ક્રાઇમ
ભાવનગર મનપાના અધિકારીએ રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/6ad2a1a0-87f0-407e-b96d-bd9095671da5.jpg)
ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીએ લગ્નના વચનો આપી રાજકોટની યુવતિનો વારંવાર રાજકોટ અને ભાવનગરમાં દેહ અભડાવ્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ તેમજ સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુન શાહ સામે એક 36 વર્ષીય મહિલાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી મહિલાએ આરોપીએ તેને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ (રહે.પદમશ્રી એપાર્ટમેન્ટ, ઘરશાળા પાસે, વાઘાવાડી રોડ) ભાવનગર મહાનગર પાલિકામાં વોટર વર્કસ તેમજ સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે. ભાવનગર શહેરની એક પરણીત મહિલાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુન શાહ સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફાલ્ગુન શાહે તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તેણે લગ્ન કરવાની ના કહી છે.
પોલીસે આ બનાવ અંગે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી બન્ને ચાર વર્ષથી સંપર્કમાં હતા અને તેમની વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ આરોપી મહિલાને સતત લગ્નની લાલચ આપતો હતો અને તેનું શારિરીક શોષણ કરતો હતો અને આખરે તેણે લગ્નની ના કહી હતી. આમ, કોર્પોરેશનના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર પામી છે.
ક્રાઇમ
વાહન ધીમું ચલાવવા મામલે માથાકૂટ કરી યુવાન પર ચાર શખ્સોની ધોકાવાળી
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/1200-675-18084714-thumbnail-16x9-amroli.jpeg)
શહેરના નાણાવટી ચોકની પાછળ પરમેશ્ર્વર સોસાયટીમાં રીક્ષાચાલકને વાહન ધીમુ ચલાવવા મામલે ચાર શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ મામલે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
બનાવની મળતી વિગતો અનુસાર, નાણાવટી ચોક પાસે પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતા ઇબ્રાહીમભાઇ ઇદરીસભાઇ આમરોણીયા નામના યુવાને ફરિયાદમાં સાહીલ, અકબર, રોનક, ફિરોજભાઇ અને રસીદાબેનનું નામ આપતા ફરિયાદ નોંધાઇ છે. ઇબ્રાહીમભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇકાલે શેરીના નાકે દુધની ડેરીએ દહીં લેવા જતા હતા ત્યારે શેરીમાં રહેતો સાહિલ તેનું એકટિવા સ્પિડમાંથી નીકળતા તેમને શેરીમાં બાળકોને વાગી જસે વાહન ધીમુ ચલાવવાનું કહેતા સાહિલે બોલાચાલી કરી અને તેમના પિતા અકબરભાઇ પાઇપ લઇ આવ્યા અને તુ મારા દીકરાને દબાવશ કહી પાઇપનો ઘા ઝીંક્યો હતો. બાદમાં અકબરભાઇનો ભત્રીજો રોનક ધીરજ ધોકો લઇ આવી માથામાં ઘા ઝીંક્યો હતો અને રસીદાબેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ આજુબાજુના લોકો એકઠા થઇ જતા આરોપી નાસી ગયા હતાં. આ અંગે પિતા-પુત્ર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ
યાજ્ઞિક રોડ પર લૂંટના ઇરાદે ટોળકીનો આતંક, વેપારીને ધોકાવાળી
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/C1.jpg)
વેપારીએ કારનો દરવાજો ખોલતા એકસેસમાં આવેલા બે શખ્સો પાઇપ લઇ તૂટી પડયા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: ત્રણ દિવસ થયા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર
શહેરના યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ પેલેસની સામે રમકડાની દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન ખોલવા જતા એકસેસમાં આવેલા બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી નાસી ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ બનાવ લુંટના ઇરાદે થઇ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઘટના અંગેની વધુ વિગતો અનુસાર, જાગનાથ શેરી નં.21માં એમ્પાયર એપાર્ટમેન્ટમાં રહેતા જનકભાઇ નવનીતરાય ઓધીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઇમ્પિરીયરલ પેલેસની સામે માધવ કોમ્પલેક્ષમાં ઉતમ ટોયઝ નામની દુકાન ધરાવે છે.
તેઓ ગઇ તા.27ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યે દુકાન બંધ કરી સામે પાર્ક કરેલી કારમાં ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલીને દુકાનની ચાવી અને પર્સ કારમાં મુકયા હતા. ત્યારબાદ કારમાંથી બહાર નીકળતા જ એકસેસમાન આવેલા બે શખ્સોએ અચાનક પાઇપ વડે હુમલો કર્યો હતો.
ત્યારબાદ ત્યાં માણસો ભેગા થઇ જતા બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.આ મામલે તા.27ના પોલીસમાં અરજી કરી હતી. ફરીયાદી જનકભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસે ફરીયાદ ન નોંધતા પોલીસ કમિશનરને રજુઆત કર્યા બાદ એ ડીવીઝન પોલીસે આ ફરીયાદ નોંધાઇ હતી. બનાવને ત્રણ દિવસ થયા છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ હતી. રાજકોટના પોષ વિસ્તાર યાજ્ઞીક રોડ પર સરાજાહેર વેપારી પર હુમલાની ઘટનાથી આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાયો છ.
ક્રાઇમ
યાજ્ઞિક રોડ પર અકસ્માત મામલે ઝઘડો કરી માતા-પુત્રને કારચાલકે બેફામ માર માર્યો
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/image_1588653050.jpg)
શહેરમાં રોજબરોજમાં ઘણા અકસ્માત સર્જાય છે. ત્યારે ગઇકાલે મોડીરાત્રે યાજ્ઞિક રોડ પર રિવર્સ લેવામાં કારના ચાલકે અન્ય એક પાર્ક કરેલી કારમાં નુકસાન કરતા યુવાને જોઇને ચલાવવાનુ કહેતા ઉશ્કેરાયેલા કારના ચાલકે યુવક સાથે માથાકુટ કરી મારમાર્યો હતો અને વચ્ચે પડેલા તેમના માતાન. પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો બાદમાં ઘમકી આપી પાંચવર્ષની પુત્રીને ઘક્કો મારી પછાડી ભાગવા જતા પોલીસ તેમને પકડી ગુનો નોંધ્યો હતો.
કોઠારીયાકોલીનીમાં રહેતા કાર્તીક ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.28)એ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે કલરકામ કમરે છે. ગઇકાલે રાત્રીના તેમના પરિવાર સાથે રેષકોર્સ થી કાર પાર્ક કરી કોલ્ડ્રીશસની દૂકાને ગયા હતા. બાદમાં એક કિઆ કારના ચાલકે રિવર્સ લેતા કાર્તિકભાઇની ગાડીમાં નુકસાન થયુ હતુ જેથી તે કારના ચાલકને કાર જોઇને ચલાવવાનુ કહેતા તેમણે કાર નીચે ઉતરી તુ કોને કહે છે કહી માથાકુટ કરી હતી તેમજ મારમાર્યો હતો તેમજ માતા ઉષાબેન વચ્ચે પડતા તેમને પણ આરોણીએ મારમાર્યો હતો. બાદમાં 100 નંબરમાં કોલ કરતા આરોપી પાંચ વર્ષની દીકરીને ઘક્કો મારી ભાગવા જતા આરોપીને પક્ડી પોલીસે ગુનો નોંધ્યો હતો આરોપી નાનામવા રોડ રાજનગર શેરી.2માં રહેતો અભિષેક ચંદુ ઠુંમર હોવાનુ જાણવા મળ્યુ હતુ.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત1 month ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત1 month ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર6 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત