Connect with us

સૌરાષ્ટ્ર

સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોને 17 લાખથી વધુની રકમ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ

Published

on

ઓનલાઈન સાયબર ક્રાઈમની ફરિયાદ અંગે હેલ્પલાઈન નં 1930 નો સંપર્ક કરવા તાકીદ


21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઈનાન્શિયલ ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે.


તા.1 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂૂા.17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનિય કામગીરી રહી છે. સાઈબર ક્રાઈમમાં સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી એકાએક જ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, નટેક્નોલોજીના ઉપયોગ સાથે સાઈબર ક્રાઈમના બનાવો વધી રહ્યાં છે. જેથી નાણાકિય છેતરપિંડીથી બચવા માટે રોકાણ માટેની અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી છે. આમ કહી તેમણે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા અને સાઈબર ક્રાઈમનો ભોગ બને તો ઈણાજ ખાતે સાઈબર ક્રાઈમની કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. ગીર સોમનાથ પોલીસના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું, સોશિયલ મીડિયા કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતોમાં લલચાવું નહીં, બનાવટી વસ્તુઓની ડિલિવરીથી બચવું તેમજ અજાણ્યા લોકો સાથે બેંકની વિગતો, પાસવર્ડ,

કાર્ડની માહિતી, સીવીવી, ઓટીપી કે પીન નંબર જેવી અગત્યની માહિતી શેર ન કરવી. વધુમાં અજાણી લિંક પર ક્લિક ન કરવું અને ઓનલાઇન શોપિંગ સમયે ક્રેડીટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી કાર્ડની વિગતો ડિલિટ કરવી તેમ ઓનલાઈન નાણાકિય લેવડદેવડ સમયે તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટીકેશન એક્ટીવેટ રાખવું. થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા ફોન હેક થવાની શક્યતા જોતાં બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. જેથી કોઈપણ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને શેર બજારમાં પૈસા ડબલ કરવા, શેરબજારની કે અન્ય કોઇ ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપવી તેમજ આવા કોઈપણ શંકાસ્પદ નાણાકિય વ્યવહાર અજાણ્યા ગ્રુપોમાં ન કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત

મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી

Published

on

By

આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ

મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?

તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Trending