Connect with us

કચ્છ

કચ્છી પાટીદારોએ રિવાજો બદલ્યા, ક્રાંતિકારી સામાજિક પરિવર્તન

Published

on

પ્રિ-વેડિંગ ફોટો શૂટ, હલદી રસમને તિલાંજલી, ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ આમંત્રણ

વરરાજાને ફેન્સી દાઢી રાખવાની પણ મનાઈ, સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ લેવાશે


આજના જમાનામાં લગ્ન કે સામાજિક પ્રસંગો દેખાદેખીના થઈ ગયા છે. ખાસ લગ્નમાં ધુમ ખર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે. અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. લગ્નમાં વ્યસન અને ફેશન, હલ્દી રસમ અને પ્રિ-વેન્ડિંગને તિલાંજલી આપવી ફેશનેબલ દાઢી નહીં રાખવા સહિતના નિર્ણયો લેવાયા હતાં.


લગ્ન એટલે સાત જનમોને સાથ. લગ્ન એટલે એક-બીજાના થવાનો પવિત્ર સંબંધ…લગ્ન એટલે અગ્નિની સાક્ષીએ જનમો જનમ સાથે રહેવાનું અપાતું વચન. એકબીજા પ્રત્યેના પ્રેમને લગ્નના પવિત્ર તાંતણે બાંધી નવો જીવનસંસાર શરૂૂ કરતાં આજના યુગલો દેખાદેખીમાં ધૂમ ખર્ચાઓ કરે છે. જાતભાતની નવી નવી રસમો ઉભી કરીને લગ્નને એક દેખાદેખીનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાના લગ્નમાં હલદી રસમ કે પ્રિ-વેન્ડિંગ જેવું કંઈ નહતું, છતાં પણ આજે એ તમામ લોકો સુખી સંસાર માણી રહ્યા છે. પરંતુ આજના આધુનિક લગ્નો પાછળ લાખોનો ખર્ચ છતાં પણ અનેક લગ્નો તુટી જાય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન આગામી અખાત્રીજના દિવસે યોજાવાના છે. આ લગ્નમાં પાટીદાર સમાજે એક એવી પહેલ કરી છે જેની બિરદાવવા લાયક છે.


કચ્છના ઉમિયા માતાજીના સંસ્થાન વાંઢાય ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં સમાજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેની વાત કરીએ તો, કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે, કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે, હલદી રસમ નહીં રાખે, લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે. અખાત્રીજના દિવસે યોજાનારા આ સમૂહલગ્નમાં 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલાં ઉમિયા માતાજી સમક્ષ તમામ વરઘડિયાઓને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી. સાથે જ ઉમિયા માતાજીની સાક્ષીએ વ્યસન અને ફેશનથી મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા.


પાટીદાર સમાજના આ સમૂહલગ્નમાં કોઈ દેખાદેખીથી બિનજરૂૂરી ખોટા ખર્ચા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ક્ધયાઓને પાનેતર અને વર પક્ષને તલવાર દાતાઓને સહયોગથી આપવામાં આવ્યા છે. કોઈ ક્ધયા પોતાની રીતે પાનેતરની ખરીદી નહીં કરી શકે. તો ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ લાવવાનું રહેશે. તો જે પણ યુગલ આ સમૂહલગ્ન સમારંભ લગ્નના તાંતણે બંધાશે તેમને સાત ફેરા અને કુંવરબાઈની મામેરુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે. આવી પહેલ આજના દરેક સમાજે કરવી જોઈએ. તો જે લોકો સમૂહલગ્ન નથી કરતાં અને લાખોનો ખર્ચ કરીને ચર્ચાનું કેન્દ્ર બને છે તેવા લોકોએ શીખ લેવી જોઈએ. દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ જ થાય છે. તેથી ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને સમાજોએ એક થઈને કચ્છના કડવા પાટીદાર સમાજની માફક પહેલ કરીને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

કેવા નિર્ણયો કરાયા
કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે
કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે
હલદી રસમ નહીં રાખે
લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે
ફેશન-વ્યસનને તિલાંજલી
દેખાદેખીથી નહીં સંસ્કારોથી લગ્ન માટે પહેલ

કચ્છ

પોલીસ કર્મચારીની હત્યાના પ્રયાસમાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી બીજા દિવસે જ જામીન મુકત

Published

on

By

ભચાઉનાં ચોપડા બ્રિજ નીચે પૂર્વ કચ્છ એલસીબી પોલીસની ટીમ અને ભચાઉ પોલીસની ટીમે ફિલ્મી ઢબે ભચાઉનો રીઢો બુટલેગર સાથે તેની મહિલા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડયા હતા. રીઢા બુટલેગરે પોલીસ કર્મચારીઓને મારી નાંખવાના ઇરાદે પોતાની કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના બીજા દિવસે મહિલાને કોર્ટે જામીન પણ આપી દીધા હતા. જોકે બુટલેગરને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. નિતાને જામીન મળી ગયા બાદ પોલીસે તેની દારૂૂના કેસમાં ધરપકડ બતાવતા હવે ગુરુવારે ફરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરાશે.


અંગે મળતી માહિતી મુજબ સોમવારનાં સાંજે પૂર્વ કચ્છના રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાને ભચાઉ પોલીસનાં પીએસઆઈ ડી.જે. ઝાલા તેમની ટીમની મદદથી ચોપડવાના ઓવરબ્રિજ નીચે ઝડપી પાડયો હતો. જે બાદ પોલીસે કારમાં તપાસ કરતાં ગાંધીધામ સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ 34 વર્ષીય નીતા વશરામભાઈ ચૌધરી મળી આવી હતી.જેથી પોલીસે થાર કાર સાથે શરાબની 18 બોટલ કબ્જે કરી હતી. તેમજ બંને આરોપી વિરુદ્ધ હત્યા કરવાનાં પ્રયાસ તેમજ દારૂૂની બે અલગ અલગ ભચાઉ પોલીસ મથકે ગુના નોંધ્યા હતા. જેમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીનાં રિમાન્ડ મેળવવાં ભચાઉ કોર્ટમાં અલગ અલગ 10 મુદ્દા સામે તેમના 7 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી. જેના બીજા દિવસે કોર્ટે આરોપી નીતા ચૌધરીને જામીન આપી દીધા હતા. જેથી પોલીસે દારૂૂના કેસમાં નીતા ચૌધરીની અટક બતાવતા હવે ગુરુવારે ફરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. જોકે કોર્ટે રીઢા બુટલેગર યુવરાજસિંહને જેલ હવાલે કર્યો હતો. નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપી દેતા ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં અપીલ કરશે તેવું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Continue Reading

કચ્છ

ગુજરાત ATSને મળી સફળતા: મુન્દ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરીક, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

Published

on

By

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામમાંથી તુર્કી નાગરીકને દબોચી લીધો છે. ઘડુલી અને ફુલરામાંથી પણ બે ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શક્સની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં કરવામાં આવેલા કોલને લઈને આ શખ્સો લાંબા સમયથી ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા. અલગ અલગ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા શખ્સોની સખ્ત પૂછ પરછ કરવાં આવી રહી છે.

Continue Reading

કચ્છ

અંજારના સિનુગ્રા ગામે બે મજૂરે શ્રમિકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો

Published

on

By

ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ પાસે બનાવ: અવારનવાર થતાં ઝઘડામાં હત્યાને અંજામ આપ્યો


અંજારના સિનુગ્રા ગામની સીમમાં આવેલા સ્ટોન ક્રશર પ્લાન્ટ (ભેડિયા)માં કામ કરતાં બે પરપ્રાંતીય મજૂરે ભેગા મળીને સહમજૂરને માથામાં મોટો પથ્થર ઝીંકી મારી નાખ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.


સિનુગ્રાના સીમાડે ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ આવેલો છે. તેમાં દસ મજૂરો કામ કરે છે અને ત્યાં જ બનાવેલી ઓરડીઓમાં વસવાટ કરે છે. મરણજનાર ચરકુનાગ ઈન્દ્રો સાહુને સાથે કામ કરતાં ભીમસિંગ અને સાગર ઊર્ફે બહેરા સાથે મનમેળ નહોતો. છેલ્લાં છ માસમાં ચરકુનાગની અવારનવાર બેઉ સાથે બોલાચાલી થયેલી. ગત રાત્રિના ચરકુનાગ પ્લાન્ટ બહાર જતો હતો ત્યારે ભીમસિંગ અને બહેરો બેઉ તેની પાછળ ગયા હતા. પ્લાન્ટ બહાર જ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાં બંનેએ ભેગા મળી ચરકુનાગને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ ભીમસિંગે તેને પકડી રાખ્યો હતો અને બહેરાએ ચરકુનાગના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો. બબાલના પગલે અન્ય મજૂરો બહાર દોડી આવતાં બેઉ જણ ત્યાંથી નાસી ગયાં હતાં.


ઘટના અંગે જાણ થતાં પ્લાન્ટ સંચાલક જતીન સોરઠીયા સ્થળ પર દોડી આવ્યા હતા અને જમીન પર લોહી નીંગળતી હાલતમાં પડેલાં ચરકુનાગને અંજાર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના બનાવ અંગે પોલીસે 1 જૂલાઈથી ઈન્ડિયન પીનલ કોડના સ્થાને અમલી બનેલી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1), 3 (5) હેઠળ બંને વિરુધ્ધ જતીન સોરઠીયાએ આપેલી ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા.

Continue Reading

Trending