કચ્છ
ભુજમાં ચાંદીની દુકાનમાંથી 25 કિલો ચાંદીની ઉઠાંતરી
શહેરના જી.આઈ.ડી.સી. ખાતે આવેલી ચાંદી રિફાઈનરીંગની દુકાનની બારી તોડી તેમાંથી આશરે 25 કિલો કાચી ચાંદી કિંમત રૂૂા. 16,70,000ની ચોરી થતા અને હિમાચલ પ્રદેશના નવા બે કામદારો ગુમ થતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે રામચંદ્ર કાકા સાળુંખેએ વિગતવાર નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી પરિવાર સાથે ભુજ સ્થાઈ થઈ ચાંદી કામનો વેપાર કરે છે. ભુજના જીઆઈડીસીમાં ચાંદી રિફાઈનરીંગની તેમની દુકાન છે.
બીજી દૂકાન કંસારા બજારમાં છે. જીઆઈડીસીની દુકાનનું કામ છેલ્લા બાર વર્ષથી પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ) સંભાળતા હતા. પરંતુ સપ્ટેમ્બર બન્ને સામાજીક પ્રસંગોને લઈ એક મહિના માટે વતન જવાના હોવાથી તેની અવેજીમાં પ્રિતમચંદનો સાળો અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને પવનકુમારના ઓળખીતા રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર (રહે. બન્ને હિમાચલ પ્રદેશવાળા) ભુજ આવી દુકાનનું ચાંદી રિફાઈનરીંગનું કામકાજ સંભાળી દુકાનની ઉપર આવેલા રૂૂમ પર રહેતા હતા.
નવા કામદારો હોવાથી આ દુકાનની ચાવી રોહિત સાંવત પાસે રહેતી હતી તે સવારે દુકાન ખોલતા અને સાંજે બંધ કરતા હતા. તા. 13/10ના સવારે રોહિત દુકાન ખોલી જોતા દુકાનની બારી તૂટેલી હતી અને દુકાનમાં કામ કરતા નવા કામદારો અજયકુમાર અને રમેશચંદ હાજર ન હતા. દુકાનમાં રિફાઈનરીંગ માટે આવેલી કાચી ચાંદી આશરે 25 કિ.ગ્રા. કિ. રૂૂા. 16,70,000 જોવામાં આવી નહી. બીજો સામાન અને મશીનરી તે જ હાલતમાં હતા. આ બાદ બન્નેનો ફોનથી સંપર્ક સાધવા પ્રયાસ કરતા બન્નેના ફોન બંધ હાલતમાં હતા. જુના માણસોને ફોન કરી બનાવની જાણ કરતા તેઓએ પણ આરોપીઓના પરિવારનો સંપર્ક કરતા બન્ને હજુ સુધી ઘરે ન પહોંચયાની વિગતો મળતા અંતે આ ચોરી અંગે બન્ને પર શક હોવા સાથે ફરિયાદ નોંધાવી છે.
કચ્છ
અંજારમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, બિહારી શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું
છેલ્લા ઘણા સમયથી સગીરા સાથે દુષ્કર્મ કરાયું હોવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઇ રહી છે , તેની વચ્ચે રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરાએ ફેબ્રુઆરીમાં તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી ત્યારે ઠેકેદારે તેની સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં અંજાર પોલીસે ઝીરો નંબરથી દાખલ કરાવાયેલી ફરિયાદમાં પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ , ભોગ બનનાર 16 વર્ષીય સગીરાએ રતલામ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતાં સૌ ચોંકી ગયા હતા અને પુછપરછ બાદ સગીરાએ તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી તેનો પરિવાર અહીં મજૂરી કામ કરતો હતો. દરમિયાન 2 ફેબ્રુઆરી 2024 થી 23 માર્ચ 2024 દરમિયાન ત્યાં જે ઠેજીતેહ બીહારી નામનો ઠેકેદાર હતો તેણે તેની મરજી વિરૂૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં પરિવારે રતલામ ખાતે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવતાં અંજાર પોલીસે તે ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ
કચ્છ ફરી ધણધણ્યું : રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે.ગઇકાલે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 1:59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે.થોડા દિવસ અગાઉ 18 નવેમ્બરે પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી.
કચ્છ
નકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યા
ઇન્કમટેક્સની રેડ પડે તે પાટીરને નિશાન બનાવવાનો હતો પ્લાન, ભુજની રાધિકા જવેલર્સમાંથી 25 લાખનો તોડ કર્યો, કુલ 12ની ધરપકડ
ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી સરકારી ઓફિસો, નકલી આઈએએસ અને આઈપીએસ સહિત અન્ય અધિકારીઓ ઉપરાંત નકલી સરકારી ઓર્ડરો ઝડપાયા બાદ હવે EDના નામે તોડ કરનાર નકલી EDઆઈકાર્ડ સાથેની ટીમ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ કચ્છ પોલીસે એક મહિલા, એક પત્રકાર સાથે 12 આરોપીઓ ઝડપી પાડ્યા છે. ગત તા.02/12/2024 ના રોજ આ ગુનાના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાને રહેલ સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિ.રૂૂ.25, 25,225/- ની ચોરી કરી નાસી ગયેલ હતા. જે બનેલ બનાવ બાબતે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાને તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા સુપરવિઝનમાં તથા પ્રોબેશન ઈંઙજ વિકાસ યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એમ.ડી.ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર એ’ડીવીઝન ગાંધીધામ નાઓની આગેવાનીમાં એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી.પીઆઇ એન.એન ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ તથા એ’ડીવીઝન પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુના કામે સંડોવાયેલ ઇસમોની ઓળખ મેળવી તેઓને સત્વરે શોધી કાઢવા અલગ અલગ ટીમો ભુજ,અમદાવાદ તથા ગાંધીધામ ખાતે રવાના કરી આ ગુના કામે સંડોવાયેલ 12 આરોપીઓને રાઉન્ડઅપ કરી તેઓની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત આપી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો પાસેથી 100ગ્રામ સોનાનું બેસ્કીટ રૂા.7.80 લાખ, 6 નંગ સોનાના બેસ્લેટ 129.96ગ્રામ રૂા.14.47 લાખ ઇ.ડીનું નકલી આઇકાર્ડ 3 ફોરવ્હિલ અને એક એકિટેવા સહિત રૂા.45.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પકડાયેલો અબ્દુલ સતાર અગાઉ જામનગર જિલ્લાના હત્યાના પ્રયાસ ખંડણી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
નકલી ઇ.ડીની ટીમમા એક પત્રકાર અને એક રેલવે કર્મચારી હોવાનું તપાસમાં ખૂલ્યું
ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા, દેવાયત વીસુભાઈ ખાચર (મેઘપર(બો), અબ્દુલસતાર ઈશાક માંજોઠી,(કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકા2 તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેકટર, હિતેષભાઈ ચત્રભુજ, વિનોદ 2મેશભાઈ ચુડાસમા, ઈયુઝીન અગસ્ટીન ડેવીડ, આશિષ રાજેશભાઈ મિશ્રા, ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અજય જગન્નાથ દુબે, અમિત કિશોરભાઈ મહેતા, શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદની ધરપકડ કરી છે. પકડવાનો બાકી આરોપીનું નામ વિપીન શર્મા.
અમદાવાદનો રેલવે કર્મચારી ઇ.ડીનો નકલી અધિકારી બન્યો!
આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઇડ કરવા માટે ટીપ્સ આપી તે ટીપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ ક2તા અજય દુબે, અમિત મહેતા,નિશા મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (ઉછખ) ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ ક2વાની જગ્યા તેમજ તેના મકાને રેઈડ દરમ્યાન મહિલાઓ હોવાનુ જણાવી મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતા ને પણ સાથે રાખી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી (ઊઉ)ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઈડ દર્શાવી ત્યાર બાદ તેના મકાન પ2 તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક2વાનો ઢોંગ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવીની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપ્યો હતો.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