ગુજરાત
સર્વર ડાઉન થતાં જન્મ-મરણ વિભાગમાં અફરાતફરી
સરકારના પોર્ટલમાં ફોલ્ટ સર્જાતા ગુજરાતભરમાં સમસ્યા સર્જાઈ હોવાનો તંત્રનો ખુલાસો
મહાનગરપાલિકાની મોટાભાગની કામગીરી ઓનલાઈન શરૂ થઈ ચુકી છે. અરજદારોને મહાનગરપાલિકાની કચેરીએ ધક્કા ન થાય અને ઘર બેઠા પોર્ટલ ઉપર કામ થઈ શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પરંતુ અમુક વિભાગોમાં આજે પણ સરકાર ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે અરજદારોની સમસ્યા હજુ પણ યથાવત રહી છે. આજેે સરકારનું જન્મ-મરણ વિભાગનું પોર્ટલ ખરાબ થતાં સર્વર ડાઉન હોવાથી મનપાના જન્મ મરણ વિભાગની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેના કારણે સવારથી લાઈનમાં ઉભેલા અરજદારો અકળાઈ ઉઠ્યા હતા અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા તેમને સમગ્ર ગુજરાતમાં આ સમસ્યા ઉભી થઈ છે.તેમ જણાવ્યુ હતું.
મનપાના જન્મ મરણ વિભાગમાં થોડા સમય પહેલા જન્મના દાખલામાં પ્રથમ નામ પુરુ લખવા મુદ્દે માથાકુટ થઈ હતી. આધારકાર્ડ વિભાગ દ્વારા પુરા નામનો દાખલો વેલીડ ગણવાની પ્રથા ચાલુ કરતા અરજદારોએ આ મુદ્દે જન્મ-મરણ વિભાગમાં રજૂઆત કરી હતી. પરંતુ સરકારી પોર્ટલમાં આ પ્રકારની સુવિધા ચાલુ થયેલ ન હોય મનપાએ પોતાનું પોર્ટલ ચાલુ કરી અરજદારોની સમસ્યા હલ કરી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા પોર્ટલ ઉપર આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ લોડ વધવાના કારણે અથવા અન્ય કારણોસર સર્વર ડાઉન થવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. તેવી જ રીતે સરકારી પોર્ટળમાં પણ અવાર નવાર ખામીઓ સર્જાવાના કારણે ગુજરાતભરના જન્મ-મરણ વિભાગમાં કામગીરી ઠપ થઈ જવાની ઘટના પણ અવાર નવાર બનવા લાગી છે. સરકાર કરોડો રૂપિયાના ખર્ચે પોર્ટલ બનાવે છે. તેમજ ખામીઓ કેમ આવે છે. તેવું લોકો ચર્ચી રહ્યા છે.
કારણ કે, પ્રાઈવેટ કંપનીઓના પોર્ટલમાં ક્યારે પણ ખામી સર્જાતી નથી. આથી પોર્ટલ બનાવનાર કંપનીઓ ઉપર પણ શંકા ઉપજી રહી હોય તેમ સરકારી પોર્ટલો જ અવાર નવાર ખરાબ થઈ રહ્યાની ઘટનાઓ આજે પણ ચાલુ રહેવાપ ામી છે. જેના કારણે અરજદારો પરેશાન થઈ ઉઠ્યા છે. આ મુદ્દે જન્મ-મરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પુછવામાં આવતા તેઓએ જણાવેલ કે, મહાનગરપાલિકાએ તૈયાર કરેલ પોર્ટલ ચાલુ છે પરંતુ સરકારના નિયમ મુજબ સરકારના જ પોર્ટલ ઉપર કામગીરી અને જન્મની નોંધણી અપલોડ થતી હોય છે. ત્યારે આજે સવારથી સરકારી પોર્ટલમાં ખામીઓ સર્જાતા ગુજરાતભરના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિતના જન્મ-મરણ વિભાગ કેન્દ્ર ઉપર સર્વર ડાઉન થઈ ગયા છે. અને કોઈ જાતની કામગીરી થઈ શકતી નથી. આથી પોર્ટલની ખામી દૂર થયા બાદ ફરી જન્મ-મરણ વિભાગ ધમધમતો થશે.
મહાનગરપાલિકાની સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરી ખાતેથી જન્મ-મરણના દાખલાઓ નિકળી શકે છે. અજદારોની સરળતા માટે કોર્પોેશને ઝોનવાઈઝ દાખલા કાઢવાનીકામગીરી શરૂ કરાવી છે. જેમાં જે ઝોનમાં જન્મ અથવા મરણ થયું હોય ત્યારે તેનો દાખલો તે ઝોનલ ઓફિસેેથી જ નિકળી શકે છે. સર્વર ડાઉન થવાની ઘટનામાં એક ઝોનલ ઓફિસનું કામ બંધ થઈ જાય છે. સરકારનું પોર્ટલ ખરાબ થાય ત્યારે ત્રણેય ઝોનલ ઓફિસે કામગીરી બંધ થઈ ગયેલ હોય આજે રાજકોટભરના અરજદારો ત્રણેય ઝોનલ કચેરી ખાતે લાઈનમાં બેસી પોર્ટલ ચાલુ થવાની રાહજોઈ અકળાઈ ઉઠ્યા હતાં.
મનપાનું સોફ્ટવેર ચાલુ રહેવું જોઈએ
મહાનગરપાલિકામાં આજે જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબીલાઈનો લાગી હતી. સરકારનું પોર્ટલ ખરાબ થઈ જવાથી તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેનીસામે અધિકારીએ પણ ગુજરાતભરમાં આ સમસ્યા ઉભી થઈ છે. તેમ જણાવ્યું હતું. પરંતુ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ જન્મ-મરણ સોફ્ટવેર વ્યવસ્થિત ચાલતુ હોવાનું પણ જણાવ્યુ હતુ. આથી સરકારે શરૂ કરેલ પોર્ટલ સિવાય સમસ્યા હોય ત્યારે મનપાના સોફ્ટવેર દ્વારા જન્મ-મરણની કામગીરી કરવી જોઈએ. તેવી અરજદારોએ માંગ કરી હતી.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