Connect with us

ક્રાઇમ

હળવદના મંગળપર ગામે જમીન બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે મારામારી

Published

on

હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા જમીનના ઝઘડામાં કુલ આઠ લોકો ઘાયલ થતા બે સભ્યોને મોરબી એકને સુરેન્દ્રનગર અને પાંચ સભ્યોને હળવદ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના ડખ્ખામાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થયા બાદ બે પક્ષ ધોકા હથિયારો સાથે સામસામે આવી જતા આ ઝઘડામાં એક તરફે રાણાભાઈ રામજીભાઈ ઠાકોર, ક્રિષ્નાભાઈ રાણાભાઈ, અવચરભાઈ રામજીભાઈ, જયાબેન અવચરભાઈ, ડિમ્પલબેન અવચરભાઈ અને શારદાબેન રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી જયારે સામાપક્ષે અનિલભાઈ ઠાકરશીભાઈ ઠાકોર અને ભારતીબેન અનિલભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા અનિલભાઈને વધુ ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ક્રાઇમ

નક્લી શાળામાં શિક્ષિકાઓ પણ નક્લી

Published

on

By

તપાસ સમિતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: ધો.8 પાસ અને ધો.10 નાપાસ સગીરાઓ કરાવતી હતી અભ્યાસ


તાજેતરમાં રાજકોટ તાલુકાના કુવાડવા નજીક આવેલ પીપળીયા ગામેથી નક્લી શાળા ઝડપાઇ હતી. આ શાળામાં શિક્ષિકાઓ પણ નક્લી હોવાનું તપાસમાં ખુલ્લીયું છે. ધો.8 પાસ અને ધો.10 નાપાસ સગીરાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવતો હતો. તપાસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.


નક્લી શાળા પ્રકરણમાં મહિતી આપતા તપાસ સમિતિના અધ્યક્ષ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતુ કે, રાજકોટ તાલુકાના પીપળીયા ગામમાં ગૌરી પ્રિ પ્રયમરિ માન્યતા પ્રાપ્ત વગર ચાલી રહી હતી. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અન્ય બે સગીરાઓની પણ પૂછપરછ કરવામાં આવતા ચોક્વનારો ખૂલ્લાસો થયો હતો. અધિકારીએ જણાવ્યુ હતુ કે, ધો.8 પાસ અને ધો.10 નાપાસ ક્રમશ 16 અને 17 વર્ષની સગીરાઓ આ નક્લી શાળામાં બાળકોને અભ્યાસ કરવાતી હતી. તેઓને મહિને 3 હજાર જેટલું વળતર આપવામાં આવતું હતું.


વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ બંન્ને સગીરાઓમાંથી એક પીપળીયા ગામની સગીરા છે અને ધો.8 પાસ સગીરા અન્ય રાજ્યમાંથી હોવાનું સામે આવ્યું છે. હાલ તે સગીરાના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને તે ક્યા રાજ્યમાંથી વતન ધરાવે છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ આ બંન્ને સગીરાઓ છેલ્લા ઘણા સમયથી ત્યાં બાળકોને અભ્યાસ કરાવી રહી છે.


તપાસ અધિકારીએ કહ્યુ હતુ કે, આ બંન્ને સગીર શિક્ષિકાઓની પૂછપરછ કરતા તેઓએ કહ્યુ હતુ કે, ઘણા સમયથી અમને પગાર પણ આપવામાં આવ્યો નથી. વગર પગારે નોકરી કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીએ બંન્ને સગીરાઓના નિવેદન લઇને વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલ ચલાવતા દંપતિ સામે કાયદકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

આવતીકાલે બાળકોને શાળામાં પ્રવેશ આપશે
તપાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, હાલ શિક્ષણ કચેરી દ્વારા ચાઇલ્ડ્ર ટ્રેક્ગિં સિસ્ટમ ચાલી રહી છે. જેમાં 42 જેટલા બાળકો હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 25 જેટલા બાળકોની ઓળખ થઇ ચૂકી છે અને અન્ય 17 જેટલા બાળકોની ઓળખ મેળવવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાંજ આ તમામ બાળકો ઓળખ થયા બાદ આવતી કાલે તેમને નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાગલપર, ખીજડીયા, સણોસરા અને પીપળીયાના બાળકો હોવાનું સામે આવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

મુસાફરોના ખિસ્સામાંથી પૈસા સેરવતી રિક્ષા ગેંગ ઝડપાઇ

Published

on

By

મવડી પાસે શિકારની શોધમાં હતી ત્યારે પોલીસે પકડી: રૂા.1 લાખનો મુદ્દામાલ જપ્ત

પાંચ દિવસમાં છ ગુનાને અંજામ આપ્યો: મામૂલી રકમ હોવાથી કોઇ ફરિયાદ ન કરતુ

શહેરના ઓમનગરથી બસ સ્ટેશન જવા નીકળેલા પ્રૌઢ દંપતીને રિક્ષામાં બેસાડી રિક્ષા ગેંગે મોકો મળતાં જ પ્રૌઢના ખિસ્સામાંથી રૂૂ.12 હજારની મતાનું પર્સ સેરવી લીધું હતું.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ મથકના સ્ટાફે બે શખ્સોને પકડી પૂછપરછ કરતા વધુ પાંચ ચોરીનો ભેદ ખુલવા પામ્યો હતો.બંને પાસેથી રૂૂપિયા એક લાખનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે.


