Connect with us

ગુજરાત

હળવદમાં મકાનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે 15.50 લાખની રોકડ મળી

Published

on

16.82 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીની શોધખોળ

હળવદમાં પોલીસે મકાનમાં છુપાવી રાખેલ મોંઘીદાટ દારૂૂ અને બિયરના રૂૂ.1.32 લાખની કિંમતના જથ્થા અને રૂૂ.15.50 લાખની રોકડ ઝડપી લીધી છે. જ્યારે આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમી આધારે લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા ધવલભાઇ નરેન્દ્રભાઇ શુકલના ઘરની બાજુમાં જર્જરિત રહેલા અલગ અલગ મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં રેડ લેબલ, બેલેન્ટાઇન સહિતની મોંઘીદાટ દારૂૂની બોટલ કુલ 138 1,21,079/તથા બીયર નંગ 116 કિ.11,600 તથા આરોપીના ઘરમાંથી શક પડતી મિલકત રોકડ 15,50,000 કબ્જે કરી કુલ 16,82,679નો મુદામાલ કબ્જે કરી આરોપી ધવલભાઇ નરેન્દ્રભાઈ શુકલ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી સ્થળ ઉપર મળી આવેલ ન હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.


આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. ટી.વ્યાસ, એ.એસ. આઈ. અજીતસિંહ નટુભા સિસોદીયા, રમેશભાઇ મહાદેવભાઇ ગોહિલ, પો.હેડ.કોન્સ. વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડિયા, શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, વુ.પો.હેડ.કોન્સ નીરુબેન જેસીંગભાઇ, પો.કોન્સ. સાગરભાઇ ડાયાભાઇ, મયુરભાઇ સુરેશભાઇ, મનોજભાઇ ગોપાલ ભાઇ, પ્રફુલભાઇ હરખા ભાઇ, દિપક સિંહ દશરથસિંહ રોકાયેલ હતા.

ગુજરાત

ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

Published

on

By

ઢેબર કોલોનીમાં યુવતી અને રણછોડનગરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હતું વૃદ્ધાના મોતથી પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા ગંગાબેન ભીમજીભાઇ ગોહેલ નામના 65 વર્ષના વૃદ્ધા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા વૃદ્ધા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃદ્ધાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતી નિકિતાબેન દીપકભાઈ ચૌહાણ નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં રણછોડનગરમાં રહેતા અરુણ બચુભાઈ પાસવાન નામના 30 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં ત્રણ દિવસમાં 3206 નવા વાહનોનું વિક્રમી વેચાણ

Published

on

By

શહેરના અલગ અલગ શો રૂમમાંથી 542 કાર અને 2579 ટુ વ્હિલર સહિતના વાહનો વેચાયા

ઈલેક્ટ્રિક વાહનો ટેક્સ ફી હોવાથી લોકોની ખરીદી વધી: મનપાની આવકમાં પડ્યું ગાબડું

દિવાળીના તહેવારો દરમિયાન સુભ દિવસો એન સુભ મુહુર્તમાં નવા વાહનો છોડાવવાનો ક્રેઝ લોકોમાં આજે પણ જોવા મળ્યો છે. ધન તેરસ, બેસતુ વર્ષ અને લાભ પાંચમના દિવસે નવા વાહનની ડિલિવરી મોટાભાના શોરૂમમાંથી કરવામાં આવે છે. આગઉ બુક કરાવેલ હોય તહેવારોના પાવન દિવસે લોકો નવુ વાહન ખરીદે છે. જે અંતર્ગત આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ત્રણ દિવસમાં 514 કાર સહિત 3206 અલગ અલગ પકારના નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે ટેક્સ પેટે મહાનગગરપાલિકાને 1.56 કરોડની આવક થઈ છે.


ચાલુ વર્ષ દરમિયાન મંદીનો માહોલ હોવાની ચર્ચા વચ્ચે પણ દિવાળીના તહેવારો દરમિયાન વિક્રમીજનક નવા વાહનોનું વેચાણ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ 2579 મોટર સાયકલનું વેચાણ થયું છે. અલગ અલગ શોરૂમમાંથી થયેલા વાહનોના વેચાણના આંકડા મુજબ ટુ વ્હીલરમાં સીએનજી સહિતના વાહનોનું સૌથી વધુ વેચાણ થયું છે. જ્યારે થ્રી વ્હીલરમાં પણ પેસેન્જર વાહનોમાં પણ પેટ્રોલ, ડિઝલ અને સૌથી વધુ સીએનજી વ્હીલકનું વેચાણ વધુ જોવા મળ્યું છે. જ્યારે ફોર વ્હીલમાં સૌથી વધુ પેટોલ કારનું વેચાણ આ વખતે વધુ થયાનું જાણવા મળેલ છે. જ્યારે 6 વ્હીલમાં મોટા વ્હીકલમાં ડિઝલ ગાડીનું વેચાણ પાંચ વાહનોનું થયું છે.

મહાનગરપાલિકા દ્વારા નવા વાહનો પૈેટે વ્હીકલ ટેક્સ લેવામાં આવે છે. જેના આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઓછા વાહનોનું વેચાણ થયું છે. છતાં એવરેજ કહી શકાય તે રીતે મહાનગરપાલિકાને 3206 વાહનના વેચાણ થકી રૂા. 15656326ની આવક થઈ છે.


મહાનગરપાલિકા દ્વારા વાહનના ટેક્સમાં દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે. ડિઝલ સંચાલીત વાહનોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે સીએનજી અને પેટ્રોલના વાહનોનું વેચાણ વધવા લાગ્યું છે. મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ હવે ઈલેક્ટ્રીકલ્સ વાહનનો ક્રેઝ પણ વધવા લાગતા ટુ વ્હીલરમાં વધુમાં વધુ ઈલોક્ટ્રીક વેચાણ થઈ રહ્યું છે. સરકારના નિયમ મુજબ ઈલેક્ટ્રીક વાહન ઉપર ટેક્સ ન હોવાથી તેનું વેચાણ વધતા મહાનગર પાલિકાની વાહન વેરાની આવકમાં દિવસે દિવસે વધુ ગાબડુ થતું જાય છે. છતાં ફોર વ્હીલ વાહનો લેવામાં હવે મધ્યમ વર્ગીય પરિવાર પણ આગળ આવતા આ વર્ષે 500થી વધુ કારનું વેચાણ જોવા મળ્યું છે.

Continue Reading

ગુજરાત

અનેક મેડલ મેળવી ગોલ્ડન ગર્લ નામને સાર્થક કરે છે ભૂમિકા ભૂત

Published

on

By

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હોય,ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે ભૂમિકા ભૂતે

પોલીસની ફરજ સાથે એથ્લેટિક્સ અને માઉન્ટેન્યરિંગમાં શિખરો સર કરી ભૂમિકા ભૂત સફળ બન્યા છે

2021ના વર્ષની વાત છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તથા પોલીસ વિભાગનો ડીજીપી કપ બંનેનું એક જ તારીખે આયોજન થયું હતું. ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એ દીકરીને બંનેમાં ભાગ લેવો હતો. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી ડીજીપી કપની તારીખ બદલાવી અને બીજા દિવસની રાખી કારણ કે અધિકારીને ખબર હતી કે આ દીકરી બંને સ્પર્ધામાં જરૂૂર વિજેતા બનશે. ગિરનાર આરોહણ સ્પર્ધામાં 2200 પગથિયા 37 મિનિટમાં ચડી-ઉતરીને 2 વાગે ઈનામ વિતરણ પૂર્ણ કરી તેણી રાત્રે 12 વાગ્યે ગાંધીનગર કરાઇ ખાતે પહોંચે છે અને સવારે રિપોર્ટિંગ ટાઈમે પહોંચી જાય છે. ગિરનાર ખાતે નેશનલ સ્પર્ધા હોવાથી બધા જ પ્રયત્નો લગાવી દીધા હતા.આ ઉપરાંત 12 કલાકનું ટ્રાવેલિંગ કરવાથી પગ એકદમ જકડાઈ ગયા હતા.

એક ડગલું પણ ચાલી શકાય તેમ નહોતું આમ છતાં અધિકારીઓએ મૂકેલ વિશ્વાસને સાબિત કરવા તેણી 800 મીટર અને 1500 મીટર દોડીને વિજેતા થઇ. કોઈપણ પર્વત ચડીને સામાન્ય માણસ ચાલવામાં મુશ્કેલી અનુભવે ત્યારે આ દીકરીએ દોડ સ્પર્ધામાં વિજય મેળવ્યો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા સાથે એથ્લેટિક્સ માં પણ અવ્વલ રહેતી આ દીકરી એટલે હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત.


ગાંધીનગરમાં જન્મ તથા ભૂકંપ બાદ મોરબી નજીક ચાચાપરમાં અભ્યાસ કર્યો. ધોરણ 12માં 96% સાથે ઉત્તીર્ણ થયા જેથી પરિવારની ઈચ્છા દીકરીને ડોક્ટર બનાવવાની હતી પરંતુ દીકરીને નેવીમાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવું હતું. નેવીની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા છતાં ઘરના વડીલોની મંજૂરી ન મળતા તેઓ આગળ અભ્યાસ કરવા રાજકોટ આવ્યા.રાજકોટમાં ફાર્મસી સાથે સાથે બીએસસીનો અભ્યાસ કર્યો,ત્યારબાદ જીપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન પોલીસ ભરતી આવી, જેમાં તેઓ ઉતીર્ણ થયા.ટ્રેનિંગ દરમિયાન ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ ભાગ લીધો. 2017-18માં જિલ્લા અને રાજ્ય લેવલે ખેલ મહાકુંભમાં હારનો સામનો કરવો પડ્યો ત્યારે દિલમાં લાગી આવ્યું અને નક્કી કર્યું કે હવે પછી કોઈપણ સ્પર્ધામાં જીત મેળવીને જ રહીશ. તેમના આ નિર્ધાર બાદ તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.


ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હોય કે ખેલ મહાકુંભ હોય કે ડીજીપી કપ હોય દરેકમાં મેડલ,પ્રાઇઝ અને નંબર મેળવ્યા છે.સ્પોર્ટ્સ માટે દોડવાની પ્રેક્ટિસ અને શારીરિક શ્રમ કરતા જોઈને ઉપરી અધિકારી એસપી ઓડેદરા સાહેબે એવરેસ્ટ સર કરવા માટે સૂચન કર્યું જે ભૂમિકાએ ખુશીથી વધાવી લીધું.


મનાલી ખાતે બેઝિક ટ્રેનિંગ,એડવાન્સ ટ્રેનિંગ બાદ 7000 ફૂટનો કોઈપણ એક પર્વત સર કરેલો હોવો જોઈએ જેમાં તેઓએ માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ત્યારબાદ એવરેસ્ટ માટે પણ ખૂબ તૈયારી કરી પરંતુ એવરેસ્ટ થી 400 મીટર દૂર હતા ત્યારે અનકન્ડિશનલ વેધરના કારણે તેઓએ પાછું ફરવું પડ્યું તેઓ જણાવે છે કે, “આ એક નિરાશાજનક પળ હતી કે સામે મંઝિલ દેખાઈ રહી હતી છતાં ત્યાં પહોંચવું અશક્ય હતું.સમગ્ર મોરબી જિલ્લાની નજર મારા પર હતી.આ માટે સારો એવો ખર્ચ પણ કરવો પડ્યો હતો છતાં સફળતા ન મળી.આવા અનુભવો જ જીવનનો પાઠ શીખવે છે.” હજુ પણ તેઓ ફરી એવરેસ્ટ સર કરવા માટે જવાના છે.


એથ્લેટ તરીકે સફળ ભૂમિકાબેનને ગોલ્ડન ગર્લ તરીકે નવાજવામાં આવ્યા છે.પોતાની સફળતામાં માતા મંજુલા બેન,પિતા દુર્લભજી ભાઈ તથા પરિવારજનોનો ખૂબ સહકાર મળ્યો છે.એવરેસ્ટ સર કરવા જ્યારે 45 લાખનો ખર્ચ થવાનો હતો ત્યારે પરિવાર,પોલીસ પરિવાર અને મોરબી સિરામિક ઉદ્યોગે સપોર્ટ કર્યો આ ઉપરાંત દરેક ઉપરી અધિકારીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો છે.


ભવિષ્યની યોજના અને સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે,”જ્યારે ગુજરાત તરફથી સ્પર્ધામાં રમવાનું હોય ત્યારે એક અનુભવ એવો થતો કે ગુજરાતમાંથી સ્પર્ધકો ઓછા હોય છે.રમત પ્રત્યે ગુજરાતીઓનું વલણ નિરાશાજનક છે તેથી યુવાનો રમતગમત પ્રત્યે રસ લે તે પ્રકારે કામગીરી કરવી છે. અત્યારે પણ તેઓ પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે અને દરેક રીતે મદદ કરવા માટે તૈયા રહે છે.એવરેસ્ટ સફર બાદ લખેલ પુસ્તક ‘હૈયું, હાડ અને હિમાલય’નો હેતુ પણ એ જ છે કે વધુમાં વધુ યુવાનો રમતગમત પ્રવૃત્તિમાં રસ લે.ભૂમિકા ભૂતને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગામ લોકો હાંસી ઉડાવતા… દોડી દોડીને શું કરશે?
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કોઈ પણ કામ હોય સખત મહેનત કરો. નિરાશ થવાની જરૂૂર નથી.લોકો શું બોલશે તેની પરવા ન કરો. એક સમય આવશે કે જ્યારે નિંદા કરનાર જ તમારી પ્રશંસા કરશે. હું જ્યારે પોલીસ ભરતીની તૈયારી માટે દોડવાની પ્રેક્ટિસ કરતી હતી ત્યારે ગામના લોકો હાંસી ઉડાવતા અને પરિવારજનોને કહેતા કે દોડી દોડીને શું કરશે?એ જ લોકો આજે સફળતા મળતા સન્માન કરી રહ્યા છે. માટે લોકો તમારું સન્માન કરે,વખાણ કરે કે નિંદા કરે તેનો ફરક તમને પડવો ન જોઈએ.

ખરા અર્થમાં છે ગોલ્ડન ગર્લ
અનેક ચંદ્રકો, ઈનામો, સન્માનપત્રો પ્રાપ્ત કરનાર ભૂમિકા બેનની સફળતાની યાદી રસપ્રદ છે. ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચાર વખત રાજ્ય કક્ષા અને ચાર વખત રાષ્ટ્રીય કક્ષાએ એમ આઠ વખત જીત્યા છે. ખેલ મહાકુંભ એથ્લેટિકસમાં ત્રણ વખત જીત્યા. ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા ત્રણ વખત જીત્યા. ઓલ ઈન્ડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ એથ્લેટિકસ સ્પર્ધા રમ્યાં.અમદાવાદ,રાજકોટ વગેરે અનેક મેરેથોન રમી તેમાં મેડલ્સ જીત્યા. વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસ્લુ સર કર્યું. ટોપ ઓફ ધ વર્લ્ડ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા. આ ઉપરાંત 30 થી વધુ ગોલ્ડ મેડલ્સ મેળવીને અનેક એથ્લેટિકસ સ્પર્ધાઓમાં વિજેતા બન્યા છે.

Wrritten by: Bhavna Doshi

Continue Reading
ગુજરાત44 seconds ago

ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

રાષ્ટ્રીય3 mins ago

JEE એડવાન્સની પરીક્ષા હવે વિદ્યાર્થીઓ ત્રણ વખત આપી શકશે

ગુજરાત6 mins ago

રાજકોટમાં ત્રણ દિવસમાં 3206 નવા વાહનોનું વિક્રમી વેચાણ

રાષ્ટ્રીય11 mins ago

lVM લાઇસન્સધારક 7500 KG સુધીનું કોમર્સિયલ વાહન ચલાવી શકે: સુપ્રીમ કોર્ટ

આંતરરાષ્ટ્રીય14 mins ago

ટ્રમ્પની જીતથી શેરબજારમાં આતશબાજી, સેન્સેક્સ 80,500ને પાર, રૂપિયો ઊંધા માથે

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય1 hour ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

આંતરરાષ્ટ્રીય2 hours ago

બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પરિણામ કોચ ગંભીરનું ભાવિ નક્કી કરશે

Sports2 hours ago

ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે

આંતરરાષ્ટ્રીય1 hour ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

ગુજરાત5 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

રાષ્ટ્રીય6 hours ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય5 hours ago

‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ

ક્રાઇમ3 hours ago

રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ

ગુજરાત7 hours ago

ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત

ગુજરાત3 hours ago

લખતરના ધણાદ ગામે ‘ખોટા મોબાઈલ નંબર કેમ આપ્યા’, કહી ખેતમજૂર પર ફાયરિંગ

ગુજરાત3 hours ago

સુરેન્દ્રનગરમાં ફટાકડાના રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને ભડાકે દીધા

Trending