Connect with us

મનોરંજન

રોકીભાઇ વગર KGF-3 બનશે? યશના સ્થાને અજિત લીડ રોલમાં

Published

on

પહેલા બે પાર્ટમાં હતા તે હવે સિક્વલનો ભાગ નહીં રહે તેવી ચર્ચા

યશની ઘણી મોટી ફિલ્મો પાઈપલાઈનમાં છે. પરંતુ ફેન્સ જેની રાહ જોઈ રહ્યા છે તે છે KGF-3. પ્રશાંત નીલ હિંટ પણ આપી ચુક્યા છે કે ફિલ્મ બનાવશે. આ સમયે પ્રશાંત નીલના ખાતામાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેના બાદ તે પિક્ચર પર કામ કરશે. પરંતુ હાલમાં જે ખબર આવી રહી છે તે ફેન્સ માટે મોટો ઝટકો છે. પ્રશાંત નીલની પાસે આ સમયે જે પ્રોજેક્ટ્સ છે. તેમાં પ્રભાસની સાથે પસલાર 2થ અને જુનિયર એનટીઆરની સાથે ડ્રેગનનો સમાવેશ થાય છે. પરંતુ તે ડ્રેગન પર સૌથી પહેલા કામ કરવાના છે. એકે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે જુનિયર એનટીઆરની ફિલ્મના ચક્કરમાં પ્રભાસની સલાર-2 અટકી શકે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન ફિલ્મમાં બોબી દેઓલ પણ શામેલ થઈ શકે છે.


જોકે ફિલ્મને લઈને જે જાણકારી આવી હરી છે તેનાથી ફેંસ નારાજ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઢફતવ જે KGFના પહેલા બે પાર્ટમાં હતા તે હવે આ સીક્વલનો ભાગ નહીં રહેશે. તેમની જગ્યા પર ફિલ્મમાં તમિલ સુપરસ્ટાર અજીતને લેવામાં આવી શકે છે.આ ફિલ્મને લીડ કરશે. જોકે ફિલ્મની ટીમની તરફથી કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ આ રિપોર્ટે ફેન્સની વચ્ચે જ નહીં ઈન્ડસ્ટ્રીમાં પણ હલચલ મચાવી દીધી છે.

મનોરંજન

મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવારજનો શોકમાં ગરકાવ

Published

on

By

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. મલાઈકા અરોરાના પિતા વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. અભિનેત્રી પુણેમાં હતી, આ ચોંકાવનારા સમાચાર મળતાં જ તે હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ હતી. અભિનેત્રીના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અરબાઝ ખાનને આ સમાચાર મળતા જ તે પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મલાઈકાના પિતાનું ઘર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી માત્ર 5 મિનિટના અંતરે છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અરબાઝ ખાનની સાથે વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ અરોરા ગયા વર્ષે બીમાર પડ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એવું પણ માનવામાં આવે છે કે અનિલ અરોરા છેલ્લા કેટલાક સમયથી સતત બીમાર હતા. અનિલ અરોરાની આત્મહત્યાના સમાચાર મળતા જ સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે. આ મુશ્કેલ સમયમાં અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભો જોવા મળે છે. અરબાઝએ સ્થળ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિઓમાંથી એક છે. તે પોલીસ સાથે પણ સતત વાત કરી રહ્યો છે. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ પરિવારમાંથી હતા. અનિલ અરોરાનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચુક્યા છે.

Continue Reading

મનોરંજન

ફિલ્મ દેવરાનું ટ્રેલર રિલીઝ, વીલન બનીને સૈફ આપશે જુનિયર NTRને બરાબરની ટક્કર, જુઓ એક્શનથી ભરપુર Trailer

Published

on

By

પ્રખ્યાત અભિનેતા જુનિયર NTRની આગામી ફિલ્મ ‘દેવરા’નું ટ્રેલર રિલીઝ થયું છે. થોડા સમય પહેલા, નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો શેર કર્યો હતો, જેણે જુનિયર એનટીઆરને જોયા પછી ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે ફિલ્મનું ટ્રેલરે ઉત્સાહ વધાર્યો છે.

‘દેવરા’ બે ભાગમાં રિલીઝ થશે. આમાં જુનિયર એનટીઆરની સાથે જ્હાન્વી કપૂર, સૈફ અલી ખાન, પ્રકાશ રાજ અને શાઈન ટોમ ચાકો જેવા પાવરફુલ કલાકારો જોવા મળશે. અલગ-અલગ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોની કાસ્ટ સાથે, ફિલ્મ ‘દેવરા’ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ તસવીરમાં જુનિયર એનટીઆર વિકરાળ અવતારમાં જોવા મળશે.