વધુ વિગતો મુજબ, જામનગરના સરદારપાર્કમાં રહેતા મધુબેન પ્રેમજીભાઈ સંઘાણીએ પર્સ ચોરી અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મધુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના પતિ પ્રેમજીભાઈ ઓમનગર સર્કલ પાસેની પૂનમ સોસાયટીમાં રહેતા તેમના પુત્ર દીપકભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં રોકાયા બાદ ગત તા.4ના જામનગર જવા માટે પતિ-પત્ની બંને ઓમનગર સર્કલ આવ્યા હતા. ત્યાંથી એક રિક્ષામાં બેસી બસ સ્ટેશન જવા રવાના થયા હતા.


રિક્ષા મવડી શાકમાર્કેટ પાસે પહોંચી ત્યારે ચાલકે એક વ્યક્તિને બોલાવ્યો હતો અને રિક્ષામાં પોતાની પાસે બેસાડયો હતો.આનંદ બંગલા ચોક પાસે પહોંચતા તે વ્યક્તિ રિક્ષામાં પાછળના ભાગે પ્રેમજીભાઇની બાજુમાં બેસી ગયો હતો.રિક્ષા સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે પહોંચતા જ ચાલકે રિક્ષા ઊભી રાખી હતી અને પ્રૌઢ દંપતીને મારે બીજા મુસાફરને લેવા જવા છે તેમ કહી પ્રૌઢ દંપતીને નીચે ઉતારી દીધું હતું.દંપતીએ બસ સ્ટેશન ઉતારી જવા કહ્યું હતું.પરંતુ તેમની વાત સાંભળી નહોતી અને ભાડું લીધા વગર જ ચાલક અને તેનો સાગરીત રિક્ષા લઇને નાસી ગયા હતા.શંકા જતા જ પ્રેમજીભાઈએ તપાસ કરતી તો તેમના ખિસ્સામાંથી પર્સ ગાયબ હતું.આ અંગે માલવીયાનગરમાં ફરિયાદ નોંધાઇ હતી.


આ સમગ્ર ઘટનામાં માલવિયા નગર પોલીસ મથક ના પીઆઇ જે.આર.દેસાઈ,એમ.ડી.ગઢવી, પી.એસ.આઇ ડી.એસ. ગજેરા, જયદેવસિંહ પરમાર અને હિરેનભાઈ પરમાર સહિતના સ્ટાફે બાતમીને આધારે મવડી ચોકડી પાસેથી પકડી લીધી હતી હતી.બંનેના નામમાં મૂળ ઢાંઢણી ગામના અને હાલ કોઠારીયા રોડ પર રાધા કૃષ્ણનગરમાં રહેતા હાર્દિક કાનાભાઈ જાદવ અને તેમના સાગરીત કુબલીયા પરામાં રહેતા ચેતન પ્રવીણભાઈ રાઠોડને ઝડપી લીધા હતા.તેમની પાસેથી રોકડા રૂૂપિયા 12000 એક મોબાઈલ અને રીક્ષા જપ્ત કરવામાં આવી હતી.બંનેની પુછપરછમાં તેઓએ છેલ્લા ચારેક દિવસમાં રેલવે જંકશન,રેસકોર્સ, હોસ્પિટલ ચોક,સાધુવાસવાણી રોડ અને કાંતા સ્ત્રી વિકાસ સ્કૂલ પાસેથી મુસાફર બેસાડી ચોરીને અંજામ આપ્યો હતો.ચોરીની રકમ મામુલી હોય જેથી કોઈ ભોગ બનનારે ફરિયાદ નોંધાવી નહોતી.

Continue Reading

ક્રાઇમ

પડધરી પાસે દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી : 636 બોટલ દારૂ ભરેલી બે કાર સાથે 3 ઝડપાયા

Published

on

By

રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે. હજુ ગઈકાલે જસદણના દહીસરા ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળી આવ્યા બાદ વહેલી સવારે પડધરી નજીક વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી બે લાખની કિંમતના 636 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી બે કાર કબ્જે કરી છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ પડધરીના હરીપર ખારી ગામે આજીનદીનાપટમાં વહેલી સવારે વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર અને સ્વિફ્ટ કાર મળી આવી હતી. પોલીસે પડધરી રેલવે સ્ટેશન પાસે રહેતા વિશ્ર્વરાજસિંહ ભૂપતસિંહ સરવૈયા વિછિયાના જયદીપ બહાદુરભાઈ બોરીચા અને ધોરાજી તાલુકાના ભાડેર ગામના ક્રિપાલસિંહ જયવંતસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી.


પોલીસે જુદી જુદી બ્રાન્ડની બે લાખની કિંમતની 636 બોટલ વિદેશી દારૂ 18 હજારની કિંમતના 4 મોબાઈલ ફોન અને 8 લાખની કિંમતની બોલેરો અને સ્વિફ્ટ કાર મળી કુલ 10,03,160નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ દરોડાની કાર્યવાહી પડધરીના પીએસઆઈ જી.જે. ઝાલા, ભગીરથસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, દશરથસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ જાડેજા, વસ્તાભાઈ અને સાગરભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Continue Reading

Trending