Connect with us

આંતરરાષ્ટ્રીય

ઉતર કોરિયાનું મોડર્ન આર્કિટેક્ચર આકર્ષણનું કેન્દ્ર

Published

on

કોઇપણ શહેરની આગવી ઓળખ તેના અનોખા અને શાનદાર આર્કિટેક્ચર થકી હોય છે. ઉતર કોરિયાની ગગનચુંબી ઇમારતો અને નયનરમ્ય વસાહતો આર્કિટેક્ચર ક્ષેત્રના લોકોને કાયમ આકર્ષો છે. તસ્વીરોમાં હવાસેઓગ જિલ્લાનો રહેણાંક વિકાસ, પ્યોગયાંગની મિરે સાયન્ટિસ્ટ શેરી સહિતના અવનવા આર્કિટેક્ચર નજરે પડે છે.

આંતરરાષ્ટ્રીય

નેનો યુરિયા-DAPના ભાવમાં 50 ટકા સબસીડી

Published

on

By

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી નિમિત્તે અમિત શાહની જાહેરાત


102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, અજય પટેલ, જેઠાભાઈ આહીર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાત ના તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો અને લોકોને શુભકામના છે. ઘણા વર્ષોથી સહકરિતાં મંત્રાલયની માંગ હતી પણ કોંગ્રેસ ના લોકોને એની અગત્યતા લાગી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની આજના દિવસે સ્થાપના કરી હતી. નેનો યુરિયા અને નેનો ડીએપી માટે ગુજરાતના મુખ્યમંત્રીએ 50 ટકા રાહતનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે નેનો ખાતરની કિંમતમાં ઘટાડો કર્યો છે, એનો ઉપયોગ કરવા તમામ ખેડૂતોને અપીલ છે.


પરંપરાગત ખેતી વખતે યુરિયા મોટી બોરીઓમાં ભરીને આવતા પાક પર નાખવામાં આવતું હતું. તેને ખેતરોમાં લાવવા અને તેનો છંટકાવ કરવા માટે ખેડૂતોને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. પરંતુ આજે નેનો ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને યુરિયાની એક બોરીમાંથી માત્ર એક બોટલ મળે છે. ખેડૂતોને માત્ર રૂૂ.250ના ખર્ચે નેનો યુરિયાની 500 મિલી બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે સામાન્ય યુરિયા કરતાં પાકને વધુ પોષણ પૂરું પાડે છે.
આ જ કારણ છે કે નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉપજ આપવાનું માધ્યમ પણ કહેવામાં આવે છે. નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ સરળ છે. પાક પર છંટકાવ માટે 2-4 મિ.લિ. એક લિટર પાણીમાં ઓગળેલા નેનો યુરિયા પ્રવાહીને સ્પ્રેયરની મદદથી પાક પર છાંટવામાં આવે છે. નેનો યુરિયાના છંટકાવથી માત્ર પાક અને જમીનની તંદુરસ્તી જ નહીં, પણ જમીનમાં પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ભારતીય મૂળના લિસા નંદીને બ્રિટિશ કેબિનેટમાં સ્થાન

Published

on

By


બ્રિટનના નવા વડાપ્રધાન કીર સ્ટાર્મરે શુક્રવારે તેમની કેબિનેટની જાહેરાત કરી હતી. સ્ટાર્મરની કેબિનેટમાં ભારતીય મૂળની એક મહિલા નેતાને પણ મહત્ત્વનું મંત્રાલય મળ્યું છે. ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના વિગન સંસદીય મતવિસ્તારમાંથી ભારે માર્જિન સાથે પુન: ચૂંટાયેલા ભારતીય મૂળના લિસા નંદીને વડાપ્રધાન કીર સ્ટાર્મર દ્વારા સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

લીસા નંદી જાન્યુઆરી 2020માં લેબર પાર્ટીના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં છેલ્લા 3 દાવેદારોમાંની એક હતી, જ્યાં તેણીનો સામનો સ્ટારર અને અન્ય ઉમેદવાર સાથે હતો. ત્યારથી લિસા સ્ટાર્મરની અધ્યક્ષતા હેઠળ સેવા આપી રહી છે.


મહત્ત્વપૂર્ણ છે કે, લિસા નંદીના પિતા દીપક નંદી અંગ્રેજી સાહિત્યમાં જાણીતું નામ છે અને તેઓ 1956માં બ્રિટન ગયા હતા. તે જ સમયે, નંદીના દાદા ફ્રેન્ક બાયર્સ લિબરલ પાર્ટીના સાંસદ હતા. લિસા લ્યુસી ફ્રેઝરનું સ્થાન લેશે, જેઓ ઋષિ સુનકના નેતૃત્વમાં ક્ધઝર્વેટિવ પાર્ટીની સરકારમાં સંસ્કૃતિ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે.
લિસા નંદીએ પાર્સ વૂડ હાઈસ્કૂલ અને હોલી ક્રોસ કોલેજમાં પોતાનું સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે 2001માં ન્યૂકેસલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. લિસાએ લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. લિસાએ તેની કારકિર્દીની શરૂૂઆતમાં લેબર પાર્ટીના સાંસદ નીલ ગેરાર્ડ સાથે પણ કામ કર્યું હતું. લિસાએ શરણાર્થી મુદ્દાઓ પર પણ વ્યાપકપણે કામ કર્યું છે અને ઈંગ્લેન્ડ માટે ચિલ્ડ્રન્સ કમિશનર અને સ્વતંત્ર આશ્રય આયોગના સલાહકાર તરીકે સેવા આપી છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

જમૈકામાં હરિકેન બેરીલે મચાવી ભારે તબાહી

Published

on

By

બદલતા વાતાવરણ વચ્ચે વિશ્વભરમાં કુદરતી આફ્તો આવતી રહે છે. આવી જ આફ્ત હરિકેન બેરીલે પૂર્વ કેરેબિયન ટાપુમાં વિનાશક અસર કર્યા બાદ વધુ તાકતવર બની જમૈકાની આસપાસના વિસ્તારમાં વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. સાતથી વધુ લોકો વિનાશક વાવાઝોડાનો ભોગ બન્યા છે. સર્વત્ર ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ભારે પૂરના પાણી શહેરોમાં ફ્રી વળ્યા છે. ચોતરફ તબાહીના દૃશ્યો નજરે પડી રહ્યા છે.

Continue Reading

Trending