Connect with us

કચ્છ

જખૌ પાસે ચરસના વધુ નવ અને કોડીનાર નજીકથી 10 પેકેટ મળ્યા

Published

on

સૌરાષ્ટ્રનો દરિયો ચરસ ઓકતો હોય તેવી સ્થિતિ


સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ કાંઠેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના બીનવારસી પેકેટ મળવાનો સીલસીલો શરૂ થયો છે ત્યારે ગઈકાલે બીએસએફ અને એનસીબી દ્વારા જખૌ નજીક આવેલા નિર્જન ટાપુ પર સર્ચ ઓપરેશન કરતા વધુ 9 પેકેટ ચરસના મળી આવ્યા હતાં. જ્યારે કોડીનારના છારા ગામે દરિયાયી કાંઠેથી 6.50 કરોડની કિંમતના ચરસના વધુ 10 પેકેટ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.


બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશનમાં ભુજના જખૌ કિનારે આવેલા એક અલગ ટાપુમાંથી આશરે 10 કિલો વજનના શંકાસ્પદ નાર્કોટિક્સના 9 પેકેટો જપ્ત કર્યા હતા. સતત પેટ્રોલિંગ અને સઘન તપાસ દરમિયાન બીએસએફએ જૂન 2024 થી શંકાસ્પદ ડ્રગ્સના કુલ 181 પેકેટ્સ રિકવર કર્યા છે. આ વિસ્તારમાં માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે બીએસએફ દ્વારા જખૌ કિનારે અલગ-અલગ ટાપુઓ અને ખાડીઓની સઘન શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.


કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી હતી.


કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ.એસ.એલને જાણ કરવામાં આવી હતી બાદ એફ.એસ.એલના રિપોર્ટ મુજબ આ 10થી 12 કિલો ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

કચ્છ

વાગડમાં ખૂન કા બદલા ખૂન: ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

Published

on

By

રાપરનાં ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે દુકાન આગળ 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના બનાવની અદાવત રાખી એક શખ્સે ગુલામ રસુલ પ્રાગજી સમા નામના યુવાનને છરીના ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી નિર્મમ રીતે હત્યા નીપજાવી હતી. બનાવ અંગે છ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નંદાસર ગામમાં રહેતા ચાંદાજી પ્રાગજી સમા અને તેમના કાકા બાપુજી માનસંગજી સમાનો જીવાજી કેણજી સમા, ચાંદાજી કેણજી સમા સાથે વર્ષ 2000માં ઝઘડો થયો હતો, જેમાં ચાંદાજીનું મોત થયું હતું. બનાવ અંગે જે-તે વખતે ચાંદાજી, બાપુજી સમા, પ્રાગજી માનસંગજી સમા, રવાજી વિશાજી સમા, ખાનજી વિશાજી સમા, સુમરારાજી વિશાજી સમા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી નિર્દોષ છૂટયા હતા, જે બનાવનો વેરભાવ રાખી સાહેબજી કેણજી સમા, જામાજી કેણજી સમા, અનિલ સાહેબજી સમા, જીવાજી કેણજી સમા, રાજુજી પથુજી સમા અને ફિરોઝ મોડજી સમા ફરિયાદી ચાંદાજી તથા અન્ય લોકો એકલા મળે ત્યારે ઝઘડો કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં રમજાન હમીરજી સમાએ આ લોકો તમને કે તમારા કુટુંબના માણસોને મારવા ભેગા થઇ કાવતરું ઘડે છે.


ચેતીને રહેજો, તેવી વાત પણ કરી હતી. દરમ્યાન આજે રાપરના ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી ઇશાજી કાળુજી વાળંદની દુકાનના ઓટલા ઉપર ગુલામ રસુલ બેઠો હતો, ત્યારે પાછળથી ફિરોઝ મોડજી સમાએ આવી પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી, તેવામાં ગુલામ નીચે પડી જતાં તેની છાતીમાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને હાથ તથા હથેળીમાં પણ ખુન્નસપૂર્વક ઘા ઝીંકાયા હતા. હુમલાના આ બનાવ બાદ લોકો એકઠા થતાં આરોપી છરી લઇને નાસી ગયો હતો. બનાવ અંગે ફરિયાદી ચાંદાજીને જાણ થતાં તે અહીં દોડી આવ્યા હતા અને પોતાના ભાઇને સારવાર અર્થે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. ગઇકાલે ભુજના અવધનગરમાં યુવાનની હત્યા બાદ આજે વધુ એક યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ફિરોઝ, સાહેબજી, અનિલ, જામાજી, જીવાજી તથા રાજુજી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમ્યાન એકાદ આરોપીને રાઉન્ડ-અપ કરી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગરમ તાસીર ધરાવતા વાગડમાં ખૂન કા બદલા ખૂનની ઘટનામાં ત્રણ જણનાં ઢીમ ઢાળી દેવાયાં હતાં.

Continue Reading

કચ્છ

કચ્છની જેલમાં ‘જલસો’ કરતા કુખ્યાત કેદીઓના કારનામાનો પર્દાફાશ

Published

on

By

જેન્તી ભાનુશાળી મર્ડર કેસના આરોપી સૂરજીત, બૂટલેગર યુવરાજસિંહ, જામનગર વકીલ ખૂન કેસના રઝાક સોપારી સહિત નવ આરોપી મહેફિલ માણતાં ઝડપાયા

એસપી સાગર બાગમેરે ટીમો સાથે ઓચિંતો દરોડો પાડયો: જેલર, સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સસ્પેન્ડ


પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં રાતે પોલીસે દરોડો પાડતા છ નામચીન કેદીઓ શરાબ પીતા ઝડપાયા છે. આ ઉપરાંત જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે. કચ્છની જેલો શરૂૂઆતથી બદનામ છે.ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે. આ જેલમાંથી ખંડણી, હનીટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે. પૂર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફીલ સાથે તમાકુ – ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા ગળપાદર જેલનો વીડીયો વાયરલ થયો હતો.આ ઘટના બાદ ઊંઘતા ઝડપાયેલા જેલતંત્રે તાબડતોબ પગલાં લઇને ઇન્ચાર્જ એવા જેલર ઉપરાંત સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સહિત જેલ સ્ટાફના પાંચ જણની જવાબદારી પ્રાથમિક તબક્કે નક્કી કરી તેમને ફરજમોકૂફ કરવા સાથે રાજકોટ જેલ ખાતે બદલી કરી દીધી હતી.


આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે. ભચાઉ પાસે પીએસઆઈ પર થાર ચડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂૂઆતથી જ ગળપાદરમાં છે. તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગળપાદરમાં છે. આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, જેલમાં આરોપીઓની નસરભરાથ થઈ રહી છે.ત્યારે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગળપાદર જેલમાં ઓચીંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસનની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે. રાત્રે 10.30 કલાકે પોલીસે દરોડો પાડયો હતો. જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા પકડાયા છે. ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે. બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે.


સુત્રોના કહેવા પ્રમાણે ગળપાદર જેલમાં દારૂૂની મહેફીલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે. એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ, રોકડ, દારૂૂની બોટલો આવી કયાંથી તે સવાલ ઉઠી રહ્યો છે. જેલ સ્ટાફની મીલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કિસ્સામાં રાજય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.પોલીસે દરોડા બાદ હાઈ સિક્યુરીટી બેરેકની છત પરથી રોકડા પ0 હજાર અને ચાર્જર,પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 100 એમએલ દારૂૂ, યુવરાજસિંહનો આઈફોન -1,સુરજીતનો સેમસંગ ગેલેકસી મોબાઇલ,રજાક સોપારીનો એપલ 1પ પ્રોમેકસ,હિતુભાનો સાદો મોબાઈલ અને મોબાઈલના બે ચાર્જર મળી આવ્યા હતા. જેના પગલે જેલર એલ.વી. પરમાર, સુબેદાર આર.એસ. દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી. પટેલ, સિપાઇ રિવન્દ્ર ડી. મુળીયા અને શૈલેષ બી. ખેતરીયાને સસ્પેન્ડ કરાયા હતા.

હિસ્ટ્રીશીટર યુવરાજસિંહ, હિતુભા, રજાક સોપારી અને મનોજ વિરુદ્ધ ડઝનથી વધુ ગુના

આરોપી યુવરાજસિંહ વિરુધ્ધ પ્રોહિબિશન, મારમારી, હત્યાનો પ્રયાસ સહિતના ભચાઉ પોલીસમાં 22 ગુના તથા આરોપી મનોજ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પો. સ્ટેમાં પ્રોહિબિશનની કુલ 24 ફરીયાદ, આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા, બળાત્કાર સહિત કુલ 12 ગુના, આરોપી સુરજીત વિરુધ્ધ ચકચારી જેન્તી ભાનુશાલી હત્યાકેસમાં ફરીયાદ, શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના, આરોપી રજાક સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 19 ગુના નોંધાયા છે. આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુધ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી.

દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ સાથે ઝડપાયેલા કેદીઓ

મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (જૂની સુંદરપુરી)
રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (કાર્ગો ઝુપડા)
શીવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (નવી મોટી ચીરઈ)
ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (મહેશ્વરીનગર)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (અયોધ્યા)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
સુરજીત દેવીસીંગ પરદેશી (પુના)
રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા (જામનગર)
હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી)

Continue Reading

કચ્છ

કચ્છમાંથી શંકાસ્પદ સરકારી ખાતર ભરેલ ટ્રક ઝડપાઇ

Published

on

By

બિલ અને આધાર- પુરાવા વગરની ઇફ્કો ડીએપીની 231 થેલીઓ સાથે રૂા.26.88 લાખનો મુદ્દામાલ જપ્ત

ભચાઉ તાલુકાના આધોઇ પાટિયા પાસે સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે ઇફ્કો કંપનીના સરકારી ડીએપીે ખાતરના રૂૂ.6.88 લાખના બીલ વગરના શંકાસ્પદ જથ્થા સાથે એકને પકડી લેતાં ગોલમાલ કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.


સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એલ.પી.બોડાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પુર્વ કચ્છ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઇ વાય.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળી રાધનપુર હાઇવે પર આધોઇ પાટીયા પાસે આવેલી ભારત હોટલ પર ઉભેલી ટ્રકની તલાશી લેતાં તેમાં ભરેલો પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી ઇફ્કો કંપની લખેલા સરકારી ખાતરના બાચકાના બીલ અને આધાર પુરાવા માગતાં તે ત્યાં હાજર મુળ પાટણના વાહીદપુરાના ધોનાભાઇ વશરામભાઇ ભરવાડ પાસે ન હોઇ ટ્રકમાં ભરેલો રૂ.6,88,842 ની કીંમતના ઇફ્કો કંપનીના સરકારી ડીએપી ખાતરની 231 બોરીઓ સાથે ધોનાભાઇની અટક કરી ટ્રક સહિત 26,88,842 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ કાર્યવાહી માટે લાકડિયા પોલીસને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે , ઇફ્કો લખેલા ખાતરીની બોરીઓ સગેવગે થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે તો ભુતકાળમાં પોલીસે ષડયંત્રનો પર્દાફાશ પણ કર્યો હતો. હવે સરહદી રેન્જી કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Continue Reading

Trending