ક્રાઇમ
ત્રણ મહિનામાં ડિજિટલ એરેસ્ટના કરોડો રૂપિયા હવાલાથી વિદેશ મોકલી દીધા
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું નેટવર્ક સંભાળતા એમબીએના છાત્ર સહિત ટોળકીના સાત સભ્યોની પૂછપરછ, છેતરપિંડીની રકમ મુંબઈ, સુરત અને ઓડિશા ટ્રાન્સફર કરાઈ
રાજકોટના એક નિવૃત બેંક કર્મચારીને સાયબર માફિયાએ જાળમાં ફસાવી ડિજિટલ એરેસ્ટના નામે 15 દિવસ સુધીબાનમાં લઈ રૂા. 56 લાખ પડાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેણે નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે બાનમાં લીધા હોય અને બેંકના અલગ અલગ એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આ મામલે કમ્બોડિયન ગેંગના ભાડુતી માણસોની ઓળખ કરી આ મામલે અમદાવાદ, જૂનાગઢ, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડી 7 શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે.
છેલ્લા ત્રણ મહિનાથી એકાઉન્ટ ભાડે રાખીને છેરપીંડીની રકમ આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કરોડો રૂપિયા હવાલા મારફતે વિદેશમાં મોકલાયા હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની તપાસમાં હજુ પણ કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જૂનાગઢના એમબીએના છાત્ર કે જે તેના મિત્રની મદદથી સૌરાષ્ટ્રનું નેટવર્ક અને સાબરકાંઠાના બે સગા ભાઈઓ ઉત્તર ગુજરાતનું નેટવર્કસંભાળતા હતાં અને આવા 200થી વધુ એકાઉન્ટ ભાડે રાખીને છેતરપીંડીની રકમ મુંબઈ, ઓડિસા અનેસુરતમાં મોકલ્યા બાદ ત્યાંના નેટવર્ક ચલાવતા ગઠિયાએ આ રકમ વિદેશમાં હવાલા મારફતે મોકલી દીધી હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા સાતેય શખ્સોની 14 દિવસની રિમાન્ડની માંગ સાથેકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટના હસનવાડીમાં વ્રજ નિકુંજ મકાનમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા ઉ.વ.73ને ગત તા. 11 જુલાઈના રોજ તેઓ પોતાના પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી તેમને ફોન આવ્યો હતો. અને સામે વાત કરનાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સે પોતે મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોય અને મહેન્દ્રભાઈ વિરુદ્ધ મનીલોન્ડ્રીંગનો ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું અને તેમને સતત 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે ધમકી આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.
આ મામલે સાયબર ક્રાઈમાં ફરિયાદ નોંધાયા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સાતની ધરપકડ કરી છે. જેમાં જૂનાગઢના દેવ વાડીપાસે વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતા અને એમ.બી.એ.નો અભ્યાસ કરતા મહેક કુમાર ઉર્ફે મયંક નિતિનભાઈ જોટાણિયા ઉ.વ.24, તેમજ જૂનાગઢના જોષીપુરા અમરનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન મુકેશભાઈ સુબા ઉ.વ.31, તેમજ અમદાવાદના સલાપસરોડ પથ્થરકુવામાં રહેતા મહમ્મદ રિઝવાનખાન ઈસાકશાન પઠાણ ઉ.વ.35 તથા પાટણના રાધનપુરના ચૌધરી વાસમાં રહેતા પરેશ ખોડાભાઈ ચૌધરી ઉ.વ.29 અનેતેના ભાઈ કલ્પેશ ખોડાભાઈચૌધરી સાથે પાટણના ચાણસમાંના રબારીવાસમાં રહેતા વિપુલ લાભુભાઈ દેસાઈ તથા ઈડરના ભદ્રેસરમાં રહેતા વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી છે.
પુછપરછમાં જાણવા મળ્યું કે, ઉત્તર ગુજરાતનું નેટવર્ક વિપુલ લાભુ દેસાઈ જ્યારે સૌરાષ્ટ્રનું નેટવર્ક જૂનાગઢના હિરેન અને મયંક સંભાળતા હતાં. સાયબર માફિયા ગેંગના આ સાત ભાડુતી માણસો ભાડેથી એકાઉન્ટ અપાવતા હતા અને એકાઉન્ટ ભાડે આપનારને દર મહિને 15 હજાર જેટલી રકમ પણ ચૂકવતા હતાં. એકાઉન્ટ શોધી આપનારને 5 હજાર કમીસન મલતુ હતુ. તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ આ સભ્યોની ટોળકીનો સુત્રધાર હાલ દિલ્હીમાં હોય અને આ છેતરપીંડીની રકમ મુંબઈ, ઓડીસા અને સુરત મારફતે દિલ્હી પહોંચતી હતી અને દિલ્હીથી હવાલા મારફતે આ રકમ વિદેશમાં મોકલવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની રકમ વિદેશમાં હવાલા મારફતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી સાયબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી ભરત બી બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.બી. જાડેજા તથા પીઆઈ એમ. એ. ઝણકાટ તથા એએસઆઈ જે.કે. જાડેજા સાથે શિવભદ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
વિદેશના સાયબર માફિયા ટોળકી સાથે નેટવર્ક ચલાવનાર ગુજરાતના શખ્સોની તપાસ
ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવતી ટોળકીના ભાડુઆતી માણસોની ધરપકડ બાદ આ રેકેટમાં હજુ પણ તેમના આકાઓની ધરપકડ પોલીસ કરશે તપાસમાં જાણવા મળ્યું કે, તમ્બોડિયા, તાઈવાન સહિતના દેશોમાં આ ટોળકી સક્રિય હોય જે ગુજરાતના કેટલાક શખ્સો સાથે સંપર્કમાં આવીને ગુજરાતના મોબાઈલ ધારકોના ડેટા મેળવીને આ સમગ્ર રેકેટ ચલાવે છે. જેમાં વિદેશી સાયબર માફિયા ટોળકી સાથેસાઠગાઠ ધરાવતા ગુજરાતના શખ્સોની પણ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
ક્રાઇમ
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
સૌ.યુનિ.માં વીસીની ચેમ્બરનો ઘેરાવ કરી ગજઞઈંનો વિરોધ: 20ની અટકાયત
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં તોતીંગ ફિ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ટેબલ પર નકલી નોટો ફેંકવામાં આવી હતી. ચેમ્બરમાં રામધુન બોલાવતા પોલીસ દ્વારા એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 20 જેટલા છાત્ર નેતાઓની ટીંગાટોળી કરી અને અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે કુલપતિને રજુઆત કરતા છાત્ર નેતાઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લગાવવામાં આવ્યો કોમન એક્ટ મતલબ એક સમાન ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય છતાં એની ફી 1000 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેલતો જે જૂના વિદ્યાર્થીઓ દ્વારા આગલા વર્ષ એન્ટ્રન્સ પાસ કરી પણ ગાઈડના અભાવે એડમિશન ના મળ્યું જ્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ જ કાઢી નાખવા માં આવી એટલે કે ગુજરાત યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ ના લઈ શકે તે અમારો એક સવાલ છે. એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 500માં થી સિદ્ધિજ 1500 જેટલી ફી વધારો કરી દેવામાં આવ્યો તે તે વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરવાની વાત છે એક યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય તો તેની 1000 ફી છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ના લઈને 1500 રૂૂપિયા જેવી તોતિંન ફીના ઉઘરાણા કરે છે તેનો એનએસયુઆઇ વિરોધ કરે છે આ ફી વધારા પાછો ખેંચવો જોઈએ અને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાવી જોઇએ એ આમરી માંગ છે.
ક્રાઇમ
સામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર
જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા હતા.અને રૂૂ. અઢી લાખ નું વીજ પુરવણી બિલ પણ આપવા માં આવ્યું હતું.
જામનગરનાં સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનમા હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ (રહે. ઘાંચી ની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા પાસે જામનગર) સામે તાજેતરમા ગેંગરેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નાં અલગ અલગ રહેણાંક મકાનો એ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ નથી અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ ગેર કાયદે વીજ કનેક્શન મેળવેલ છે. આથી જીલ્લા ના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ એન.એ.ચાવડા તથા ટીમ તથા વીજ કંપનીનાં અધિકારી તેમજ કર્મચારીઓ સાથે આરોપી ના ઘાંચી ની ખડકી એ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલ એક મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ ન હોય અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ એ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ચાર ઘર ના વીજ જોડાણ કાપી નાખયા હતા. અને આશરે રૂૂ . 2,50,000 નો દંડ ફટકારી આરોપી વિરૂૂધ્ધ ફોજદારી ફરીયાદ કરવા ની તજવીજ ચાલુ કરવામાં આવી છે.
-
ધાર્મિક17 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત17 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત11 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ક્રાઇમ11 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત11 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ગુજરાત11 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત11 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી