખત આવું થાય તો રૂૂ. 2 લાખ દંડની જોગવાઈ છે. ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂૂ. 50 લાખ રૂૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.

આ સિવાય ટેલિકોમ કંપનીઓ યુઝરને DND (Do-Not-Disturb) સર્વિસ રજીસ્ટર કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ હવે વારંવાર આવતા બિનજરૂૂરી ફોન કોલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશે. નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પણ યુઝર્સની સંમતિ જરૂૂરી છે. જેના માટે પહેલા સંમતિ લેવાની રહેશે.


સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી હવે હરાજી દ્વારા કરવામાં આવશે નહીં. આ કાયદો નવી તકનીકોને સરળ બનાવવા માટે નિયમનકારી સેન્ડબોક્સ માટે કાનૂની માળખું પણ પૂરું પાડશે.નવો ટેલિકોમ કાયદો સરકારને કટોકટીના સમયે કોઈપણ ટેલિકોમ સેવાઓ અથવા નેટવર્કને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. સરકાર સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા ગુનાઓના નિવારણ માટે ટેલિકોમ્યુનિકેશન સેવાઓને કંટ્રોલ કરી શકે છે.
આ ઉપરાંત આ કાયદો યુઝરને જ વણજોઈતા બિઝનેસ કોલ્સથી બચવાના ઉપાય પણ આપે છે. તેમજ સિમ કાર્ડને લગતી કડક જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version