Connect with us

ક્રાઇમ

ન્યૂ જાગનાથમાં કાર સાઇડમાં પાર્ક કરવાનું કહેતા વૃદ્ધનો પાડોશી શખ્સે હાથ ભાંગી નાખ્યો

Published

on


શહેરમાં ન્યુ જાગનાથમાં કાર સાઈડમાં પાર્ક કરવાનું કહેતા વૃદ્ધ ઉપર પાડોશી શખ્સે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જાગનાથમા રહેતા મુકુન્દરાય રતિલાલભાઈ પારેખ નામના 76 વર્ષ વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા શૈલેષ માંડલીયા નામના શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનો હાથ ભાંગી ગયો હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શૈલેષ માંડલિયા પોતાની કાર પાર્ક કરતો હતો ત્યારે મુકુન્દરાય પારેખે કાર સાઈડમાં પાર્ક કરવાનું કહેતા શૈલેષ માંડલિયાએ ઉશ્કેરાઈ જઇ વૃદ્ધનો હાથ મરડી નાખતા હાથ ભાંગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સમૃદ્ધિનગરમાં આવેલા ચાર માળિયા ક્વાર્ટરમાં રહેતા અશ્વિન બચુભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે હિતેશ અને સાહિલ નામના બંને શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

‘તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કરતી નથી’, કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

By

કોઠારીયા રોડ નિલકંઠ પાર્કમાં રહેતી શિક્ષિકા ચાંદનીબેન વિશાલભાઇ ધામેલીયા (ઉ.વ.37)એ તેમના પતિ વિશાલ, સસરા કિશોર મનજીભાઇ, સાસુ માયાબેન કિશોરભાઇ, જેઠ રાજનભાઇ અને જેઠાણી પરિતાબેન (રહે.બ્લોક નં.4 ડોકટર સોસાયટી, સાધુ વાસવાણી રોડ) વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ચાંદનીબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે અને છેલ્લા સાતેક મહીનાથી તેણી માવતરે રહે છે. લગ્નના અમુક વર્ષ બાદ પતિ ત્રાસ આપતો અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો તેમજ બદનામ કરવાની ધમકી આપી પોતે શિક્ષિકાની નોકરી કરતી હોય તેમનો પગાર પતિ લઇ લેતો હતો.તેમજ નોકરીના સ્થળે ધજાગરા કરવાની અને પગારથી મકાનના હપ્તા ભરાવતો હતો. તેમજ આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દઇશ તેવી ધમકી આપતો હતો. સાસુ અને જેઠાણી કહેતા કે તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કેમ કરતી નથી? તેઓ પતિને ચડામણી કરે તો પતિ મારકુટ કરતો હતો.


લગ્ન બાદ પિતા અને કૌટુંબીક પિતરાઇ ભાઇ ઘરે આવે ત્યારે સાસરીયાઓને ગમુત નહીં અને અપમાન કરતા હતા. જુલાઇ-2020માં ચાંદનીબેનના ખાતામાંથી રૂા.10 લાખની હોમલોન લેવડાવી પતિએ મકાનની ખરીદી કરાવી અને મકાનના દસ્તાવેજમાં દાદાગીરીથી નામ જોઇન્ટ કરાવ્યું હતું અને મકાનનું ફર્નીચર રૂા.7 લાખનું પણ ચાંદનીબેને કરાવ્યું હતું. ત્યારબાદ ચાંદનીબેને લીધેલી બલેનો કાર પણ પતિએ પડાવી લીધી હતી. પિતરાઇ ભાઇ હિમાંશુના લગ્ન હોય સાસરીયા પાસેથી દાગીના પહેરવા માંગ્યા તો તેઓએ આપ્યા નહી. ત્યારબાદ પતિએ મકાનના દસ્તાવેજમાંથી નામ રદ કરાવી નાખવાની અને દાગીના અને કપડા લઇ જવાની વાત કરતા ચાંદનીબેને છુટાછેડા કરવાની ના પાડી હતી તેમજ સાસરીયાઓએ ચાંદનીબેનને કાઢી મુકતા તેમજ સાસરીયાઓ સમાધાન કરવા માંગતા નહોય અંતે પોલીસમાં ત્રાસ અંગે ફરીયાદ નોંધાવી હતી.

