Connect with us

રાષ્ટ્રીય

એક ઓળખપત્ર પર 9થી વધુ સીમર્કાડ હશે તો 3 લાખ સુધીનો દંડ

Published

on

નવો ટેલીકોમ કાયદો લાગુ, સરકાર તમારી વાતચીત ‘સુરક્ષા’ માટે સાંભળી શકશે


દેશમાં ગઇકાલ નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. લિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેક્નોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે. આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023એ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લીધું છે.


ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે હવે આ કાયદાનો અમલ થયો છે. ટેલિકોમ એક્ટ 2023માં કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ અમલમાં આવશે ત્યારે એક્ટને લગતી ખાસ બાબતો જોઈએ. એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ 9 સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના લોકો માત્ર 6 સિમ રજીસ્ટર કરાવી શકે છે. તેનાથી વધુ સિમ કાર્ડ લેનાર માટે પ્રથમ વખત રૂૂ. 50 હજારના દંડ અને નીજી વખત આવું થાય તો રૂૂ. 2 લાખ દંડની જોગવાઈ છે. ગુનાખોરી પર અંકુશ લગાવવા તેમજ સિમ કાર્ડ જારી થતા રોકવા માટે પણ આ એક્ટમાં કડક જોગવાઈઓ છે. જેમાં નકલી સિમ કાર્ડ વેચવા, ખરીદવા અને ઉપયોગ કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા રૂૂ. 50 લાખ રૂૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સિમ આપવામાં આવશે.

આ સિવાય ટેલિકોમ કંપનીઓ યુઝરને DND (Do-Not-Disturb) સર્વિસ રજીસ્ટર કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ હવે વારંવાર આવતા બિનજરૂૂરી ફોન કોલ્સ વિશે પણ ફરિયાદ કરી શકશે. નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પણ યુઝર્સની સંમતિ જરૂૂરી છે. જેના માટે પહેલા સંમતિ લેવાની રહેશે.


સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી હવે હરાજી દ્વારા કરવામાં આવશે નહીં. આ કાયદો નવી તકનીકોને સરળ બનાવવા માટે નિયમનકારી સેન્ડબોક્સ માટે કાનૂની માળખું પણ પૂરું પાડશે.નવો ટેલિકોમ કાયદો સરકારને કટોકટીના સમયે કોઈપણ ટેલિકોમ સેવાઓ અથવા નેટવર્કને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. સરકાર સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા ગુનાઓના નિવારણ માટે ટેલિકોમ્યુનિકેશન સેવાઓને કંટ્રોલ કરી શકે છે.
આ ઉપરાંત આ કાયદો યુઝરને જ વણજોઈતા બિઝનેસ કોલ્સથી બચવાના ઉપાય પણ આપે છે. તેમજ સિમ કાર્ડને લગતી કડક જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Sports

વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

Published

on

By

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.

તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

Continue Reading

રાષ્ટ્રીય

શેફાલીની બેવડી સદી બાદ સ્નેહા રાણાની ઘાતક બોલિંગ, ભારતે સા.આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું

Published

on

By


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ભારતે ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી. ભારતને બીજી ઇનિંગમાં જીતવા માટે 37 રન બનાવવાના હતા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.


આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 6 વિકેટે 603 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી શેફાલી વર્માએ 205 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 55 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 69 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે 86 રનની સારી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ્મી ટકરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય એનડીની ડી ક્લાર્ક, તુમી સેખુખુને અને નોલ્કુકુલેકો માલાબાએ 1-1 વિકેટ લીધી હતી.


ભારતના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. આ સિવાય એનેકે બોશ અને નેડિની ડી ક્લાર્કે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 8 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી હતી.


આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી લડત બતાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે લૌરા વૂલવર્ટ અને સુને લુસે સદીનો આંકડો પાર કર્યો હતો. લૌરા વૂલવર્ટે 122 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સુને લુસે 109 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેડિની ડી ક્લાર્કે 61 રનની સારી ઇનિંગ રમી હતી.


ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને હમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ

Published

on

By


દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Continue Reading

Trending