‘દેવરા’ના ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે ‘આ બહુ લાંબી વાર્તા છે’. એક વાર્તા જે સમુદ્રને લોહીથી લાલ કરે છે. અમારા દેવરાની વાર્તા. ટ્રેલરની શરૂઆત લૂંટ અને છરીના ઉપયોગથી થાય છે. આ પછી તમે વિલન સૈફ અલી ખાનને સાવ અલગ અવતારમાં જુઓ છો. વીડિયોમાં આગળ જુનિયર એનટીઆરનો ફર્સ્ટ લુક દેખાય છે જેણે શર્ટ અને કાળી લુંગી પહેરી છે. દેવરા માટે કોઈ વિરામ નથી. તે એક ખતરનાક વ્યક્તિ છે, જે કોઈનો સામનો કરવાનું વિચારતો નથી.

ટ્રેલરમાં, તમે જુનિયર એનટીઆર હાથમાં નાની કુહાડી અને ભારે તલવાર સાથે દુશ્મનો સામે લડતા જુઓ છો. ‘દેવરા’નો આ લૂક NTRને ભયાનક હિંસક અવતારમાં બતાવે છે. તે સૈફ અલી ખાનના પાત્રનો સામનો કરી રહ્યો છે, જે તેની સામે હારવાના મૂડમાં નથી. આ ફાઇટ સીન અને બંને કલાકારો વચ્ચેનો તણાવ ખરેખર દિલને ગરમ કરે છે. ઉપરાંત દર્શકોનો ઉત્સાહ પણ જોરદાર રહ્યો છે. બીજી તરફ, આ ટ્રેલરમાં નાજુક દેખાતી જ્હાન્વી કપૂરના કેટલાક દ્રશ્યો છે.

વિડીયો જણાવે છે કે ‘દેવરા’ માત્ર જુનિયર એનટીઆરના પાત્ર પર આધારિત નથી. આ એક પિતા અને પુત્રની વાર્તા લાગે છે. આ ફિલ્મમાં સમુદ્ર અને ચાંચિયાઓને દર્શાવવામાં આવશે, જેમના આતંકને દેવરા રોકશે. થોડા દિવસો પહેલા ફિલ્મ ‘દેવરા’નું દાવુડી ગીત રિલીઝ થયું હતું, જેમાં જુનિયર એનટીઆર અને જ્હાનવી કપૂર જોરદાર અને મજેદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ગીતના વીડિયોમાં જ્હાન્વીની સ્ટાઈલ અને ડાન્સ મૂવ્સ જોવા લાયક હતા. તો જુનિયર એનટીઆરના ડાન્સ મૂવ્સનો કોઈ જવાબ નથી. ડાયરેક્ટર કોરાતલા સિવા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘દેવરા’ 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Continue Reading

મનોરંજન

ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિકાસ શેઠીનું એટેકથી નિધન

Published

on

By

રવિવારનો દિવસ ટેલિવિઝન ચાહકો માટે ખૂબ જ દુ:ખદ રહ્યો. પ્રસિદ્ધ ટેલિવિઝન સ્ટાર વિકાસ સેઠીના નિધનને લઈને આવેલ સમાચારથી બધા જ શોકમાં આવી ગયા. વિકાસ ઊંઘી રહ્યા હતા, અને ઉંઘમાંજ તેમનું નિધન થઇ ગયું.


સૂત્રો મુજબ, વિકાસ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીને કારણે પરેશાન હતા. તેમને ઘણા સમયથી કોઈ કામ મળી રહ્યું નહોતું. તેઓ ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રો સાથે પણ સંપર્કમાં ન હતા. ટેલિવિઝન શોઝ ઉપરાંત વિકાસે કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પણ કામ કર્યુ હતું. ફિલ્મમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
વિકાસ સેઠી 90ના દાયકાના પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક રહ્યા છે. તેમણે કહીં તો હોગા, સસુરાલ સિમર કા, ગુસ્તાખ દિલ અને ઉતરન જેવા ઘણા પ્રખ્યાત શોઝમાં કામ કર્યું હતું. તેઓ જ્યારે પણ કોઈ શોમાં દેખાયા, તેમનાં કિલર લુક્સ અને શાનદાર અભિનયથી દિલ જીતી લીધું.

Continue Reading
રાષ્ટ્રીય21 mins ago

VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ

રાષ્ટ્રીય1 hour ago

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

મનોરંજન1 hour ago

મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવારજનો શોકમાં ગરકાવ

ક્રાઇમ2 hours ago

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

ગુજરાત2 hours ago

સુરેન્દ્રનગરમાં ડમ્પરે ચાર વાહનોને ઉલાળ્યા, બેનાં મોત

ગુજરાત2 hours ago

રૂપાલાને ભાજપ તમામ જવાબદારીમાંથી મુકત કરે

ગુજરાત2 hours ago

પાલનપુરમાં ભારતનો બીજો 55 ફૂટ ઊંચો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ

ક્રાઇમ2 hours ago

પાંચ વર્ષની બાળા સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનાર અપરાધીને આજીવન કેદ

કચ્છ2 hours ago

કચ્છના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાતા તંગદિલી

ગુજરાત2 hours ago

12472 પોલીસ ભરતી માટે 16 લાખ ઉમેદવારો લાઈનમાં

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત22 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત22 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

ગુજરાત4 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

Trending