Continue Reading

ક્રાઇમ

રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાનો આરોપી અને સિપાહી દારૂ પીધેલા પકડાયા

Published

on

By

કચ્છ બાદ રાજકોટમાં કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી સુવિધાનો ભાંડો ફૂટયો, બન્ને સામે ગુનો નોંધાયો

કચ્છની ગળપાદર જેલમાં કેદીઓને સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયા બાદ કચ્છની જેલમાં બંધ કુખ્યાત આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના કેદીઓની જેલ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટની જેલમાં બંધ હત્યાના આરોપીને જેલના સ્ટાફ દ્વારા સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયો છે. રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાના આરોપી અને જેલનો સિપાઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. જેમાં બન્ને વિરૂધ્ધ જેલરે ફરિયાદ કરતાં ગુનો નોંધી પ્ર.નગર પોલીસે બન્નેની ધરપકડ કરી છે.


રાજકોટ મધ્યસ્થ જેલનાં ઈન્ચાર્જ જેલર ગ્રુપ-2 વી.કે.પારઘીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં રહેલા કાચા કામના કેદી રાજકોટનાં થોરાળા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડીયા (ઉ.27) અને રાજકોટ જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા પરેશ મનસુખ વાઘેલા સામે ગુનો નોંધાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં અને પુછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ, હત્યાના ગુનામાં જેલમાં રહેલો આરોપી અવેશ અયુબ ઓડીયાને રાજકોટના છઠ્ઠા એડીશનલ સેસન્સ કોર્ટમાં મુદત હોય તેને જેલના સિપાઈ પરેશ વાઘેલાના જાપ્તામાં કોર્ટ મુદતે લઈ જવામાં આવ્યો હતો અને સાંજે 4.45 કલાકે પરત આવતાં આરોપી અવેશ ઓડીયા અને પરેશ વાઘેલા બન્ને દારૂ પીધેલા મળી આવ્યા હતાં. જેથી આ બન્ને સામે ઈન્ચાર્જ જેલર વી.કે.પારઘીએ ફરિયાદ નોંધાવી છે. બન્નેની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.


અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોર્ટ મુદતે ગયેલા આરોપીએ કયાં દારૂ પીધો ? તેમજ પરેશ વાઘેલાએ પણ તેની સાથે મહેફીલ માણી હોય જેલમાંથી કોર્ટ મુદતે કે સારવારમાં હોસ્પિટલે લઈ જવાતા કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી આ સુવિધાનો ભાંડો ફુટયો છે. તાજેતરમાં જ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પોલીસ ચેકીંગમાં છ કેદીઓ દારૂ પીધેલા મળી આવ્યા હતાં અને તેની સાથે મોબાઈલ અને રોકડ પણ મળી આવી હોય ત્યારબાદ આ કેદીઓને અલગ અલગ જેલમાં બદલી કરવામાં આવી હોય રાજકોટ જેલના સ્ટાફ દ્વારા કેદીઓને અને આરોપીઓને અપાતી સુવિધાનો ભાંડો ફુટયો છે ત્યારે તપાસમાં અનેક જેલ સિપાઈઓ સુધી રેલો આવે તેવી શકયતા છે.

Continue Reading

ક્રાઇમ

જસદણના ખડવાવડી ગામે દારૂનું કટિંગ ચાલુ હતુ ત્યારે પોલીસ ત્રાટકી : બે શખ્સો ઝડપાયા

Published

on

By


રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓએ ફરી માથુ ઉચક્યું છે. શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે.
ત્યારે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જસદણના ખડવાવડી ગામની સીમમાં સરકારી ખરાબામાં વિેદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમી પરથી ભાડલા પોલીસે દરોડો પાડી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ, બીયર અને કાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાશી ગયો હતો.


જસદણના ખડવાવડી ગામે સરકારી ખરાબામાં ચાલતા દારૂના કટીંગ પર મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની 1,00,800ની કિંમતની 846 બોટલ વિદેશી દારૂ, 4,800ની કિંમતની 48 બિયર અને મારૂતિકાર અને ત્રણ મોબાઈલફોન મળી 1.69.600ના મુદ્દામાલ સાથે ખડવાવડી ગામના પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.


જ્યારે કિરણ કલાભાઈ મકવાણા અંધારાનો લાભ લઈ નાશી છુટ્યો હતો.
જેતપુરના રૂપાવટી રોડ ઉપર આવેલ ત્રાકુડિયાપરા વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મકાનમાં છાપો મારી રૂા. 41,840ની કિંમતની 69 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલફોન સહિત હાર્દિક જયંતિભાઈ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.

Continue Reading

Trending