Connect with us

કચ્છ

કચ્છમાંથી ઝડપાયેલું 130 કરોડનું ડ્રગ્સ ક્ધટેનરથી મગાવાયાનો ઘટસ્ફોટ

Published

on

તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી મળી આવેલાં 130 કરોડનાં પેકેટ વિદેશથી ક્ધટેનરો મારફતે મગાવવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. મીઠીરોહર નજીક આવેલા એક ખાનગી ક્ધટેનર યાર્ડમાં ક્ધટેનરમાંથી ડી.આર.આઈ.એ. અગાઉ કોકેઈનનાં પેકેટ જપ્ત કર્યાં હતાં, તેના થોડા સમય બાદ મીઠીરોહર પાછળ દરિયાની ખાડીમાંથી સ્થાનિક એલી.સી.બી.એ 800 કરોડ ઉપરાંતના 80 પેકેટ હસ્તગત કર્યાં?
ડી.આર.આઈ.એ અગાઉ જપ્ત કરેલાં પેકેટ અને એલ.સી.બી.એ હસ્તગત કરેલા માલમાં સામ્યતા જે-તે વખતે બહાર આવી હતી. જે-તે વખતે પોલીસે તપાસ દરમ્યાન ડી.આર.આઈ.ની પણ મદદ લીધી હતી.પરંતુ ગમે તે કારણેઆ પ્રકરણમાં આરોપી ઝડપાયા નહોતા.દરમ્યાન બે દિવસ પહેલાં કંડલાથી ખારીરોહર બાજુમાં જતાં માર્ગની ડાબી બાજુએ આવેલી બાવળની ઝાડીમાંથી એ.ટી.એસ.એ 13 પેકેટ (13 કિલો) કોકેઈનનો જથ્થો હસ્તગત કર્યો હતો.


એ.ટી.એસ. પી.આઈ. અજિતસિંહ ચાવડા, પી.એસ.આઈ. એ. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ આવેલી ટીમએ અહીંથી 130 કરોડનો માદક પદાર્થ જપ્ત કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા આસપાસના પાંચેક શંકાસ્પદ શખ્સોને પૂછપરછ માટે લઈ જવાયા હતા, પરંતુ તેમાં ખાસ કંઈ બહાર ન આવતાં તેમને જવા દેવાયા હતા.


અહીંથી જપ્ત કરાયેલું કોકેઈન વિદેશથી ક્ધટેનરો મારફતે મગાવવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ અમેરિકા, યુરોપના માર્ગથી આવેલા ક્ધટેનરોના ડેટાની તપાસ, જૂના ડ્રગ્સ માફિયાઓ, શંકાસ્પદ શખ્સોની પૂછપરછ, તેમનીગતિવિધિઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બીજી બાજુ ટેકનિકલ એનાલિસીસનાં માધ્યમથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથોસાથ કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં રહી આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોની શોધખોળ કરવામાં મદદ લેવાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કચ્છ

કચ્છ જેલમાં પીધેલા પકડાયેલા બૂટલેગરને રાજકોટ જેલમાં ખસેડાયો

Published

on

By

ભચાઉ પાસે પોલીસની હત્યાના પ્રયાસમાં પોલીસે બૂટલેગર યુવરાજસિંહ જાડેજાને ગળપાદર જેલમાં ધકેલ્યો હતો

કચ્છની ગળપાદર જેલમાં પોલીસના છાપા દરમ્યાન છ શખ્સ પીધેલા મળ્યા હતા.આ બનાવ બાદ આ બુટલેગરની રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.ભચાઉથી થોડે દૂર પોલીસ ઉપર ગાડી ચડાવી મારી નાખવાની કોશિશના પ્રકરણમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સી.આઇ.ડી. ક્રાઇમમાંથી બાદમાં ફરજમોકૂફ કરાયેલા નીતા ચૌધરીને પકડી પાડયો હતો. આ બનાવમાં બુટલેગરને ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં શનિવાર-રવિવારની રાત્રે પોલીસવડા સાગર બાગમારની આગેવાની હેઠળ પોલીસે આશ્ચર્યજનક રીતે છાપો માર્યો હતો. ગળપાદર જેલમાં બુટલેગર યુવરાજના ઠાઠ જોવા મળ્યા હતા. આ કાર્યવાહી અંગે પોલીસે તમામ વિરુદ્ધ અલાયદા ગુના દાખલ કર્યા હતા.

આ બનાવ બાદ ગળપાદર જિલ્લા જેલના અધિકારી સહિત પાંચ કર્મચારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસ અને તંત્રએ કડક વલણ અપનાવ્યું હોય તેમ બુટલેગર યુવરાજસિંહની ગળપાદર જેલથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરી હતી તેમજ જેલમાં પીધેલા પકડાયેલા અન્યોને પણ અન્યત્ર ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Continue Reading

કચ્છ

ગળપાદર જેલમાં મહેફિલ કાંડમાં વધુ પાંચ આરોપીની જેલ ટ્રાન્સફર

Published

on

By

જામનગર વકીલના મર્ડર કેસના આરોપી રજાક ઉર્ફે સોપારીને રાજકોટ અને અન્ય અમદાવાદ જેલમાં ખસેડાયા

કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી દરમ્યાન મહેફિલ અને મોબાઇલ મળી આવતા નવ આરોપીઓ વિરુદ્ધ કરુવાહી કરવામાં આવી હતી.જેમાંથી છ આરોપીને અન્ય જેલમાં બદલવાના આવ્યા છે.આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત શનિવારે રાત્રે પોલીસ વડાના માર્ગદર્શન તળે એસ.ઓ.જી.,એલ.સી.બી.આઇ. શાખા દ્વારા જેલમાં કાર્યવાહી કરી 9 શખ્સોને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી યુવરાજાસિંહ જાડેજાને અન્ય જેલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિવભદ્રસિંહ સુખદેવસિંહ, રોહિત ગાવિંદ મારાજ, ગાવિંદ હરજી મહેશ્વરી, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, રજાક ઉર્ફે સોપારી દાઉદ બચુ ચાવડાને રાજકોટ અને અમદાવાદની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.હજુ ત્રણ આરોપીઓના ઓર્ડર આવવાના બાકી છે.

Continue Reading

કચ્છ

ગાંધીધામમાં રમતા-રમતા બે બાળકો ક્ધસ્ટ્રકશન સાઇટના ખાડામાં ખાબકતા બંન્નેનાં મોત

Published

on

By

પરિવારે શોધખોળ કરતા બંન્નેના મૃતદેહો ખાડામાંથી મળી આવ્યા: બંન્ને સગા ભાઇનાં મોતથી અરેરાટી

ગાંધીધામ શહેરના અપનાનગરમાં ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. અપનાનગર ખાતે ક્ધટ્રકશનનું કામ ચાલતું હોવાથી અહીં ખોદવામાં આવેલા ખાડામાં વોચમેનના બે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા. જેથી બંન્ને બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.


આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ અપનાનગર ખાતે ક્ધટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના બાળકો સાંજે ગુમ થયા હતાં. જેની શોધખોળ કરવામાં આવી હતી તે દરમિયાન ક્ધટ્રકશન સાઈટ ઉપર જ ખોદવામાં આવેલા ખાડામાં આ બંન્ને બાળકો ડૂબ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ક્ધસટ્રકશન સાઈટ ઉપર ચોકીદારીનું કામ કરતા ચોકીદારના બે બાળકો સુનિલ રાહુલ પટેલ (ઉ.વ.8) અને પૃથ્વી રાહુલ પટેલ (ઉ.વ.5) સાંજના 4 વાગ્યાના અરસાથી ગુમ હતા. પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ચાલતી ક્ધસ્ટ્રકશન સાઈટ બાજુના ખાડામાં તપાસ કરવામાં આવતા બંને બાળકો મળી આવ્યા હતા. જેને આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading

Trending