ક્રાઇમ
ત્રણ મહિનામાં ડિજિટલ એરેસ્ટના કરોડો રૂપિયા હવાલાથી વિદેશ મોકલી દીધા
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું નેટવર્ક સંભાળતા એમબીએના છાત્ર સહિત ટોળકીના સાત સભ્યોની પૂછપરછ, છેતરપિંડીની રકમ મુંબઈ, સુરત અને ઓડિશા ટ્રાન્સફર કરાઈ
રાજકોટના એક નિવૃત બેંક કર્મચારીને સાયબર માફિયાએ જાળમાં ફસાવી ડિજિટલ એરેસ્ટના નામે 15 દિવસ સુધીબાનમાં લઈ રૂા. 56 લાખ પડાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેણે નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે બાનમાં લીધા હોય અને બેંકના અલગ અલગ એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આ મામલે કમ્બોડિયન ગેંગના ભાડુતી માણસોની ઓળખ કરી આ મામલે અમદાવાદ, જૂનાગઢ, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડી 7 શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે.
છેલ્લા ત્રણ મહિનાથી એકાઉન્ટ ભાડે રાખીને છેરપીંડીની રકમ આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કરોડો રૂપિયા હવાલા મારફતે વિદેશમાં મોકલાયા હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની તપાસમાં હજુ પણ કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જૂનાગઢના એમબીએના છાત્ર કે જે તેના મિત્રની મદદથી સૌરાષ્ટ્રનું નેટવર્ક અને સાબરકાંઠાના બે સગા ભાઈઓ ઉત્તર ગુજરાતનું નેટવર્કસંભાળતા હતાં અને આવા 200થી વધુ એકાઉન્ટ ભાડે રાખીને છેતરપીંડીની રકમ મુંબઈ, ઓડિસા અનેસુરતમાં મોકલ્યા બાદ ત્યાંના નેટવર્ક ચલાવતા ગઠિયાએ આ રકમ વિદેશમાં હવાલા મારફતે મોકલી દીધી હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા સાતેય શખ્સોની 14 દિવસની રિમાન્ડની માંગ સાથેકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટના હસનવાડીમાં વ્રજ નિકુંજ મકાનમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા ઉ.વ.73ને ગત તા. 11 જુલાઈના રોજ તેઓ પોતાના પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી તેમને ફોન આવ્યો હતો. અને સામે વાત કરનાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સે પોતે મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોય અને મહેન્દ્રભાઈ વિરુદ્ધ મનીલોન્ડ્રીંગનો ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું અને તેમને સતત 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે ધમકી આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.
આ મામલે સાયબર ક્રાઈમાં ફરિયાદ નોંધાયા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સાતની ધરપકડ કરી છે. જેમાં જૂનાગઢના દેવ વાડીપાસે વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતા અને એમ.બી.એ.નો અભ્યાસ કરતા મહેક કુમાર ઉર્ફે મયંક નિતિનભાઈ જોટાણિયા ઉ.વ.24, તેમજ જૂનાગઢના જોષીપુરા અમરનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન મુકેશભાઈ સુબા ઉ.વ.31, તેમજ અમદાવાદના સલાપસરોડ પથ્થરકુવામાં રહેતા મહમ્મદ રિઝવાનખાન ઈસાકશાન પઠાણ ઉ.વ.35 તથા પાટણના રાધનપુરના ચૌધરી વાસમાં રહેતા પરેશ ખોડાભાઈ ચૌધરી ઉ.વ.29 અનેતેના ભાઈ કલ્પેશ ખોડાભાઈચૌધરી સાથે પાટણના ચાણસમાંના રબારીવાસમાં રહેતા વિપુલ લાભુભાઈ દેસાઈ તથા ઈડરના ભદ્રેસરમાં રહેતા વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી છે.
પુછપરછમાં જાણવા મળ્યું કે, ઉત્તર ગુજરાતનું નેટવર્ક વિપુલ લાભુ દેસાઈ જ્યારે સૌરાષ્ટ્રનું નેટવર્ક જૂનાગઢના હિરેન અને મયંક સંભાળતા હતાં. સાયબર માફિયા ગેંગના આ સાત ભાડુતી માણસો ભાડેથી એકાઉન્ટ અપાવતા હતા અને એકાઉન્ટ ભાડે આપનારને દર મહિને 15 હજાર જેટલી રકમ પણ ચૂકવતા હતાં. એકાઉન્ટ શોધી આપનારને 5 હજાર કમીસન મલતુ હતુ. તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ આ સભ્યોની ટોળકીનો સુત્રધાર હાલ દિલ્હીમાં હોય અને આ છેતરપીંડીની રકમ મુંબઈ, ઓડીસા અને સુરત મારફતે દિલ્હી પહોંચતી હતી અને દિલ્હીથી હવાલા મારફતે આ રકમ વિદેશમાં મોકલવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની રકમ વિદેશમાં હવાલા મારફતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી સાયબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી ભરત બી બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.બી. જાડેજા તથા પીઆઈ એમ. એ. ઝણકાટ તથા એએસઆઈ જે.કે. જાડેજા સાથે શિવભદ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
વિદેશના સાયબર માફિયા ટોળકી સાથે નેટવર્ક ચલાવનાર ગુજરાતના શખ્સોની તપાસ
ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવતી ટોળકીના ભાડુઆતી માણસોની ધરપકડ બાદ આ રેકેટમાં હજુ પણ તેમના આકાઓની ધરપકડ પોલીસ કરશે તપાસમાં જાણવા મળ્યું કે, તમ્બોડિયા, તાઈવાન સહિતના દેશોમાં આ ટોળકી સક્રિય હોય જે ગુજરાતના કેટલાક શખ્સો સાથે સંપર્કમાં આવીને ગુજરાતના મોબાઈલ ધારકોના ડેટા મેળવીને આ સમગ્ર રેકેટ ચલાવે છે. જેમાં વિદેશી સાયબર માફિયા ટોળકી સાથેસાઠગાઠ ધરાવતા ગુજરાતના શખ્સોની પણ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.